એકવખત શ્રીહરિ છોટી કાશી ગણાતા ગામ ઉંમરેઠ મા પધાર્યા. ગામમાં મહાદેવજીનુ મંદિર હતું તયા સંતો ભક્તો સાથે ઉતારો કર્યો.

Gujarati

ઉંમરેઠનો હરિયો ગાંડો અને શ્રીજી મહારાજ

એકવખત શ્રીહરિ છોટી કાશી ગણાતા ગામ ઉંમરેઠ મા પધાર્યા. ગામમાં મહાદેવજીનુ મંદિર હતું તયા સંતો ભક્તો સાથે ઉતારો કર્યો. સંતોના યોગે ગામમાં ઘણા સત્સંગી થયા હતા જેમને ખબર પડતા સૌ દોડતા આવ્યા ને શ્રીહરિને દંડવત પૃણામ કરીને સન્મુખ બેઠા. શ્રીહરિ સન્મુખ સંતો ભાવવિભોર થઇને પ્રેમાનંદ સ્વામી રચિત કિરતન ગાવતા હતા કે… હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે…! હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે..!!

ગામના ભક્તો ને અચાનક શ્રીહરિ ને સહુ સંતો ભક્તો પધારતા આનંદ છવાઇ ગયો. કથાવારતા પુરી થઇ એટલે એ વખતે ઉંમરેઠ ગામમાં ઘણા લોકોને હજુ પૃગટ પૃભુનો પરિપૂર્ણ નિશ્ચય ન હતો એટલે તેઓ બોલ્યા કે હે સ્વામિનારાયણ..! તમે અમને કોઇ એવો ચમત્કાર બતાવો તો માનીએ કે તમે ભગવાન સાચા..! પુર્વે શંકરાચાર્ય થઇ ગયા એમણે પાડાના મુખે વેદ બોલાવેલા એમ તમે પણ કાંઇક એવું કરો. ત્યારે શ્રીહરિ મંદ હસતા હસતા કહે કે પાડાના મુખે વેદ બોલાવવા એ તો વેદ વિરુદ્ધ કહેવાય, તમે એક કામ કરો ગામમાં કોઇ ગાંડા જેવો બૃાહ્મણ ને અભણ માણસ ને બોલાવી લાવો, અમે એના મુખે બોલાવીએ.

ગામમાં તપાસ કરતા આઠ વરહનો એક અભણ ને ગાંડા જેવો બૃાહ્મણનો છોકરો હતો જેને હરિયો ગાંડો નામે સહુ ઓળખતા. ગામના દ્વેષીઓએ એને લાવીને શ્રીહરિ સન્મુખ ઉભો રાખ્યો ને બોલ્યા આને મોઢે સંસ્કૃતના શ્લોકો બોલાવો તો અમે તમને ભગવાન માનીએ.

શ્રીહરિ કહે કાંય વાંધો નહી, એમની સામી કૃપા દ્રષ્ટી કરી તયાતો હરિયો ગાંડો શુધ્ધ સ્વરમાં વેદની ઋચાઓ ને સ્તુતિઓ કડકડાટ બોલવા માંડ્યો. સૌ તયા ઉભેલા અચરજ પામ્યા ને ગામના સહુને શ્રીહરિના પરિપૂર્ણપણાનો નિશ્ચય થયો.

સૌએ શ્રીહરિને પુર્ણપુરુષોતમ નારાયણ તરીકે સ્વીકાર્યા અને શરણે થયા. ગામના લોકો શ્રીહરિને પગે લાગીને પૃારથના કરીને બોલ્યા કે હે પૃભુ આજથી અમે સહુ તમારા ચરણે ને શરણે છીએ. અમે સહુ આજથી તમારા આશ્રીત છીએ.

શ્રીહરિએ સહુને વર્તમાન ધરાવ્યા અને સદાચારનું પાલન કરવાનુ કહ્યું. જેમકે પંચવર્તમાન પાળજો અને આજથી પાણી, ઘી-દૂધ તેલ વગેરે ગાળીને વાપરજો, ડૂંગળી-લસણ હિંગ વગેરે ન ખાવા, તમાકું-ગાંજા માજમ વગેરે વ્યસનો થી દુર રહેજો.

શ્રીહરિના ઉપદેશ અને કૃપાથી ઉમરેઠમાં સત્સંગ થયો અને સહુ સદાચારભર્યુ જીવવા લાગ્યા. શ્રીહરિની કૃપાથી જે વેદની ઋચાઓ બોલ્યો હતો એ હરિયો ગાંડો નામે બૃાહ્મણ નો છોકરો ભવિષ્ય મા શાસ્ત્રી હરિશંકર ગોર થયા. પોતે બહુ જ મોટા પૃકાંડ વિદ્વાન થયા. એ આખાયે વિસ્તારમા શાસ્ત્રી હરિશંકર ગોર નામે વિદ્વાન તરીકે બહુ ખ્યાતિ પામ્યા. શ્રીજીમહારાજે જ્યારે અમદાવાદ, વડતાલ અને ધોલેરા ના મંદિરો બંધાવ્યા ત્યારે મુર્તિ પૃતિષઠા વિધી કરવા શાસ્ત્રી હરિશંકર ગોર ને જ રાખ્યા હતા.

શ્રીહરિએ વધુ એકવખત સંસ્કૃતનુ શુભાષિત ચરિતાર્થ કર્યુ કે… મુકંમ્ કરોતિ વાચાલમ્ પંગુમ્ લંઘયતે ગીરીમ્ યત્કૃપા તમહં વંદે પરમાનંદમ્ માધવમ્

  • સત્સંગના પુરુષરત્નો માંથી…. 🙇🏻‍♂️🙏