તિર્થધામ દ્વારિકા નજીક કચ્છીગઢમાં શીવરામ મહેતા નામે શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. તેઓ ખજાનચી તરીકે રાજાની નોકરીએ હતા.

Gujarati

કચ્છીગઢના શીવરામ મહેતા અને શ્રીજી મહારાજની રક્ષા

તિર્થધામ દ્વારિકા નજીક કચ્છીગઢમાં શીવરામ મહેતા નામે શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. તેઓ ખજાનચી તરીકે રાજાની નોકરીએ હતા. એમના હાથ નીચે ઘણા ઉચા પગારે કામકરતા પગારદારો પણ હતા. પોતે સત્સંગી હોય શીક્ષાપત્રીની આજ્ઞાઓ શારધાર પાળતા ને વહીવટમાં જરાપણ લેભાગુ ઓને ચલાવી લેતા નહી એટલે પોતાના હાથ હેઠળના પગારદારોને ખૂંચતુ હતું.

એકવખત ખજાનામાં ભૂજથી રાજના તમામ પગારદારોને પગાર ચુકવવા સારુ કોરીઓથી ભરેલ કોથળીઓ આવી. આ કોરીની કોથળીઓ ભરેલ જોઇને કેટલાક પગારદારોનુ મન બગડ્યું ને ભેગા થઇને કાવતરું ઘડ્યું કે રાત્રે શીવરામ મહેતા સુતા હોય ત્યારે જ મારી નાખવા ને કોરીની કોથળીઓ ખજાનામાંથી લૂંટી લેવી.

સાંજ પડતા શીવરામ મહેતા તો રોજીંદાકૃમ પૃમાણે રોકડ જમા કરી તેજૂરીઓને તાળા મરાવીને ખજાનાની કૂંચીઓ રાજમાં જમા કરાવીને શ્રીહરીનુ ભજન કરતા થકા પોતાની પથારીએ ત્યાંજ સુતા હતા.

વચનામૃતમા કહ્યા પૃમાણે ભગવાન તો ભક્ત ના છે અભકતના નથી એ ન્યાયે ભક્તવત્સલ શ્રીહરિએ શીવરામ મહેતાને સોટીથી ઉંઘમાંથી જગાડયા ને દર્શન દીધા.

એકાએક જ શ્રીહરિના દર્શન થતા શીવરામ મહેતા તો ધબોધબ દંડવત કરવા મંડયા. શ્રીહરિ કહેકે તુ અત્યારે જ અમારી સાથે ચાલ એમ કરીને સાથે લીધા. શ્રીહરિની મુર્તી સાથે શીવરામ મહેતા રસ્તે અંધારુ હોવા છતાં મુરતીના તેજના અજવાળે ચાલતા થયા. શીવરામ તો શ્રીહરિના પૃતાપે સમુદ્રના પાણી ઉપર પણ એમનમ જ ચાલ્યા ને થોડીવાર થઇ તયા તો માંડવી બંદર દેખાવા લગભગ લાગ્યું. આ જોઇને શીવરામ મહેતા બોલ્યા કે મહારાજ, આ તો માંડવીના કાંઠાનો દિવો દેખાય છે કે શુ? ત્યારે શ્રીહરિ એમને કહે કે શીવરામ તમે આ માંડવી ગામમાં જાઓ, દ્વારિકા કચ્છીગઢમાં તમારા કેટલાક પગારદારોએ તમને સૂતા ઉંઘમાંજ મારી નાખવાનો મનસૂબો ઘડ્યો હતો એટલે અમે તમને ઉઠાડીને આયા લઇ આવ્યા છીએ. માટે હવે તમે માંડવી જાઓ.

આમ, શ્રીહરિએ પોતાના ભક્ત શીવરામ મહેતાની કચ્છીગઢમાં સુતા ઉઠાડીને રક્ષા કરી.

  • કચ્છલીલામાથી…

🙇🏻‍♂️🙏