સત્સંગ ના ચોપડે ખૂબ પૃસિદ્ધ એવું ખાખરેચી નામે ગામ એ માળિયા-મિયાણા તાલુકામાં આવેલું છે. ખાખરેચી ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન વગેરે કરે છે.

Gujarati

ખાખરેચીના વેલાભાઈ અને વાલાભાઇ કૈલા

સત્સંગ ના ચોપડે ખૂબ પૃસિદ્ધ એવું ખાખરેચી નામે ગામ એ માળિયા-મિયાણા તાલુકામાં આવેલું છે. ખાખરેચી ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન વગેરે કરે છે. એકવખત શ્રીજીમહારાજ ઘોડે ચડીને કચ્છ તરફથી વહેલી સવારે પાર્ષદો હારે આવતા હતા, તે વખતે આ ખાખરેચીની સીમમાં ગામના પટેલ વેલાભાઈ કૈલા અને વાલાભાઇ કૈલા પોતાના વાડીએથી રાતવાહું કરીને ઘરે આવતા હતા, રસ્તામાં બંને ભાઈઓએ એ સમે શ્રીહરિ અને પાર્ષદભક્તોના દર્શન કર્યા, તેઓ બેઉએ સૌ ઘોડેસ્વારોને આઘેરાકથી રામ કામ કર્યા, તે વખતે શ્રીજીમહારાજે આ બંને પુર્વના મુમુક્ષુઆત્મા ઓને એમના નામ લઇને બોલાવ્યા, તેઓને અચરજ થયું ને શ્રીજીમહારાજની મીઠી વાણીથી અંતરમા ખુબ ટાઢું થયું ને તેઓને અંતરમાં ખુબ આનંદ થયો, તે વખતે આ બંને ભાઈઓ સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા નહોતા, તેની દ્રષ્ટિએ તે કોઇ અજાણ્યા આગંતુક હતા છતા એ મનોહર મૂરત જોઇને બોલ્યા કે તમ જેવા પુરુષને હજુ સુધી અમે જોયા નથી, આપ કોણ છો? ત્યારે શ્રીહરિ હસ્યા ને બોલ્યા કે અમ જેવા તો અમે એક જ છીએ. એમ કહીને શ્રીહરિએ વાતમાં મર્મ કર્યો. બને ભાઇઓ ને શ્રીહરિના વચન થતા જ અંતરમા ગાંઠ્ય વળી ગઇ. તેઓ બેઉ ભાઇ પણ સૌ સાથે ગામ તરફ સાથે વાતો કરતા કરતા ચાલ્યા. ગામ નજીક આવતા શ્રીહરિ અને પાર્ષદોને બંને ભાઈઓએ પોતાના ઘરે સવારનું શિરામણ જમવા આવવા માટે આગ્રહ કરીને આમંત્રણ કહ્યું, શ્રીજીમહારાજે કહ્યું કે અમે અહીં ગામના તળાવ પાસે થોડી વાર વિશ્રામ કરીએ છીએ, તમારે ઘરે જે જમવાનું તૈયાર હોય તે જ લઈને આવો, અમે અહીં જમશું ને રસ્તે આગળ વધીશું. એમ કહી સૌ પાર્ષદ-ભક્તો સાથે મહારાજ ખાખરેચી ગામના તળાવમાં પાર્ષદોએ ઘોડાને પાયા અને સૌ કાંઠે બેઠા.

કણબી કુળે કૈલાની નાત, નામ વાલો ને વેલો વિખ્યાત..! ભગવંત ભેળા થઇ એને, પૂછ્યા સુખ સમાચારે તેને..! નામ દઈને બોલાવ્યા નાથે, આવ્યા ભાગોળ સુધી સંગાથે..! સુણી માવાના મધુરા વેણ, એના હરખ્યા હૈયા ને નેણ..! હાથ જોડી બોલ્યા હેતમાંય, તમ જેવા જોયા નથી ક્યાંય..! સુણી મર્મ કર્યો મહારાજે, અમ જેવા નથી ક્યાંય આજે..!

શ્રીજીમહારાજ સૌ પાર્ષદો સાથે ખાખરેચી ગામના તળાવની પાળે રોકાયા, વેલાભાઈ અને વાલાભાઇ બંને ભાઈઓ ઘરે ગયા, તેમના ઘરે સવારમાં શિરામણ જમવા સારુ રોટલા ઘડીને રાખેલા હતા. ઘરમાં ભેંસોના દૂઝાણા હોવાથી દહીંના દોણા ભરેલા જ હતા. દહીંમાંથી ઘી બનાવવું હોવાથી સ્ત્રીઓને જો દહીં આપવું હોય તો ઉપરની તર લઈને જ આપે, ને સ્ત્રીઓને દહીં ઉપરની તર ખુબ વહાલી હોય તે સ્વામીભાવિક છે, એ ન્યાયે ઘરની સ્ત્રીઓ એ આનાકાની કરી પણ આ બને મુકતાત્માઓએ તો શ્રીહરિને જમાડવા રોટલાનો થપ્પો અને દહીંનું આખું ગોરસુ ઉપાડ્યું ને ચાલ્યા….

કેને દેવું છે બોલી એ બાઈ, કહે પ્રભુ પધાર્યા છે આઈ…! એવું સાંભળીને તતખેવ, કાઢયા મુખેથી કડવા વેણ…! દેવી હોય તો છાશ દેવાય, દોણામાંથી દહીં ન લેવાય..! ગામ ભાંગે ને ગોરસુ ભાંગે, બેઉનું પાપ બરોબર લાગે…! માટે એમાંથી દહીં ન દઉં, એમ બાઈ ખીજાણી છે બહુ…! બાઈને કહે ગોરસામાંથી, નથી કાઢવું દહીં એમાંથી…! પાપ વોરવું પડે શું કામ, આખું ઉપાડ્યું એ ઠામ..!

ઘરના સ્ત્રીઓએ દહીંનું આખું ગોરસુ લઇ જવાનો ખુબ વિરોધ કર્યો, દહીંનું દોણું ન લઇ જવા માટે પ્રયત્ન તો કર્યો, પણ વેલાભાઈ અને વાલાભાઇ તો રોટલા અને દહીં લઈને તળાવે આવ્યા. શ્રીજીમહારાજ અને साथેના સૌ ભક્તો ને ખાખરેચી ગામના તળાવની પાળે રોટલા અને દહીં પૃેમથી જમાડયા. થોડીવારે શ્રીહરિ પાર્ષદો સાથે ઘોડે ચડીને વાટે ચાલી નીકળ્યા. સમયજતા પછી સંતોના જોગથી તેઓ બને ભાઇઓ એકાંતિક સત્સંગી થયા. - પૂ.ચ.પુ. ગુચ્છ ૬ પુષ્પ ૭૪

જ્યા મહારાજ અને પાર્ષદો એ સવારનું શિરામણ રોટલા અને દહીં જમ્યા હતા ત્યાં ખાખરેચી ગામના તળાવ કાંઠે આ દિવ્ય પ્રસંગની સ્મૃતિ માટે માળિયાના રાજા શ્રીમોડજી ઠાકોરે સત્સંગમાં વિચરણ કરતા સંતોની દોરવણી મુજબ એક સુંદર છત્રી કરાવીને ચરણાર્વિંદ પધરાવ્યા હતા. હાલમાં તે પ્રસાદીની છત્રી ખુબ જીર્ણ થઇ ગયેલ હતી, આથી તે છત્રી ચરણારવિંદ સાથે ગામના તળાવના કાંઠેથી લઈને ગામમાં મંદિરમાં પધરાવેલ છે. વાલાભાઇ કૈલાના વંશજો ખાખરેચીથી જુદા જુદા ગામોમાં વસવા ગયા, આ ભક્તોએ પ્રેમથી સ્વામિનારાયણ ભગવાનને જમાડયા, તેના ફળ સ્વરૂપે તેમના વંશમાં મહારાજે મુકતો ને મોકલ્યા ! તેમાંના વેજળપર ગામે વસતા તેના વંશજો જે આ પ્રમાણે છે. વાલાભાઈના પુત્ર રૂડાભાઇ, ને તેમના પુત્ર રૂગનાથભાઇ, તેના પુત્ર મુળજીભાઈ, તેના પુત્ર નાથાભાઈ, તેના પુત્ર ઝવેરભાઈ હતા. તેના ત્રણ પુત્રો પૈકી ઝવેરભાઈના એક પુત્ર તે સાધુ દિક્ષા લઈને શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાં સંતોના ગુરુ સ્થાને રહેલા એવા પરમપૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી છે, જેઓ સારાયે સંપૃદાય મા સાધુગુણે શિરમોર, સરળ, અખંડ ભગવાનને ધારી રહેલા સંત છે. એમના પુરવાશ્રમ ના ભાઇ ભૂધરભાઈ ખુબ સારા ભક્ત હતા. જે પણ ખુબ સેવા ભજન કરીને ધામમાં ગયા છે, વેજળપર ગામે ગણેશભાઈ કૈલાના પુત્રો વિરેન્દ્ર અને નિતીનને નંદ પંક્તિના સંતોના હજાર હજાર કીર્તનો કંઠે છે. વેલાભાઈ કૈલાના પુત્રના વંશજ કાંતિભાઈ કૈલા ખાખરેચીમાં વસે છે અને ખુબ સારા સત્સંગી છે, આ કૈલા કુટુંબના ભક્તો હાલ ઘાંટીલા, ઘનશ્યામગઢ વેજળપર વગેરે ગામોમાં પણ વસે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ આ મુકતભક્તોનું આ ભક્તચિંતામણી ગ્રંથમાં ૧૧૭ કડી ૨૫મા ચિંતવતા લખ્યું છે કે…

વેલો વાલો કણબી કેવાય, ખરા ભક્ત ખાંખરેચીમાય..! નકિ ભક્ત નંદ દ્વિજરામ, જન વસે વેજલકે ગામ..!!

  • શ્રી ભકતચિતામણીના મુકતોના ચિંતનમાંથી… 🙇🏻‍♂️🙏