એકવખત સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાથે ડોઢસો-બસો સંતો-હરિભક્તોના સંઘ સાથે વડતાલ જાવા નીસર્યા.

Gujarati

બિલખાના મહંત અને ગુણાતિતાનંદ સ્વામીની કૃપા

એકવખત સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાથે ડોઢસો-બસો સંતો-હરિભક્તોના સંઘ સાથે વડતાલ જાવા નીસર્યા. બપોર ટાણુ ચાલતા રસ્તામાં બીલખા ગામ આવ્યું. ગામની ભાગોળે ઘેઘૂર વડલાઓનો છાંયો અને મહાદેવજી નુ મંદિર હતું તે સૌએ બપોરા ગામની ભાગોળે આ મંદિરે કરવા નક્કી કર્યું. સ્વામી કહે કે શ્રીજીમહારાજની આજ્ઞા છે કે કોઇની ધણિયાતી જગ્યામાં એના માલિકને પુછયા વગર ઉતારો ન કરવો એટલા સારુ સૌને ઉભા રાખ્યા ને જગ્યાના મહંત બાવાજી ને ઉતારા સારુ પુછવા સ્વામી ને બોટાદના શીવલાલ શેઠ ગયા. આટલા બધા માણસોના સંઘના આવતા ભાળીને એ મંદિરના મહંત બાવાજીને મનમાં થયું કે હુ એકલો આટલા બધાની સરભરા કેમ કરીશ એમ વિચારીને બીક નો માર્યો ઘરમા સંતાઇ ગયો. સ્વામીએ બે ચાર સાદ કર્યા ત્યારે તો ઘરમાંમાંથી બહાર ઓસરીમાં આવ્યો. સ્વામી કહે અમારે આહી બપોરના ઠાકોરજીને થાળ કરવા તમારા આ મંદિરની જગયામાં રોકાવુ છે તો તમારી રજા લેવા આવ્યા છીએ. મહંત બાવાજી કહે કે મંદિરમાં જમવા સારુ સીધાની તાણ્ય નથી પણ આહી કોઇ ચાકરી કરે એમ નથી. તમે જાતે પકાવો તો હુ તમને સહુને જોઇએ એટલું સીધુ આપું. સ્વામી કહે ભલે લાવો સીધુ અમારા સંતો ભક્તો પાક શેકી ને પોતાની રસોઇ જાતે જ બનાવશે એમ કહીને રાજી થયા.

સ્વામી સાથે બોટાદના શીવલાલ શેઠ હતા તો એ તુરંત જ બોલ્યા કે સ્વામી, હુ સાથે છુ ને સદાવૃતમાંથી સીધું થોડુ લેવાય, આપણું ખોટુ દેખાય, મારી રસોઇ લયો. ત્યારે ગુણાતિતાનંદ સ્વામી હસ્યાને બોલયાકે શીવલાલ, મારે તો આજ આ બાવાજીનુ કલ્યાણ કરવું છે. તારી રસોઇ તો રોજ સંતો-ભક્તો જમે જ છેને..! આજ એનું સીધુ ઠાકોરજીના થાળ ને સંતો-ભક્તોના કામે આવશે તો એના આત્માનું બવ રુડું થાશે.

બાવાજીએ રસોઇ સારુ તુરતંજ સીધુ આપ્યું ને સંતોએ સુખડી બનાવી ને શેર-શેરનો એક એક લાડવો વાળ્યો. ઠાકોરજીના થાળ થયા ને સૌ સંતો-ભક્તો પંગતે જમવા બેઠા.

ગુણાતિતાનંદ સ્વામીએ બાવાજીને હાથે જ સૌ સંતો-ભક્તો ને એક એક સુખડીનો લાડુ પીરસાવ્યો ને પોતે લાંબો હાથ કરીને એ બાવાજીના હાથે જ પોતાના પત્તર મા એક લાડવો લીધો ને મંદિરના દેવળની ઓસરીમાં જમવા બેઠા. સ્વામી જમતા જમતા ઉઠ્યા ને ત્રણ અલગ અલગ જગ્યાએ બેસીને જમ્યા. સ્વામીની આ કૃીયા જોઇને શીવલાલ શેઠને અચરજ થયું એટલે સ્વામી જમી રહ્યા એટલે પુછવા લાગ્યા કે સ્વામી આજે જમતી વખતે આમ કેમ કર્યું ? આજ જમતા જમતા કેમ ત્રણ વખત ઉઠ્યા ? સ્વામી કહે શીવલાલ..! હુ જયા જયા બેઠો એ સ્થળ તિર્થ થયા, આગળ જતા કોઇ આહી આવશે ને બેસી ને ભગવાનનુ ભજન કરશે એને બીજબળ થાહે, આગળ પણ જે જે ઠેકાણે તિર્થસ્થાનો થયા છે એ મોટાપુરુષના વિચરણ થકી જ થયા છે.

  • સદગુરુ અક્ષરાનંદસ્વામીની વાતોમાંથી….

🙇🏻‍♂️🙏