ગઢપુરથી ગામ પીપળી આશરે પ૭ કીમીના અંતરે આવેલું છે. આ પીપળી ગામમાં લખમણભાઇ ઠક્કર નામે શ્રીહરિના વિશે હેતવાળા અનન્ય હરિભક્ત હતા.
Gujarati
પીપળીના મહાદેવ ગોર અને શ્રીજી મહારાજ
ગઢપુરથી ગામ પીપળી આશરે પ૭ કીમીના અંતરે આવેલું છે. આ પીપળી ગામમાં લખમણભાઇ ઠક્કર નામે શ્રીહરિના વિશે હેતવાળા અનન્ય હરિભક્ત હતા. શ્રીજીમહારાજ જૂનાગઢ ફુલદોલનો ઉત્સવ કરવા જતા હતા તે કોટડા-પીઠા થી દેવળીયા થઈને પીપળી ગામે સંઘમા નીસર્યા. સૌ ભક્તજનો સામૈયું કરીને આવ્યા ને હેતે કરીને શ્રીહરિને ગામમાં લખમણ ઠક્કરને ઘેર પધરાવ્યા.
ગયા દેવળીયે કરી દયા, ત્યાંથી પીપળી એ પ્રભુ ગયા…. તહાં લક્ષ્મણ ઠક્કર વાસ, ઉતર્યા તેના વાસની પાસ… !
શ્રીહરિએ સભામા સહુને કુશળ સમાચાર પુછ્યા ત્યારે ગામના લોકો હાથ જોડીને કહે કે હે પૃભુ હાલ ગામમાં એક વાઘ આવ્યો છે જે ગઇરાતે આવીને ગામમાંથી એક ગાયનું મારણ કરી ગયો છે. ત્યારે શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરતા કહે કે કહે કે તમો સહુ ગામજનો વારાફરતી આજ રાતે પેરો ભરજો ને આજ રાતે અમારુ ને સંઘનું તમે રક્ષણ કરજયો. એ સુણી સહુ હરિભકતો હાથ જોડીને તૈયારી બતાવી. એ સમયે એ સભામા ગામના મહાદેવ નામે વિપૃ બેઠા હતા, શ્રીહરિના વેણ સુણીને એના મનમા સંશય થયો કે લોકો આને ભગવાન કહેતા કેમ હશે ? એ એનું રક્ષણ કરવાનુ તો એના ભક્તો ને કહે છે, જો એ ભગવાન હોય તો ભક્તનુ રક્ષણ કરવા જોઇને…! હવે એના આશરે આ બધા ભવસાગર કેમ તરશે ? આમ મનમા શંકાઓ થઇ. તહાં વિપ્ર મહાદેવ નામ, ત્યારે બેઠો હતો તેહ ઠામ…. તેણે વેણ એવા સુણ્યા જ્યારે, મનમાં થયો સંશય ત્યારે… જેનું રક્ષણ જનથી કરાય , ત્યારે તે પ્રભુ શું કહેવાય ? એ શું મારું રક્ષણ કરશે , એના શરણથી શું ભવ તરશે ?
વળતા ગામમાં ફરીને પધારીશુ એવો કોલ દઇને શ્રીહરિતો બીજે દિવસ સૌ સાથે સંઘમા જુનાગઢ જવા સારુ ચાલી નીસર્યા. થોડા સમય પછી જૂનાગઢથી ઉત્સવ કરીને વળતા શ્રીજીમહારાજ પિપળી ગામે ફરીને વળતા પધારતા સૌ ભક્તો દર્શન કરવા આવ્યા, પણ ગામના વિદ્વાન મહાદેવ ગોર દર્શન કરવા માટે આવ્યા પણ સંકલ્પ કરીને છેટા રહ્યા. ગામને પાદર વડ હેઠે સભા કરવાનું નક્કી થયું, મહારાજને સભામાં બિરાજવા માટે બેઠક કરવાની ભક્તો વચ્ચે ખેંચતાણ થઇ ! ગામના શેઠિયા હિમા ઠક્કર, વાઘજી ગોર બંને જણે સારા સારા એકુકા નવા ઢોલિયા અને મશરૂનાં નવા ગાદલા અને નવા તકિયા લઈને ત્યાં વડ હેઠે બિછાવ્યા ! તે સમયે મહાદેવ ગોરે પોતાનો જૂનો ખાટલો અને જૂની તળાઈ બંને ઢોલિયાની બાજુમાં પાથરીને સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ જો ભગવાન હોય તો આ સારા સારા નવા ઢોલિયા મૂકીને મારા ખાટલે બેસશે ! શ્રીજીમહારાજ પિપળી પધાર્યા, ભક્તોએ વાજતે ગાજતે સામૈયું કર્યું, ધામધૂમ સાથે સભાસ્થળે પધાર્યા, ત્યાં બેઠક માટે ત્રણ ઢોલિયા જોયા, શ્રીજીમહારાજ નવા ઢોલિયાઓ પર બેસવા સારુ ભક્તોએ ઘણો આગ્રહ કરવા છતાં જુના ખાટલા ઉપર જ વિરાજમાન થયા ! ઢોલિયે બિરાજતા સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આંસુ નીતરતી આંખે મહાદેવ ગોર હાથ જોડીને પ્રણામ કરીને માફી માંગવા લાગ્યા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા ! આ જોઈને સૌ નવાઈ પામ્યા ! મહારાજને પૂછવા લાગ્યા કે આ ગોરબાપા શું કહે છે ? મહારાજે સૌ ભક્તોને ત્રણ ઢોલિયાનો ભેદ કહ્યો તેથી સૌ ગામલોકો ઘણા આશ્ચર્ય પામ્યા, મહાદેવ ગોર આ પ્રસંગથી દ્રઢ નિશ્ચય કરીને વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા ને પોતે ત્યાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનને શરણે થયા. પછી નાથ પધારિયા ત્યાંય, ત્રણ ઢોલિયા ઢાળેલા જયાંય…! જુના ઢોલિયા પર જગદીશ, રાજી થૈને બિરાજ્યા મુનીશ…!! મહાદેવે કહ્યું જોડી હાથ, તમે સત્ય પ્રભુ કૃપાનાથ…! પણ દુસ્તર છે તવ માયા, ભવ બ્રહ્મા જેવા ભરમાયા…!!
- હરિલીલામૃત કળશ ૭ વિશ્રામ ૧૪
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્ત ચિંતામણી પ્રકરણ ૧૧૫ ની કડી ૫૧માં આ પિપળીગામના ભક્તોને ચિંતવતા લખ્યું છે કે…
ભકત ઠક્કર લખમણ મોનો, પૃાગો ને વિરો ભક્ત પૃભુનો..! હરિજન અજુ મુળીબાઇ, વસે ગામ પીપળીમાંઇ..!!
- શ્રીભકતચિંતામણીના મુક્તો ના ચિંતનમાંથી..
🙇🏻♂️🙏