એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના દર્શને પધાર્યા હતા. સ્વામીએ મંદિરમા દેવના દર્શન કરીને ઉતારા કર્યા.

Gujarati

ગઢપુરના પાર્ષદો અને ગોપાળાનંદ સ્વામીનો ઉપદેશ

એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના દર્શને પધાર્યા હતા. સ્વામીએ મંદિરમા દેવના દર્શન કરીને ઉતારા કર્યા. મુકતરાજ દાદાખાચર વગેરે સહુ સ્વામીના દર્શને આવ્યા એટલે સ્વામીએ દાદાખાચર કુશળ ખબરઅંતર પુછયા. દાદાખાચર કહે સ્વામી, તમે અમોને આજ દર્શન દેવા ગઢપુર પધાર્યા તે બહુ સારુ કર્યું. અમે સહુ તો સુખી છીએ. સ્વામીએ કથાવારતા કરી ને સહુ પર ઘણા રાજી થયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી દસેક દિવસ રોકાયા ને એકદિવસ સવારે સભા કરીને બેઠા હતા એમા બોલ્યા કે સંતો, આપણા મંદિરમા સેવામાં કેટલા પાર્ષદ સેવા મા છે? ત્યારે સદગુરુ પૃેમાનંદ સ્વામી બોલ્યા કે સ્વામી, કુલ ચાલીસેક પાર્ષદો તો છે હો..! એ સાંભળી ને સ્વામીએ કહ્યું કે બધાજ પાર્ષદોને અમારી પાહે બોલાવી લાવો. સદગુરુ પ્રેમાનંદ સ્વામી તુરંત જ ઉઠ્યા ને માણસ ને મોકલીને સર્વે પાર્ષદોને બોલાવી આવ્યા. ઝવેર ભક્ત, માંડણભકત, ગોવિંદ ભક્ત ને મોનજી ભક્ત વગેરે સહુ આવ્યા ને સ્વામીને પગે લાગીને સહુ નજીક બેઠા. સ્વામીએ સહુ પર કૃપાદ્રષ્ટિ કરીને પછી બોલ્યા કે તમે સહુ ભગવાનના ભક્ત છોવ , તો જેમ રાજાને ચાર પૃકારના ચાકર હોય એમ તમે ભગવાન ના કયા પૃકારના ચાકર છોવ ? ઝવેરભકત ને માંડણ ભક્ત વગેરે સહુ એકબીજા સામુ જોઇ રહ્યા પણ કશુંય બોલ્યા નહી ત્યારે થોડીવારે સ્વામી બોલ્યા કે એક તો રાજાના ઢોલીયા નો ચાકર હોય તે જો કોઇ રાજા પાહે ચોર-ચકાર આવે તો પોતે મરે પણ રાજાને મરવા દેય નહી, પરંતુ જો પોતાનો દિકરો કોઇ વાંક મા આવે તો એનો પક્ષ લેય પણ રાજાનો પક્ષ ન રાખે એમ એવા પાર્ષદોને તે રાજા ના ઢોલિયાના ચાકર કહીએ.. બીજો એ રાજાનો પટાવત હોય એ રાજાનું કામ કરતો હોય એ રાજાનું અવળું થવા દે નહી, કોઇ દુશ્મન ચડાઇ કરવા આવે તો એની હારે લડીને પણ રાજા નુ હિત જુએ પણ જો પોતાનો પગાર દેવા રાજા આનાકાની કરે તો રાજાનું ભૂંડું કરે..!ત્રીજો એ રાજાનો સીપાઇ કે રાજા એને જયા મુકે તયા જઇને કામ કરે, પણ જો રાજા એ એને વદાડ કર્યો હોય એ રકમ ન આપે તો રાજાને વગોવે..! ને ચોથો એ રાજા ના ઘરનો ગોલો હોય જે રાજાના સુખે સુખી ને રાજાના દુખે દુખી રહે ને જો રાજા ગોલાને ખાંહડા મારે તો એ પણ સહન કરી લેય ને વળી ખાંહડા ખંખેરીને પાછા રાજા પાહે જ સીધા મુકે. એમ હાથ જોડીને દિનભાવે બોલે જે અમે તો તમારા ગોલા છીએ તો તમને મુકીને હવે અમે કયા જઇએ..! એવા સમર્પણભાવ વાળા હોય એ રાજાના ગોલા કહેવાય. સ્વામી કહે હવે બોલો ભક્તો તમે કેવા ચાકર છોવ? ત્યારે ઝવેરભકત ને માંડણભકત વગેરે બોલ્યા કે અમે તો શ્રી રઘુવિરજીમહારાજના ગોલા છીએ, શ્રીહરિને રઘુવિરજીમહારાજની આજ્ઞા એજ અમારુ જીવન બને એવી કૃપા કરજયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી સર્વ પાર્ષદો નો સમર્પણભાવ જોઇને ઉપર ઘણા રાજી થયા.

  • મોનજીભગતની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏