સંવત ૧૮૯૩ મા સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા મંડળ સાથે સોરઠમાં આખા ગામે પધાર્યા.

Gujarati

આખાના સવજી મહેતા અને ગુણાતિતાનંદ સ્વામી

સંવત ૧૮૯૩ મા સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા મંડળ સાથે સોરઠમાં આખા ગામે પધાર્યા. મંદિરે ઉતારો કર્યો ને કથાવાર્તાની હેલી જગાવી. એકદિવસ ગામમાં કોઇ હરિભક્ત ની ઘરે સ્વામી પધરામણી કરવા જતા હતા, ત્યારે ગામમાં બજારમાં હાટે બેઠેલા ઉનેવાળ બૃાહ્મણ સવજી મહેતા ઉપર દ્રષ્ટિ પડી. સ્વામીને જોઇને સવજી મહેતા ઉભા થઇને નમસ્કાર કરવા આવ્યા. સ્વામીએ ખબર અંતર પુછયા ને કહ્યું કે સવજીભાઇ મંદિરે સત્સંગ કથાવાર્તા સાંભળવા આવજો. એમ કહીને સ્વામી પધરામણી કરવા ગયા. રાત્રે મંદિરે સભા થઇ તે કથાવાર્તામાં સવજી મહેતા મંદિરે આવ્યા. સ્વામીને માથું નમાવીને પગે લાગવા વાંકા વળવા ગયા તયાં પાઘડીમાં દબાવેલ સુંઘવાની તમાકુંની ડાબલી નીચે પડી. સ્વામીએ ઉભા થઇને તમાકુંની ડાબલી સવજી મહેતાને હાથમા પાછી આપી. સવજી મહેતા ગુણાતિતાનંદ સ્વામી જેવા મોટા સંત આગળ પોતાના વ્યસન ની ફજેત થતા ડઘાઇ ગયા. પોતાને મનમાં ઘણો જ ક્ષોભ થયો ને પોતાના વ્યસનની કૂટેવ ઉપર જાતે જ ધૃણા થઇ આવી. પોતે ટાંકણે લખણ જળકાવનારી તમાકુની ડાબલીનો જ ઘા કરી દીધો. મનોમન દ્રઢ નિશ્ચય કરીને એજ ક્ષણે વ્યસન મેલી દીધુ ને સ્વામીની આગળ વાતું સાંભળવા બેઠા. સ્વામીએ કથાવારતામા શ્રીહરિના પૃૌઢપૃતાપને અને સ્વામિનારાયણ મહામંત્ર ના મહીમાની ઘણી ઘણી વાતો કરી. સ્વામીની વાતો સાંભળી રહ્યા પછે સવજી મહેતા બોલ્યા કે સ્વામી, શ્રીજીમહારાજ આજ અમારા ગામની બજારે નીસરતા ત્યારે અમે હાટે બેઠા બેઠા માથે ફાળીયા ઓઢી લેતા હતા અને એમના સામુ ન જોતા, પણ આજ સમજાય છે કે એ સ્વરુપના દર્શન થાય એવા અમારા લક્ષણ ત્યારે ન હતા. આજ તો આપે બહુ કૃપાદ્રષ્ટિ કરી ત્યારે આહી અવાયુ. હવે તો મને બસ તમે વર્તમાન ધરાવો ને સત્સંગી કરો, જેથી પૃગટ ભગવાનનો આશરો કરીને ભવસાગર તરી જઇએ.! સવજી મહેતા ની મુમુક્ષુતા જોઇને સ્વામીએ એમને વર્તમાન ધરાવી કંઠી બાંધીને સત્સંગી કર્યા.

  • સ્વામીની વાતોમાંથી….

🙇🏻‍♂️🙏