સદગુરુ બૃહ્માનંદ સ્વામી રહીને મૂળી મંદિરનુ બાંધકામ કરાવતા હતા તે વખતે મુળીમાં કોગળીયાનો (કોલેરા) ચેપી રોગ આવ્યો.
Gujarati
મૂળીમાં કોગળીયાનો રોગ અને બ્રહ્માનંદ સ્વામીની રક્ષા
સદગુરુ બૃહ્માનંદ સ્વામી રહીને મૂળી મંદિરનુ બાંધકામ કરાવતા હતા તે વખતે મુળીમાં કોગળીયાનો (કોલેરા) ચેપી રોગ આવ્યો, ત્યારે સૌ કડીઆઓ કહે કે, “સ્વામી! હવે અમારે ગામ જાશું. આંહી રહીએ તો કોગળીઆમાં મરી જઈએ.” એ સાંભળી સ્વામી કહે કે, “તમે મંદિર છોડી જાશો નહી, મંદિરમાં જ રહેજો. મંદિરમાં તમારા પાસે કોઇ રોગ નહિ આવે અને ગામમાંથી પણ ત્રણ દિવસમાં ચાલ્યું જશે. સૌને સ્વામીના આશીરવાદે વિશ્વાસ આવ્યો ને સૌ મંદિરમા જ રોકાયા. તે ત્રણ દિવસો પસાર થઇ જતાં સહુ નિર્ભય થયા.
એક દિવસ મંદિરમાં કામ કરતા મોના સલાટનો દિકરો “ફૂલો” માંદો પડ્યો; તે દેહ પડી જાય તેવો મંદવાડ વધી ગયો. તેથી સર્વે કામ બંધ કરી ને લુગડાં બદલાવી તેની પાસે જઈ એના ખાટલે બેઠા. તેટલામાં સ્વામી બહાર ગામડે ગયા હતા ત્યાંથી આવ્યા, અને કહે કે “આજ કામ કેમ બંધ રાખેલ છે ?” ત્યારે સ્વામી નિરમાનાનંદજી કહે કે, “સ્વામી ! મોના સલાટનો દીકરો ફુલો બવ માંદો છે અને દેહ પડી જાય તેમ થઈ ગયું છે. તેથી બધા સલાટો હમણાં જ ત્યાં ગયા છે.” એટલે સ્વામીએ મોના સલાટને બોલાવ્યા ને કહ્યું કે કે, “મોના, જો તારો દીકરો જીવતો રહે તો તારે શું નિમ રાખવું?”ત્યારે મોના સલાટ કહે કે “સ્વામી! તમો કહો તેમ કરૂં.” ત્યારે સ્વામી કહે કે, “તારે પાંચ દીકરા છે અને તે પાંચેય પગાર લાવે છે, ને હવે તારે ઘરના વહેવાર ની બવ ચિંતા નથી, તો તારે હવેથી ઠાકોરજીની ભક્તિ કરવી અને મંદિરની સેવા કરવી કબુલ છે ?” ત્યારે મોના સલાટ કહે કે, હા સ્વામી કબુલ છે. પછી સ્વામીની પ્રાર્થનાથી શ્રીજી મહારાજ ફુલોનો દેહ રાખી ગયા. ને ફુલો થોડે દીએ સ્વામીના આશીર્વાદ થી સાજો થયો. તેથી મોના સલાટ જીવ્યા ત્યાં સુધી મંદિરની સેવા કરીને ભક્તિ કરતા હતા.
- સદગુરુ બૃહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી…
🙇🏻♂️🙏