એકવખત શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરતા થતા રીસાઇ ને એકલા ગઢપુરથી ચાલી નીકળ્યા ને જેતલપુર આવીને ગંગામાં ના ઘરે આવી ને રોકાયા.
Gujarati
જેતલપુરના ગંગામા અને બ્રહ્માનંદ સ્વામીનું આર્તનાદ પદ
એકવખત શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરતા થતા રીસાઇ ને એકલા ગઢપુરથી ચાલી નીકળ્યા ને જેતલપુર આવીને ગંગામાં ના ઘરે આવી ને રોકાયા. ગંગામાં ને તો શ્રીહરિના એકાએક દર્શન થતા હરખ માતો નથી. શ્રીજીમહારાજ કહે કે ગંગામાં અમારા તમારા ઘરમા સંતાઇને રોકાવુ છે, અમે આહી આવ્યા છીએ એની કોઇનેય જાણ કરશો નહી. ગંગામાં કહે ભલે તમે રોકાઓ, તમે જેમ કહ્યું એમ જ થાશે, કોઇનેય ખબર નહી પડવા દઉ. પોતાના ધરે પરબૃહ્મ પુરુષોતમ નારાયણ પધાર્યા પછી તો પુછવુ જ શુ..! પોતાની બધીજ કૃીયામાં જાણે પૃાણ પુરાયા હોય એમ દરેક કાર્યો મા ઉત્સાહ ને અનેરો ભકિતભાવ પુરાયો. પોતે અવનવી રસોઇઓ કરીને થાળ કરીને જમાડે..! પોતાના ગામના સૌ સ્ત્રીભકતો લાગે કે આજકાલ આપણા ગંગામાં કાંઇક અનેરા ઉત્સાહમાં છે એમ વિચારીને પુછે પણ શ્રીહરિના વદાડે બંધાયેલા ગંગામાં ગામની બાઇઓને કશુંય અણસાર આવવા દેતા નથી. ગામજનો પણ એ ભલા ને એમનુ કામ ભલું એમ વિચારીને બહુ દખલગીરી કરતા નહી.
આ બાજુ ગઢપુરમાંમાંથી શ્રીહરિ ચાલ્યા જતા સહુ નિષ્પૃાણવૃત થઇ ગયા. લાડુબાં-જીવુબા ને દાદાખાચર વગેરે તો અન્ન જમતા નથી, સૌ કોઇને શ્રીહરિને ગોતીને પાછા લાવી આવવા આજીજી કરવા લાગ્યા. સદગુરુ બૃહ્માનંદ સ્વામી અને સુરાખાચરને શ્રીહરિએ બહુ વિરહ થયો. સખાભાવે વર્તતા આ બેઉ મુક્તો શ્રીહરિને શોધવા નીકળી પડ્યા. ઉગામેડી, સારંગપુર, કૂંડળ, બોટાદ વગેરે ગામડાઓમાં શોધતા શોધતા બૃહમમુનિ અને સુરાબાપુ બેઉ જેતલપુર પહોંચ્યા. બૃહ્મમુનિ સુરાખાચર ને કહેકે મને લાગે છે ગંગામાં ને ઘેર જ શ્રીહરિ રોકાયા છે. એમના હાથની રસોઇઓ જમતા હોય એવા મને એંધાણ થાય છે; એમ બંને વાતો કરતા કરતા ગામની ભાગોળે આવ્યા ને નાના નાના છોકરાઓ રમતા હતા એને પુછયુ કે હમણાં ગંગામાં ની ઘેર કોઇ મહેમાન આવ્યું છે કે? ત્યારે છોકરાવ કહે કે ઇ તો બવ ખબર નથી પણ હમણાં ગંગામાં બવ ઉત્સાહ મા છે, બધા કામ પણ દોડી દોડીને ઉતાવળે કરતા જોયા છે. તેજીને ટકોર એમ ચતુર બ્રહ્માનંદ સ્વામી કળી ગયા કે શ્રીહરિ આહી જ છે. બેઉ ગંગામાં ને ઘેર આવ્યા એટલે બેઉને આવ્યા જાણીને શ્રીહરિ તો તુરંત ઘરમા કોઠીમાં સંતાઇ ગયા. ગંગામાંએ આદર સત્કાર કર્યો ને ઓસરીમા ખાટલો ઢાળીને બેઉને બેસારયા. બ્રહ્માનંદ સ્વામી કહે કે ગંગામાં..! શ્રીહરિ જેતલપુર આવ્યા છે તો ઇ તમારા ઘરમા તો નથી ને..? ત્યારે ગંગામાં કહે કે જો શ્રીહરિ મારા ઘરમાં હોય તો મને કહેવામાં શુ વાંધો છે, પૃભુ આયા નથી આવ્યા હો..! બૃહ્માનંદ સ્વામી એ વિચાર્યું કે આયા થોડા પાણીએ ચોખા ચડશે નહી ને શ્રીહરિ આમ તો કાય હાથ આવશે નહી ને દર્શન થશે નહી તો ગઢપુર સૌને વિરહ મટશે નહી. શ્રીહરિને રીઝવવા પોતે ઓસરીમાં ઉભા ઉભા હૃદયની ઉર્મિઓને ઠાલવતું આર્તનાદથી પદ રચ્યું. પોતાના ઘેરા રાગમાં ઠાવકી હલકથી મીઠા રાગે પદ ઉપાડ્યું કે..!
માતા જશોદા રે મેલો ઘર માહરે રે..! કહાનજીને મહીડું વલોવવા કાજ, ઘરના તે માણસ રે કોઇ ઘેર મારે નથી રે, एकલી હુ મંદિરીયા મા છુ આજ.., માતા જશોદા રે…. અમારે તમારે રે, ભેળી સારો આદનો રે.., અમને નાવે બીજાનો ઇતબાર.., તે સારુ તમારા રે લાલને મોકલો રે, વલોણામાં જાજી નથી કઇ વાર.., માતા જશોદા રે..! ઝાઝું મહી માખણ રે આપીશ હુ જમવા રે.., ભાવે તેવા ભોજન ને દૂધભાત.., બૃહ્માનંદના વહાલાની ફજેત ન કરજયો રે.., રાજી થઇને રહેશે તો રાખીશું રાત..! માતા જશોદા રે મેલો ઘર માંહરે રે..!
આમ આર્તનાદથી આંખમાં આંસુઓની ધારાઓ સાથે સ્વામી ઓસરીમા ઉભા ઉભા પદ હજુ ગાઇ રહ્યા તયા તો શ્રીહરિ કોઠીમાં અકળાય ઉઠ્યા ને તુરંત જ પોતાના સખાને પૃેમીભકત ને મળવા આતુર થયા થકા બહાર આવીને સ્વામીને ભેટી પડ્યા. એ સમે ઓસરીમાંજ ભગવાન, ભક્તને વહાલસોઈ માં નો ત્રીવેણી નો મિલનસંગમ તયા જ રચાઇ ગયો.
- જેતલપુરની લીલાઓ માંથી…
🙇🏻♂️🙏