એકવખત વહેલી સવારમાં વૈરાગ્ય મુર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સંતો સાથે વડતાલ જતા બોટાદ ગામને પાદરથી નિસર્યા.
Gujarati
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું ત્યાગ-વૈરાગ્ય
એકવખત વહેલી સવારમાં વૈરાગ્ય મુર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સંતો સાથે વડતાલ જતા બોટાદ ગામને પાદરથી નિસર્યા. સવારે પુજાપાઠ કરવા સમયે ગામની ભાગોળે કૂવે સહુ સંતો નહાયા ને તયા જ સવારની પુજા કરી. આ સમયે મુકતરાજ શીવલાલ શેઠ કોઇ કારણસર ગામના લોકો સાથે કૂવે નહાવા આવ્યા હશે તો એમણે થોડાક આઘેરાક નિષ્કુળાનંદ સ્વામીને સંતો સાથે ભાળ્યા એટલે એ તુરંત જ ઉતાવળે પગે સ્વામી પાસે આવ્યા. સ્વામી તથા સર્વ સંતોને દંડવતપૃણામ કર્યા ને સ્વામીને અતિઆગૃહ કરીને પોતાને ઘેર લઇ ગયા. શીવલાલ શેઠે સંતો પાસે ઠાકોરજીને થાળ ને સંતોને રસોઇ સારુ અતિ ભાવથી બિરંજની રસોઇ કરાવી. ઠાકોરજીને થાળ થયાને સંતોની પંગતે સ્વામી જમવા બેઠા. શીવલાલ શેઠ ને બીજા બોટાદ ના ભક્તો પંકિતના દર્શન કરવા આઘેરાક બેઠા. સંતોએ સ્વામીને બિરંજ પીરસ્યો ત્યારે વૈરાગ્ય મુર્તી નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કે ‘જમ્ય નિષ્કુળાનંદ જમ્ય..! તુ મોટાનો બવ મહોબતી છો તે હવે ઇ મહોબત નય મેલી શકે… હવે જમ્ય નિષ્કુળાનંદ જમ્ય…!’ આમ, બે ત્રણ વખત બોલ્યા પણ પત્તરમાંથી એકેય ગૃાસ મુખમાં મેલી શક્યા નહી. સ્વામીને આવા ત્યાગ-વૈરાગયભાવ જાણીને શીવલાલ શેઠ પામી ગયા ને બે હાથ જોડીને બોલ્યા કે સ્વામી, તમે જે રાજી હોવ એ જમો..! પછી સ્વામીએ પોતાના સારું જુવારનો રોટલો કરાવયો હતો એ જમ્યા પણ બિરંજનો એક ગૃાસ પોતાના મુખમાં મેલ્યો જ નહી.
શ્રીહરિએ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને ધોલેરા મંદિરના મહંત કર્યા એ સમયે એકદિવસ સ્વામી સવારમાં પોતાના આસને પુજા કરવા બેઠા. પુજામાં ઠાકોરજીને નૈવૈધ સારુ પાંચ દાણા દ્રાક્ષના ધરાવ્યા હતા. સ્વામી પુજા પુરી કરીને ઉભા થયા ત્યારે પોતાના મુખમાં મેલ્યા. એ વખતે ગામના નગરશેઠ ડોસા ન્યાલ શેઠ તયાં સ્વામીની પુજાના દર્શન કરવા થોડેક આઘેરાક બેઠા હતા. ન્યાલ શેઠે સ્વામીને દ્રાક્ષના દાણા જમતા જોયા એટલે મનમાં થયું કે આવડા મોટા સંતની પુજા સારુ પોતાનું કાય વસ્તુ-પદાર્થ કામ આવે તો પોતાનું દ્વવ્ય લેખે લાગે એમ જાણીને પોતાના દિકરા મુળજીભાઇને કહ્યું કે મુળજી..! તુ જા અને લીલવા દ્રાક્ષનો એક સારો એવો પડો લઇ આવ્ય, આપડે સ્વામીને એમની પુજામાં ઠાકોરજીને ધરવા સારુ આપીએ…! એમના દિકરા મુળજીભાઇ તો તુરંત જ ગયાને ગામમાંથી લીલવા દ્રાક્ષનો સારો એવો પડો બંધાવી લાવ્યા ને પોતાના પિતા ન્યાલ શેઠને હાથમા દીધો. ન્યાલ શેઠે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પાસે જઇને પડો પુજામા ધરવા સારુ દીધો. સ્વામી આ દ્રાક્ષનો પડો જોઇને પોતાના શિષ્ય મોરારચરણદાસ સ્વામીને સાદ કરીને તુરતંજ બોલ્યા કે મોરારચરણ, મારી પુજાની ઝોળી લાવ્ય..! સ્વામી એ ઝોળી દીધી તો પ્રસાદીની ડાબલી કાઢીને મોરારચરણદાસ સ્વામીના હાથમાં દીધીને અને પાંચ દાણા દ્રાક્ષના હતા એ પણ ફળીયામાં ઘા કરી દીધા. નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા કે ન્યાલ શેઠ, તે મને દ્રાક્ષના દાણા જમતા ભાળ્યો ત્યારે તુ દ્રાક્ષનો પડો લઇ આવ્યો ને..! આ દેહને હવે દ્રાક્ષના દાણા ધરાવવા જ નથી ને..! સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના આવા તિવૃ વૈરાગ્યને જોઇને ન્યાલ શેઠે પડો ત્યાંથી પાછો જ ઉપાડી લીધો.
- સદગુરુ શ્રીઅક્ષરાનંદસ્વામીની વાતોમાંથી…
🙇🏻♂️🙏