શ્રીહરિ એકવખત બોચાસણથી કાશીદાસ સાથે ચાલ્યા તે ખોડાભાઇના ગામ બૂધેજ આવ્યા ને ત્યાં સૌ હરિભક્તોએ શ્રીહરિ સન્મુખ સામૈયા આવ્યા.

Gujarati

સીંજીવાડાના જગરૂપ બારોટના બાઇ અને શ્રીજી મહારાજ

શ્રીહરિ એકવખત બોચાસણથી કાશીદાસ સાથે ચાલ્યા તે ખોડાભાઇના ગામ બૂધેજ આવ્યા ને ત્યાં સૌ હરિભક્તોએ શ્રીહરિ સન્મુખ સામૈયા આવ્યા. શ્રીહરિ ને આગૃહ કરીને રોક્યા તે વસંતપંચમીનો મોટો ઉત્સવ કર્યો. શ્રીહરિ થોડા દિવસ બૂધેજ રોકાઇને સૌ સાથે સંઘમાં ચાલ્યા તો ગામ ઉંટવાળે જોઇતા પગીના ઘરે દર્શન દેવા પધાર્યા. એમણે ભાવે કરીને રાત્ય રોક્યા ને થાળ કરીને જમાડ્યા. બીજે દિવસે શ્રીહરિ સૌ સાથે સંઘમા ચાલ્યા તો ગામ સીંજીવાડા સોહરવા ચાલ્યા જતા હતા. ગામમાં સૌને હરિભક્તોને ખબર પડી કે આપણા ભગવાન શ્રી સ્વામિનારાયણ સૌ સાથે ગામમાથી નીસર્યા છે, તો સૌ દોડતા આવ્યા ને દંડવત પૃણામ કરીને સૌ ધન્ય થયા. સૌએ શ્રીહરિને વિનંતી કરી કે હે મહારાજ..! આજ બહુ કરુણા કરીને પધાર્યા છોવ તે છાશું પીઇને જ જાઓ..! ત્યારે મહારાજ કહે કે આજ તો બહુ ઉતાવળ છે ફરીને ક્યારેક વાત..! હજુ ઘણોય પંથ કાપવો છે. આમ કહીને શ્રીહરિએ જવા બહુ ઉતાવળ કરી. સૌ હરિભક્તો એ ગામમાં જગરુપ બારોટના ઘરના બાઇ હતા એમને વાત કરી કે ‘શ્રીહરિ ગામમાં રોકાતા નથી, જો રોકાય તો આપણ ને સહુની સેવાનો લાભ મળે..! આ સાંભળી જગરુપ બારોટના ઘરના બાઇ તો ઉતાવળે પગે ગામની ભાગોળે આવ્યા ને શ્રીહરિની માણેકવરણી માણકીનુ ચોકડું જ પકડી લીધું ને રસ્તે થી ગામ તરફ પાછા વાળ્યા. ઘટ ઘટના અંતર્યામી જાણતા હોવા છતા બોલ્યા કે અરે તમે કોણ છોવ ? અમારે ઉપવાસ પડશે ? ત્યારે બાઇ બોલ્યા કે ભાળ્યા બવ ઉપવાસવાળા..! ચાલો છાના માના એમ અમારા ઘર મેલીને તે કાય ચાલી નીકળાતુ હશે..! એમ કરીને અતિ પૃેમે કરીને આગૃહે પોતાના ઘરે સૌને લઇ ગયા. સૌને અનુરૂપ ઉતારા કરાવ્યા ને શ્રીહરિને ઓસરીએ બેસાડ્યા. સૌ સારુ ખાંડના લાડુ, દુધપાક, માલપૂડા, ભજીયા, દાળ-શાક વગેરે રસોઇ કરાવી ને શ્રીહરિને થાળ તૈયાર કરીને બાજોઠે જમવા બેસાડ્યા. શ્રીહરિ ઘણીય વાર સુધી નિરાંતે જમ્યા એ સમયે આ બાઇએ ભાવે કરીને શ્રીહરિના દર્શન કર્યા. શ્રીહરિ ચળું કરીને જળપાન કરીને મુખવાસ લઇને ઢોલીયે બેઠા. તયારબાદ સૌ સંઘના સંતો-ભક્તો જમ્યા. જગરુપ બારોટના બાઇ ઉપર શ્રીહરિ અતિ રાજી થયાને વર માંગવા કહ્યું કે કાય ઇચ્છા છે તો કહો..! જે માંગો તે આપીશું ! ત્યારે બાઇ કહે કે હે મહારાજ..! એક બાળની ઇચ્છા છે, દિકરો દેજો. ત્યારે શ્રીહરિએ આશીર્વાદ દીધા કે જાઓ તમારા ઘરે સારો હરિભક્ત દીકરો થશે. એમ વર દઇને ચરણારવિંદ આપ્યા. શ્રીહરિ એકદિવસ સીંજીવાડા રોકાઇને બીજે દિવસે ત્યાથી જમીને ચાલ્યા. શ્રીહરિના આશીર્વાદ થી જગરુપ બારોટના ઘરે પૃભુદાસ બારોટ નામે એકાંતિક ભક્તનો જન્મ થયો.

  • સદગુરુ શ્રીઅદભૂતાનંદ સ્વામીની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏