ઝાલાવાડમાં ગામ હળવદ સુરેન્દ્રનગરથી ૭૩ કીમીના અંતરે આવેલું છે. હળવદ ગામમાં સૌપૃથમ સત્સંગ નારાયણ જોશી નામે ખુબ મોટા વિદ્વાન વેદાંતી વિપૃ હતા એમના દ્વારા થયો.

Gujarati

હળવદના નારાયણ જોશી અને વેદની કાંડીઓનો સંકલ્પ

ઝાલાવાડમાં ગામ હળવદ સુરેન્દ્રનગરથી ૭૩ કીમીના અંતરે આવેલું છે. હળવદ ગામમાં સૌપૃથમ સત્સંગ નારાયણ જોશી નામે ખુબ મોટા વિદ્વાન વેદાંતી વિપૃ હતા એમના દ્વારા થયો.

શ્રીમદ ભાગવતમાં ચતુર્થ સ્કંધમાં ધ્રુવજીના આખ્યાનમાં અધ્યાય ૮ ના શ્લોક ૫૪માં ભગવાન શ્રીવેદવ્યાસે કહ્યું છે કે ધનુર્માસમાં પવિત્ર સરોવરના જળમાં ઉભા રહીને વિશુદ્ધ જળથી હસ્તમાં અંજલિ લઈને “ॐ नમો भगवते वासुदेવાય ” એ મંત્રનો જપ કરીને અંતઃકરણમાં ધારીને ભગવાનનું પૂજન કરે તો તેને પ્રત્યક્ષ ભગવાન મળે. શાસ્ત્રોના જ્ઞાતા એવા મુમુક્ષુ નારાયણ જોશી આ જાણતા હોવાથી ભગવાનને મેળવવા હળવદમાં આવેલ સરોવરના જળમાં ઉભા રહીને કડકડતી પોષ માસની ટાઢમાં વહેલી સવારમાં ભગવાન શ્રી વેદવ્યાસજીએ કહયા મુજબ પ્રેમથી “ॐ नમો भगवते वाસુદેવાય ! ” દરરોજના નિયમ મુજબ આ મંત્રનો જાપ કરતા. એમના આ પુણ્યપ્રતાપે એકવખત એકાકી રીતે સત્સંગમાં વિચરતા શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંધમાં રહેલ વેદસ્તુતિના શ્લોકો બોલતા બોલતા તે સરોવરની બાજુમાં આવીને કાંઠે નારાયણ જોશીની સામે બેઠા ! એ સમે એ દર્શન જોતા જ શ્રીહરિની એ મનોહર મુરતમાં નારાયણ જોષીનું મન મોહી ગયું. પોતાના સ્વરુપનું શ્રીહરિએ એમને જ્ઞાન કરાવયુ ને એમને પરિપૂર્ણ નિશ્ચય કરાવયો. પોતે પૃેમે કરીને શ્રીહરિને પોતાના ઘરે લઇ ગયા. શ્રીજીમહારાજ નારાયણ જોશીના ઘરે રાત રોકાયા ને તેમના ઘરે ભોજન પણ જમ્યા. પોતે સત્સંગી થયા ને ધીમે ધીમે નારાયણ જોશીના પ્રયત્નોથી ઝાલાવાડમાં બ્રાહ્મણોમાં સત્સંગ થયો. - શ્રીહરિચરિત્ર ચિંતામણિ ભા.૩ વા ૩૯૪

સત્સંગની શરૂઆતમાં ઝાલાવાડ પ્રદેશના વિદ્વાન બ્રાહ્મણોએ સ્વામિનારાયણ ભગવાનનો ખુબ જ વિરોધ કર્યો એ સારું આ બાબતે ઝાલાવાડ પ્રદેશના ઘણાય વિદ્વાન બ્રાહ્મણો હળવદમાં ભેગા થયા, તે વખતે નારાયણ જોશીએ સર્વે બ્રાહ્મણોને કહ્યું કે માત્ર વિરોધ જ કરવો એ યોગ્ય ન ગણાય, પરંતુ સ્વામિનારાયણ એ ભગવાન છે કે કેમ, તેની તમારે ખરાઈ કરવી જોઈએ, ને જો તમોને મનાય તો આશરો કરીને સત્સંગી થાજો. તે સમયે સ્વામિનારાયણ ભગવાન મેથાણ વિરાજતા હતા, આથી હળવદના વિદ્વાન બ્રાહ્મણોની સભામાં નક્કી થયું કે મેથાણ જઈને સ્વામિનારાયણની ભગવાનપણાની ખાત્રી કરવી, એમ નક્કી કરીને ચૌદ વિદ્વાન બ્રાહ્મણો તૈયાર થયા. દરેક બ્રાહ્મણોએ ચારેય વેદમાંથી જુદી જુદી કાંડીઓ નક્કી કરી રાખી. સૌએ એવા સંકલ્પો કર્યા કે આપણને દરેકને આપણા મનમાં સંકલ્પે નક્કી કર્યું છે તે પ્રમાણે જ વેદની કાંડીઓ બોલવા કહે અને તે સાથે સ્વામિનારાયણ પોતે પણ આપણી સાથે વેદના નિયત ઉચ્ચાર અને આરોહ અવરોહ સાથે તે કાંડીના મંત્રો બોલે, તો આપણે તેનું ભગવાનપણું માનીએ. આમ નક્કી કરીને હળવદના ચૌદ વિદ્વાન બ્રાહ્મણો મેથાણ ગયા. એ સમયે શ્રી સ્વામિનારાયણ ભગવાન મેથાણના રાજા પુંજાજીના દરબારગઢમાં ભક્તોની સભા ભરીને બેઠા હતા હળવદના બ્રાહ્મણો પુંજાજીના દરબારગઢમાં આવ્યા. શ્રીજીમહારાજે સૌ બ્રાહ્મણોને યથોચિત સન્માન કરીને દરેકના નામ લઈને સન્માન પૂર્વક યથાયોગ્ય આસને બેસાર્યા, બ્રાહ્મણોનું પૂજન કરાવીને મહારાજે દરેક બ્રાહ્મણે મનમાં નક્કી કરેલી વેદની કાંડીઓ બોલાવી અને પોતે પણ તે તે વેદની કાંડીઓ સ્પષ્ટ રીતે શુદ્ધ ઉચ્ચારોથી આરોહ અવરોહ મુજબ તેમની સાથે બોલ્યા, આ પ્રમાણે બધા બ્રાહ્મણોના સંકલ્પો પુરા થયા. આથી સૌ બ્રાહ્મણોએ સત્સંગના વર્તમાન લઈને મહારાજને પોતાને ગામ હળવદ પધાર્યા પ્રાર્થના કરી. શ્રીજીમહારાજ થોડેસમયે ફરીને હળવદ ગામે કૃપા કરીને પધાર્યા. ગામમાં ઘેલડી માતાજીના મંદિરમાં સભા ભરાઈ, એક લાકડાની પાટ પર સરસ ગાદી બિછાવીને શ્રીજીમહારાજને તેની ઉપર પધરાવ્યા ને સામે સૌ ભક્તોની મોટી સભા ભરાઈને બેઠી હતી. તે વખતે સૌએ વારાફરતી મહારાજનું પૂજન કર્યું અને મહારાજને સાકરના પડા આપીને એક એક ગાંગડો મહારાજના મુખમાં મેલ્યો ! સૌએ શ્રીહરિ ના દર્શ-સ્પર્શનો દિવ્ય લાભ લીધો. હાલ પણ આ લાકડાની પાટના હળવદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન થાય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ હળવદના આ સર્વે ભકતોને ચિંતવતા શ્રીભક્ત ચિંતામણી ના પ્રકરણ ૧૧૭ની કડી ૨૦-૨૧માં ચિંતવ્યા છે કે…

દ્વિજભકત શીવો નથુનામ, જાદુ કૂબેર નાથજી રામ..! પખો કૃષ્ણ મકનજી કહીએ, એહાદિ ભક્ત બૃાહ્મણ લહીએ..!! સોની ભક્ત નાગર કૂબેર, અમરશીયે કર્યો જગઝેર..! એહાદિ બીજા જન અપાર, વસે હળવદ ગામ મોઝાર..!!

  • શ્રીભકતચિતામણીના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏