શ્રીહરિના આદેશથી સદગુરુ અદભૂતાનંદ સ્વામી સત્સંગ વિચરણ મા ફરતા ફરતા નર્મદાનો કાંઠો ઉતરીને નાંદોદ તાલુકાના ભદામ ગામે પધાર્યા.
Gujarati
ભદામના ગણેશજી અને અદભૂતાનંદ સ્વામીનો અપરાધ
શ્રીહરિના આદેશથી સદગુરુ અદભૂતાનંદ સ્વામી સત્સંગ વિચરણ મા ફરતા ફરતા નર્મદાનો કાંઠો ઉતરીને નાંદોદ તાલુકાના ભદામ ગામે પધાર્યા. ગામમાં પાટીદાર ના દિકરા દલાભાઇને સત્સંગ કરાવયો. એ દિવસે એકાદશી હતી તો ઉપવાસ કર્યો ને બીજે દિવસે બારસના પારણા સારુ પાટીદાર દલાભાઇએ કૂંભારની ત્યાથી એક નવી માટલીને એક શેર ખીચડી લાવી દીધી. અદભૂતાનંદ સ્વામી નદીના પટમાં મંગાળો કરીને માટલીમાં ખીચડી પકવતા હતા.
એ જ સમયે નાંદોદના રાજાનો દિવાન પાટીદાર ગણેશજી પોતાના ઘરની મેડીના ગોખમાં બેઠો બેઠો સ્વામીને ખીચડી પકવતા જોતો હતો. એમના ગામનો નારાયણગીરી બાવો જે સત્સંગનો દ્વેષી હતો એ તયા એમની પાસે આવીને બોલ્યો કે આપડા ગામમાં સ્વામિનારાયણનુ ટીખળ પેઠું છે. ત્યારે ગણેશજી બોલ્યો કે એ વળી કયા પેઠુ છે? ત્યારે બાવો દ્વેષથી બોલ્યો કે પેલો સ્વામિનારાયણ નો મૂંડિયો હાલ નદીના પટમાં ખીચડી પકાવે છે એ…! આ જોઇને દ્વેષથી દિવાને સીપાઇને મોકલીને કહ્યું કે જા પેલા સ્વામિનારાયણના મૂંડિયાને નદીના પટમાંથી હાંકી કાઢ્ય..!
સીપાઇ તો તુરંત સ્વામી પાસે આવ્યો ને બોલ્યો કે અમારા દિવાન ગણેશજીનો આદેશ છે કે તમે આહીથી ચાલ્યા જાઓ..! ત્યારે અદભૂતાનંદ સ્વામી બોલ્યા કે હમણાં ખીચડી પાકી જાય એટલે જમીને ચાલ્યો જાઇશ ને તમારા ગામમાં નહી પેસું..! આ સાંભળીને સીપાઇ પાછો ગયો ને દિવાને બોલ્યો કે એ સાધુ હમણાં ખીચડી જમીને વયા જાશે. ત્યારે દ્વેષી ગણેશજી બોલ્યો કે તુ જા અને એને અત્યારે ને અત્યારે ત્યાથી હાંકી કાઢ્ય..! સીપાઇએ તુરંત પરત સ્વામી પાહે આવીને સ્વામીને ચાલ્યા જવાનું કહ્યું ત્યારે ક્ષમામુર્તિ એવા અદભૂતાનંદ સ્વામી બોલ્યા કે ભલે તઇ..! આ ખીચડી પાકી જાય ત્યારે આ હાંલ્લી તુ લઇ જાજે ને જમજે..! એમ કહીને વગર જમ્યે જ ત્યાથી ચાલી નીકળ્યા.
સ્વામી ત્યાથી એકાદ ગાઉ આઘેરા બાજુ ના ગામ ચિત્રાવાડીએ આવ્યા ને બીજા પાટીદાર ભીખાભાઇ હતા એમના ઘરે ભીક્ષા કરી, ભીખાભાઇએ ભીક્ષામાં બાજરાનો લોટ આપ્યો એની બાંટીઓ બનાવીને સ્વામી તયા જમ્યા ને એકાદશીનું પારણું કર્યું.
ચિત્રાવાડી ગામે અદભૂતાનંદ સ્વામીને જમાડ્યા એ પુણ્ય પૃતાપે શ્રીહરિએ ભીખાભાઇને સાત દિકરા ઓ દીધા.
ભદામના ગણેશજીએ પવિત્ર સાધુનો અપરાધ કરવા બદલ શ્રીહરિએ સહન કરી શક્યા નહી. ગણેશજીએ એજ રાતે બીજા પાટીદાર ના દિકરા હરિભાઇને માર મરાવયો ને લોહીલુહાણ કરાવયો જે ગુના બદલ તેરસને દિવસ એને નાંદોદના રાજા પાસે ન્યાય સારુ લઇ ગયા. રાજાએ તપાસ કરાવતા દિવાન ગણેશજી ગુનેગાર ઠર્યો ને દિવાનપદુ ગયું ને જેલમાં પુરાયો ને આખરે તયા ને ત્યાં કોટડી માં જ મરી ગયો. એના પરિવાર ના વીસ-પચીસ જણ હતા એ પણ બધા કમોતે મૂવા.
અદભૂતાનંદ સ્વામી વિચરણ કરીને ગઢપુર પધાર્યા ત્યારે શ્રીહરિ ને વાત કરી જે હે મહારાજ..! મારા અંતરમાંતો એનું બગડે એવો સંકલ્પેય નહોતો, પણ તમે અપરાધ ખમી શક્યા નહી ને સાધુના અપરાધનું ફળ તમે બતાવ્યું ને ચિત્રાવાડી ના પાટીદારનું સારુ થયું એ સેવાનું ફળ પણ તમે જ બતાવતા હતા.
- સદગુરુ શ્રી અદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી…. 🙇🏻♂️🙏