સંવત ૧૮૯૩ માં શ્રીહરિનવમીના સમૈયા ઉપર સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી પોતાના મંડળ સાથે જુનાગઢથી વડતાલ પધાર્યા.
Gujarati
વડતાલના જ્ઞાનબાગના બે આંબા અને શ્રીજી મહારાજ
સંવત ૧૮૯૩ માં શ્રીહરિનવમીના સમૈયા ઉપર સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી પોતાના મંડળ સાથે જુનાગઢથી વડતાલ પધાર્યા. સમૈયામાં કથાવાર્તામા શ્રીહરિના સ્વરુપની અદભૂત વાતો કરી અને સૌને ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું. દશમને દિવસે સ્વામી જ્ઞાનબાગમાં બે આંબાએ હિંડોળો કરીને શ્રીહરિ ઝૂલતા એ આંબાના વૃક્ષ હેઠે પધાર્યા. બંને આંબાના થડને નમન કરીને સ્વામીએ પ્રદક્ષિણાઓ કરી. સૌને બોલાવ્યા ને આંબાના વૃક્ષની નીચે જ સભા કરીને બોલ્યા કે આ બેઉ આંબા તો સાક્ષાત શ્રીહરિના સંબધને પામેલા છે એટલે મહાપૃસાદીભૂત છે. બંને આંબાઓ શ્રીજીમહારાજના સંબંધે દિવ્ય ગતિ પામીને અક્ષરધામના અધિકારી બન્યા છે.
ત્યારે કોઇ હરિભક્તે પુછયુ કે ‘સ્વામી આ બંને આંબાઓએ એવા તો કયા સતકર્મ કર્યા હશે કે એમને સાક્ષાત પુરુષોતમ નારાયણ નો સંબધ થયો હશે? ત્યારે આ સાંભળી સ્વામી મંદ મંદ હસ્યા અને બોલ્યા કે આ બંને આંબાઓ પુર્વે તેલંગ દેશમાં રાજાઓ હતા ને બને ભાઇઓ હતા. બંને ધર્મિષ્ઠ અને સંસ્કારી હતા. તેઓએ પોતાના આત્માના મોક્ષ સારુ રાજનું તમામ કામકાજ છોડીને સંન્યાસીઓ હારે બાર વરહ સુધી કેવળ ફળાહાર કરીને તિર્થાટન કર્યું. આ બંને ને મોક્ષ માટે આવું તપ કરતા જોઇને સંન્યાસીઓ ઘણા રાજી થયા ને વર માંગવાનુ કહ્યું.
એ સમે બને ભાઇઓ એ સંન્યાસી ઓને નમૃતાપુર્વક હાથ જોડીને કહ્યું કે ‘હે મહાત્માઓ, તમે જો પૃસન્ન થયા હોવ તો અમને પૃગટ ભગવાન મળે એવા આશીર્વાદ આપો. કારણ કે પૃગટ ભગવાન વગર મોક્ષ થતો નથી એવુ અમે તમારી સાથે રહીને જાણ્યું છે.’ તેમનો ભકિતભાવ અને તપ જોઇને એમાના એક વૃદ્ધ સંન્યાસીએ કહ્યું કે ‘આ જન્મ માં તો તમારે હજુ તપ જ કરવા નુ છે, પરંતુ આવતા જન્મે તમો બને આંબાના વૃક્ષો થશો ને પુર્ણ પુરુષોતમ નારાયણ તમારી ડાળીએ હિંડોળો બાંધીને ઝૂલશે. એ સમયે ભગવાનના સંબંધથી તમારો છેલ્લો જન્મ થશે અને તમારો મોક્ષ થશે.’ એ વૃદ્ધ સંન્યાસી ના આશિર્વાદથી બંને ભાઇઓ રાજી થયા ને તિર્થાટન કરીને પોતાને ઘેર પધાર્યા.
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીની વાત સાંભળીને એક હરિભક્તે કહ્યું કે તો તો જેમ શ્રીકૃષ્ણભગવાને યમલાર્જુન નો મોક્ષ કર્યો એમ શ્રીજી મહારાજના સંબધ થી આ બંને વૃક્ષમાં રહેલા જીવાત્મા નો મોક્ષ થયો.
ત્યારે સ્વામી હસ્યા અને કહે કે યમલાર્જુન તો કૂબેરના દિકરા નળકૂબેર અને મણિગૃીવ હતા. તેઓ તો ભોગી હતા જે સારુ એમણે વિષયભોગની લાલસામાં નારદજી જેવા પરમભાગવત સંતની પણ મર્યાદા નહોતી રાખી એટલે નારદજીએ એમને શ્રાપ આપ્યો પણ પાછળથી એમને કરુણા ઉપજતા વર દીધો હતો કે ‘તમો બંને ગોકુળમાં વૃક્ષો થશો ને શ્રીકૃષ્ણભગવાનના સંબધ થી તમારો મોક્ષ થશે.’ જ્યારે આ બંને ભાઇ તો રાજા હોવા છતા તપસ્વી હતા અને પોતાના મોક્ષ સારુ જ ભકિતમય જીવન જીવતા હતા, એ જાણીને સંતકૃપા ને શ્રીજીમહારાજના સંબંધે એમનુ આત્યંતિક કલ્યાણ થયું.
એ સમયે સૌ હરિભક્તોને ત્યારે સભામા સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીની એ વાત સાંભળીને બંને આંબાના વૃક્ષો નો મહીમાં અને મોક્ષ અને આત્યંતિક કલ્યાણ નો અર્થ સમજાયો.
- સ્વામીની વાતો માંથી…
🙇🏻♂️🙏