મોટા પરમાનંદ સ્વામી પુર્વે કોઇ વૈરાગી હતા. જ્યારે વૈરાગી હતા ત્યારે એમને કાનમાં એવો રોગ થયેલો કે ઘરરરર ઘરરર એવો અવાજ આવ્યા કરતો.

Gujarati

મોટા પરમાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની ખીચડી

મોટા પરમાનંદ સ્વામી પુર્વે કોઇ વૈરાગી હતા. જ્યારે વૈરાગી હતા ત્યારે એમને કાનમાં એવો રોગ થયેલો કે ઘરરરર ઘરરર એવો અવાજ આવ્યા કરતો. ઘણા વૈદ-હકિમો પાસે દવા કરાવી પણ એ રોગ મટતો ન હતો. ઘણા ઘણા ઉપાયો કર્યા પણ રોગ મટે જ નહી ને રાતે નિરાંતે સુઇ પણ ન શકે. પોતે વૈરાગીઓની જમાતમાં ફરતા એ વખતે એક જગ્યાએ રામાયણની કથા સાંભળતા ત્યારે રામાયણ મહાત્મયની કથામા આવ્યું કે કાગભૂશંડી જેવા કોઇ સંતમહાત્મા વિરાજતા હોય એમના સાન્નિધ્યમાં રહીએ તો ગમે તેવો મહારોગ હોય તો પણ મટી જાય ને જડમૂળથી જ નાશ પામી જાય. એવા સંતને શોધવા વૈરાગીઓની જમાતમાં તીર્થાટનમાં ફરતા ફરતા તેઓ એકવખત જેતપુર પધાર્યા. એ વખતે જેતપુરમાં શ્રીહરિ સદાવૃત ચલાવતા હતા. તયા સદાવૃતમા વૈરાગીઓની જમાતની સાથે પોતે પણ ભીક્ષા લેવા આવ્યા. બપોરના સમયે જમાતની સાથે તયા જમ્યા અને ઝાડના છાંયડે આરામ કરવા બેઠા પણ પોતાને પરમ શાંતિ થઇ દઇને કાનનો દુખાવો બંધ થય જતા સુખપુર્વક નિંદર પણ આવી ગઇ. રોંઢે ઉઠ્યા તો સંતો કથાવારતા કરતા હતા એ તેમણે પણ સાંભળીને અંતર મા ટાઢું ટાઢું થઇ ગયું. પોતાને થયું કે આ સંતો કાકભુશંડી જેવા ખરા, એમ જાણીને પોતે તયા જ રોકાયા. શ્રીહરિના એશ્વર્ય ને મહાપૃતાપની વાતો સંતો પાહેથી સાંભળી ને પોતે સદાવૃતમા સેવા કરી. થોડે સમયે શ્રીહરિના દર્શન થયાને પરિપૂર્ણ નિશ્ચય થતા પોતે એમની પાસે જ સાધુ થયા. શ્રીહરિએ પરમાનંદ સ્વામી એવું નામ પાડ્યું.

એકવખત શ્રીહરિ ગઢપુરમાં બીરાજતા હતા. પરમાનંદ સ્વામી ગામડાઓ મા સત્સંગ વિચરણ કરીને શ્રીહરિના દર્શન કરવા દરબારગઢમા આવ્યા. સ્વામીને આખાય શરીરે ખસ થયેલી. શ્રીહરિ આ જોઇ ગયા તે પુછયુ કે સ્વામી, આ શુ થયું છે? ત્યારે સ્વામીએ કહ્યું કે હે પૃભુ, આ દેહ ને ખસ થઇ છે. શ્રીહરિ ઉભા થઇને રઘુવિરજીમહારાજના ઉતારે ગયા ને તયા એક શેર ઘીમાં એક શેર ખીચડી મા તેજાના વગેરે નખાવીને રંધાવીને સ્વામીને જમવા દીધી. સ્વામી તો શ્રીહરિના હાથે પૃસાદ મળ્યો જાણીને અતિમહિમાથી જમી ગયા. ગરમ ખીચડી સાંજે જમીને સુતા તે અર્ધી રાત્રી વિત્યે સ્વામીને તરસ લાગતા જળ ધરાવવા બૃહમચારી પાસે જળ માંગ્યુ. ત્યારે બૃહમચારી કહે કે સ્વામી, તેજાના વાળી ખીચડી ખાધા પછે પાણી ન પીવાય. સ્વામી તો પાછા તરસ્યા જ સુઇ રહ્યા. સવારે વેલા ચાર વાગ્યે શ્રીહરિ જાગ્યા ને અક્ષરઓરડીની ઓસરીએ દાતણ કરીને કોગળા કરવા બેઠા, ત્યારે સ્વામીએ પ્રસાદીનું જળ પીવા માંગ્યુ તો શ્રીહરિએ પુછયુ કે સ્વામી, કેમ આજે બહુ વહેલા તરસ લાગી? ત્યારે પરમાનંદ સ્વામી કહે કે હે મહારાજ..! રાતે તમે દિધેલ તેજાના વાળી પ્રસાદીની ખીચડી જમીને સુતો તે તરસ લાગી પણ બૃહમચારી કહે કે તેજાના વાળી ખીચડી ખાધા પછી પાણી ન પીવાય તે પછે તરસ્યો જ સુઇ રયો તો…! શ્રીહરિએ તુરતંજ પોતાની તાંહળીમાં જ જળ ભરીને પાયું ને બ્રહ્મચારીને ઠપકો દીધો કે આ સાધુ તરસ્યા જ મરી ગયા હોત તો…? બસ એ દિવસે પ્રસાદીની ખીચડી ને શ્રીહરિએ હાથે પૃસાદીનુ જળ ધરાવ્યું તે દિવસથી પરમાનંદ સ્વામી શરીરેથી ખસનો રોગ પણ જતો રહ્યો ને પોતે જીવ્યા તયા લગણ ફરીને ન થયો. ગઢડા પૃથમના ૬૫મા વચનામૃતમા શ્રીહરિએ મોટા મોટા પરમહંસોને આગળ બોલાવીને માહોમાહી પ્રશ્નોત્તર કરો એમ કહ્યું ત્યારે સ્વયંપૃકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પૃશ્ન પુછયો કે આકાશની ઉત્પત્તિને લય ક્યે પૃકારે છે? ત્યારે શ્રીહરિએ એમનો ઉત્તર પરિપૂર્ણ સમજાવ્યો હતો. એ વચનામૃતમાં સ્વામીએ પ્રશ્નોત્તર કરેલા છે. આ ઉપરાંત સારંગપુરના ૧૬માં વચનામૃતમા પરમાનંદ સ્વામી એ પૃશ્ન પુછેલા છે. આમ, મોટા પરમાનંદ સ્વામીનો વચનામૃતના ઘણા ઉલ્લેખ જોવા મળે છે.

  • સંતસુમન સૃજમાંથી…

🙇🏻‍♂️🙏