અમરેલી જિલ્લાના ગામ ધારીના સત્સંગી વણિક શેઠ રાઘવજી અને ધનજીએ ગામના કુસંગી વાણીયા હારે મગફળી વેચાતી રાખવાનું નક્કી કર્યું.

Gujarati

ધારીના કણબી પટેલ અને સત્સંગ પક્ષ

અમરેલી જિલ્લાના ગામ ધારીના સત્સંગી વણિક શેઠ રાઘવજી અને ધનજીએ ગામના કુસંગી વાણીયા હારે મગફળી વેચાતી રાખવાનું નક્કી કર્યું. દાણાપીઠ મા કાંટે તોળવામાં ભૂલ થઇ તે વહીવટદારે દંડ કર્યો. તે દંડ તરીકે જાહેર ઇજારાના હજાર હજાર રુપીયા ભરવાનો અમલ થયો. તેઓ કહે હાલ તો પૈસા નથી અમે ધીમે ધીમે હપતે હપતે પૈસા ભરીશું. વહીવટદાર કહે સરકારી દંડના પૈસા હપતે ન ભરાય, જ્યારે પુરા ભરશો ત્યારે જ આહીથી ઉઠવા મળશે. બેઉ ભાઇઓને વહીવટદારે બેસાડી રાખ્યા. ગામના મહાજન ને ખબર પડી એટલે એમણે મધ્યસ્થી કરી પણ સમાધાન થયું નહી તે કેસ કોર્ટ મા ગયો. એક ભાઇ ધનજી શેઠને દંડના રુપીયા હજાર ભરીને કોર્ટમાં જતા પહેલા ભરીને છોડાવ્યો. રાઘવજીશેઠ ને લઇ જતા હતા ત્યારે ગામલોકો ભેગા થયા ને રાઘવજી શેઠને કહ્યું કે તમે આ નવું સ્વામિનારાયણ નુ ટીલું કર્યું છે એ ભૂંહી નાખો ને કંઠી તોડી નાખો તો તમારા દંડના પૈસા ભરીને તમને પણ છોડાવી લઇએ..! ત્યારે રાઘવજીશેઠ કહે કે આ કંઠી ને તિલક-ચાંદલો તો મારા જીવને સાટે છે. એ આ દેહમાં હવે છેલ્લા શ્વાસ સુધી રહેશે. ભલેને આભ તૂટી પડે..!

પોલીસપટેલ એને લઇને જેલમાં લઇ ગયા. એ વખતે ગામલોકો હારે એક કણબી પટેલ હરિભક્ત ઉભા હતા એ એમના ઘરે ગયા ને એના મોટાભાઇને વાત કરી કે ભાઇ આપડે હાલ બે ભાયુ છઇ પણ જો આપડે ત્રણ ભાયુ હોત તો એનાય લગન પૃસંગ વગેરેનુ ખરચ થાત, એનો જમીન મિલકતમાં હોતન ત્રીજો ભાગ પડત ને…! એમ ત્રીજા ભાઇના ન્યાયે આપડે સત્સંગી રાઘવજી શેઠને આપડો ભાઇ જાણીને એને જેલમાંથી દંડ ભરીને છોડાવીએ.

બેઉ કણબી હરિભક્તોએ હજાર રુપીયા રોકડા ભરીને સત્સંગી એવા રાઘવજી શેઠ ને જેલમાંથી છોડાવ્યા ને વહીવટદાર પાહે રાઘવજી શેઠ સારું સત્સંગનો પક્ષ રાખીને એમનો મગફળીના ઇજારાનો ધંધો ફરી શરુ કરાવ્યો.

થોડે સમયે ગામમાં સંતો પધાર્યા હરિભક્તોએ આ કણબી ભાઇઓ એ સત્સંગીનો પક્ષ રાખ્યાની વાત એમને કરી. સંતો ગઢપુર ગયા તો શ્રીહરિને વાત કરી. શ્રીહરિ ઘણા રાજી થયા ને બોલ્યા કે જ્યારે સત્સંગીને આપત્કાળ આવે ને ખરે ટાણે પક્ષ રાખે એજ ખરા સતસંગી કહેવાય, એ કણબી હરિભકતો જ્યારે આવે ત્યારે અમને ઓળખાણ કરાવજો.

વરહ વિત્યે ધારીથી હરિભક્તોના સંઘમા એ કણબી હરિભક્ત ગઢપુર આવ્યા ને દરબારગઢમા શ્રીહરિ ના દર્શન કરવા ગયા ત્યારે સંતોએ એની ઓળખાણ શ્રીહરિ ને કરાવી તો શ્રીહરિ ઢોલીયેથી ઉભા થઇ ગયાને કણબી હરિભક્ત ને ભેટી પડ્યા અને પોતાના કંઠમાં પહેરેલો પૃસાદીનો હાર કાઢીને એમને પેરાવયો ને વાંહો થપથપાવીને એમના ઉપર ઘણા ઘણા પૃસન્ન થયા. શ્રીહરિ સર્વે સંતો ભક્તો પૃતયે તાળી વજાડીને બોલ્યા કે તમે મને જેલ માથી છોડાવ્યો છે કારણ કે અમારા સત્સંગી ને છોડાવ્યા છે. તમે પાકકા સત્સંગી છો.

સત્સંગ નો પક્ષ રાખયે અંતકાળે કણબી હરિભકતને શ્રીહરિ અક્ષરધામમા તેડી ગયા.

  • શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી…

🙇🏻‍♂️🙏