સૌરાષ્ટ્રમાં રાજકોટ જીલ્લામાં કોટડા (સાંગાણી) તાલુકામાં સાંઢવાયા કરીને નાનું એવું ગામ છે. આ ગામમાં એક મુમુક્ષુ દંપતિ રહેતા હતા.
Gujarati
સાંઢવાયાના મુમુક્ષુ દંપતિ અને શ્રીજી મહારાજ
સૌરાષ્ટ્રમાં રાજકોટ જીલ્લામાં કોટડા (સાંગાણી) તાલુકામાં સાંઢવાયા કરીને નાનું એવું ગામ છે. આ ગામમાં એક મુમુક્ષુ દંપતિ રહેતા હતા. બંને પુર્વજન્મના કોઇ યોગભ્રષ્ટ આત્મા હતા. દોઉ દંપતિ ગામમાં જે કોઇ સાધુ સંન્યાસી કે અભ્યાગત વગેરે આવે એમને સદાવ્રત મા પાકું સીધુ આપીને ભાવે કરીને જમાડતા અને ભેખમાં ભગવાન હોય એમ જાણીને સેવા કરતા. તેઓ એ કોઇ કથામા એમના ગુરુ પાસે સાંભળેલું કે સામુદ્રિક શાસ્ત્ર મુજબ ભગવાનને ચરણારવિંદમા સોળ ચિહ્નો હોય.
એકવખત શ્રીહરિ એમની સેવાના પુણ્યફળ જાણીને એમના ઘરે પધાર્યા. શ્રીહરિને દંપતીએ રસોઇ કરીને ભાવે કરીને જમાડ્યા. જમીને શ્રીહરિ ઉઠ્યા તે ઢોલીયો ઢાળી ગાદલું પાથરીને ઓસરી મા સુવાડ્યા. બેઉ દંપતિ શ્રીહરિના ચરણોમાં સોળ ચિહ્નો છે કે નહી એ જોવા સારુ ઓસરીમાં આમતેમ આંટા મારવા લાગ્યા. શ્રીહરિ પણ એમના મુમુક્ષુભાવને જાણીને ટૂંટીયુ વાળીને ચરણો દેખાય નહી એમ સુતા. આમ ઘણીય વાર સુધી એ બેઉ દંપતીએ શ્રીહરિના ઢોલિયાની આસપાસ આંટા માર્યા. શ્રીહરિ પણ એમના ભાવ ને અંતર્યામીપણે જાણતા થકા થકા મંદ મંદ હસતા હતા.
એમના મુમુક્ષુભાવને જાણી ને શ્રીહરિએ પોતાના ચરણો લાંબા કર્યા. શ્રીહરિના ચરણોમાં સોળ ચિહ્નનો જોઇને દોઉ દંપતીને નિશ્ચય થયો ને બોલ્યા કે અમે તમારા ચરણોમાં સોળ ચિહ્નોના દર્શન કરીને ધન્ય ધન્ય થય ગયા. બેઉએ હાથ જોડીને શ્રીહરિને પૃારથના કરી કે તમે તો પુર્ણ પુરુષોતમ નારાયણ છો, અમને તમારા શીષ્ય કરો.
ત્યારે શ્રીહરિ મરમાળું હસ્યા ને બોલ્યા કે અમે તો ભગવાન નથી. ત્યારે બેઉ બોલ્યા કે અમારા ગુરુએ કથામાં કીધેલું કે ભગવાનના ચરણો મા સોળ ચિહ્નો હોય. એથી અમને આજ ખરી ખાતરી થઇ છે. અમને હે પૃભુ, તમારા શરણે લયો.
આમ, ભક્તની અરજ સાંભળીને શ્રીહરિએ એમને પોતાના સ્વરુપની ઓળખાણ કરાવી, બેઉને સમાધિ કરાવીને અક્ષરધામના દર્શન કરાવ્યા. એમના ઘરે ત્રણ દિવસ રોકાયા ને સેવાનો દુર્લભ લાભ આપ્યો.
- સદગુરુ શ્રી અદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી…
🙇🏻♂️🙏