ગામ મોટા ગોખરવાળા ના રણછોડભાઇ પટેલ એકાંતિક ભક્ત હતા. સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી સાથે તેઓ ખુબ હેત ધરાવતા.
Gujarati
ગોખરવાળાના રણછોડભાઇ અને બાલમુકુંદદાસ સ્વામી
ગામ મોટા ગોખરવાળા ના રણછોડભાઇ પટેલ એકાંતિક ભક્ત હતા. સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી સાથે તેઓ ખુબ હેત ધરાવતા, સંતોનુ મંડળ ખારાપાટમા જ્યારે જ્યારે પધારે એટલે તેઓ અચૂક સત્સંગ કરવા સંતોને પોતાને ગામ તેડી આવતા. પોતે અખંડ શ્રીહરિનુ ભજન કરતા. પોતાની ઉત્તરાવસ્થામાં તેઓ વિધુર થયા ને એમને વળી કોઇ પુત્ર પણ ન હતા. પોતાની નાની ખેતીવાડી વગેરેમાંથી ઘરનો વહેવાર ચાલતો. એ વખતે પોતે થોડા માંદા પડ્યા પણ સેવા કરનાર કોઇ હતું નહી. એકવખત સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી વિચરણ કરતા મોટા ગોખરવાળા પધાર્યા એટલે ભગતના સમાચાર જાણી ને એમના ખબર અંતર પુછયા ને કીધુ કે ભગત તમે એકલા જ છવ ને કોઇ સારસંભાળ રાખે એમ પણ નથી તો અમે વડતાલ જાઇએ છઇ તો અમારી સાથે જ ચાલો. રણછોડ ભગતે તો સંતો પાસે પોતાના દેહની સેવા ન કરાવવા સારુ વિવેકપુર્વક સાથે જવા ના પાડી પણ સ્વામીના આગૃહને વશ સાથે લીધા. સંતોના મંડળ સાથે રણછોડભાઇએ ગઢપુર-વડતાલ વગેરે ધામમાં દેવોના ભાવથી દર્શન કર્યા. વળતા તેઓ સંતો સાથે અમરેલી પાસેના મોટા આંકડીયા ગામે પધાર્યા. મંદિરે સ્વામી પાસે ભગતે રજા લેતા કહ્યું કે સ્વામી, તમે મારા દેહની બવ સંભાળ સંતો પાહે રખાવીને મને વડતાલ ગઢપુર વગેરે ધામના દર્શન કરાવ્યા, પણ હવે મને રજા આપો તો હુ મારે ગામ ગોખરવાળા જાઉ. બાલમુકુંદદાસ સ્વામી હસ્યાને બોલ્યા કે ભગત, ઘરે જઇને શુ કરશો? જો જો ઘરે કાય કામ ન હોય ને કોઇ જગતની વાસના ન હોય તો વધારે દેહની પીડા ભોગવવી નો હોય તો ભગવાનમાં વૃત્તિ રાખીને ભજન કરો શ્રીહરિ તમોને બે દિવસ મા ધામમાં તેડી જાશે. રણછોડભાઇ સ્વામીને પૃણામ કરીને કહે કે ભલે સ્વામી, તમે મહારાજ ને પૃારથના કરીને મને ધામમાં મોકલી દ્યો. એના થી વળી બીજુ રુડું શુ..! સ્વામીના કહેવાથી રણછોડભાઇ ભજન કરવા લાગ્યા, બે દિવસ થયા એટલે મંદિરમાંજ એમને શ્રીહરિએ દર્શન દીધાને કીધુ કે ભગત ચાલો અમે તમને તેડવા આવ્યા છીએ. રણછોડભગત ને એ સમયે એમનો નાનોભાઇ ને પોતાની બેન યાદ આવ્યા તે શ્રીહરિ અદ્રશ્ય થય ગયા. સ્વામી પોતાના આસને બેઠા હતા ને ધ્યાન માથી જાગીને તુરંત જ રણછોડભાઇ પાહે આવ્યાને બોલ્યા કે ભગત..! મહારાજ તમને તેડવા આવ્યા હતા ને તમે ધામમાં એમના હારે કેમ ન ગયા? તમે શ્રીજીમહારાજને ધક્કો ખવરાવ્યો કે? રણછોડભગત કહેકે હા સ્વામી, શ્રીહરિ મને તેડવા આવ્યા પણ મને એજ ટાણે મારા સગા સાંભર્યાં એટલે મહારાજ મને મુકીને જતા રહ્યા. બાલમુકુંદદાસ સ્વામી કહે ભગત, જગતની ઉપાધી છોડો, તમારે જે છેલ્લી ઇચ્છા હોય એ કહો એટલે એ લખાણ કરી દઇએ, જગતની વાસના છોડીને ભગવાનને ભજો, જાઓ મહારાજ તમને ફરીને તેડવા આવશે. રણછોડભગતે પોતાની મરણમૂડી ને ઘરવખરી વગેરે એમના નાના ભાઇની દિકરીને આપવા ઇચ્છા કરી. પોતે સ્વામીના વચને ફરીને શ્રીહરિને સંભારીને ભજન કરવા બેસી ગયા. ત્રણ દિવસ ભજન કર્યું ને ચોથે દિવસે સવારે શ્રીહરિ ત્રણ છોગલાવાળી પાઘ ધારણ કરીને ભગતને ફરીને તેડવા આવ્યા. એ સમે સહુને ‘જય શ્રી સ્વામિનારાયણ’ કહીને રણછોડભગત શ્રીહરિ સાથે અક્ષરધામમા સીધાવ્યા.
આવા વચનસીદ્ધ મહાપુરુષ આપણા સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી હતા કે જેઓના વચને અનેક ભક્તો ને અગાઉથી આપેલ અવધીએ અનેક વખત શ્રીહરિ તેડવા પધારતા. સૌ હરિભક્તો હાલતા-ચાલતા, વાતો કરતા અક્ષરધામના અધિકારી બનતા.
- સોરઠી સંતોમાંથી…. 🙇🏻♂️🙏