ગામ કારીયાણી પાસેના ઝમરાળા ગામે વિપૃ બંધુઓ જેઠાભાઇ દવે અને ગંગાધર દવે પુર્વના મુમુક્ષુઓ હતા. બંને ભાઇઓ શ્રીહરિ અને સંતો જ્યારે ત્યારે પધારે ત્યારે સેવા કરીને સહુને રાજી કરતા.
Gujarati
ઝમરાળાના ગંગાધર દવે અને ધર્મસ્વરૂપાનંદ બ્રહ્મચારી
ગામ કારીયાણી પાસેના ઝમરાળા ગામે વિપૃ બંધુઓ જેઠાભાઇ દવે અને ગંગાધર દવે પુર્વના મુમુક્ષુઓ હતા. બંને ભાઇઓ શ્રીહરિ અને સંતો જ્યારે ત્યારે પધારે ત્યારે સીધુ સામાન વગેરે લાવીને રસોઇ કરાવીને સહુને જમાડતા અને સેવા કરીને સહુને રાજી કરતા.
એકવખત શ્રીહરિ ઝમરાળા પધાર્યા તે બંને ભાઈઓએ રોક્યા, શ્રીહરિ કહે હવે અમે ગઢડે જાશુ તો ગંગાધર દવે કહે કે હે મહારાજ ! લયો હુ મારુ ગાડું જોડું ને તમે એમા બીરાજો તો હુ ગઢડે તમને મુકી જાઉં. શ્રીહરિ રાજી થયા એટલે પોતે શ્રીહરિને ગાડુ જોડીને ગઢપુર મુકવા ચાલ્યા. રસ્તા મા ચાલતા શ્રીહરિ ગાડે બેઠા થકા બોલ્યા કે ગંગાધર….! આ બળદ બહુ સારા છે હો..! એમ કહીને ગઢપુરના રસ્તે આવતા બળદને બહુ વખાણ્યા.
ગંગાધર દવે સંતોના યોગથી સંસાર પૃતયે વૈરાગ્યવંત ને સેવાભાવી હતા. ગઢપુર આવીને ગંગાધર દવે શ્રીહરિને દંડવત પૃણામ કરીને બોલયા કે હે મહારાજ..! આ બળદ તમે વખાણ્યા છે તો આજથી સેવામાં આ બળદ, આ ગાડુ ને આ ગાડુ આજથી તમને અર્પણ..! એમ કહીને પોતે બળદગાડા સાથે ગઢપુર મા પાર્ષદ તરીકે સેવામા રોકાઇ ગયા. એકવર્ષ સુધી એમ જ મંદિરની સેવા કરી.
સમયજતા એમનો વૈરાગયભાવ જોઇને શ્રીહરિએ એમના ઘરના સભ્યોની સંમતિ મેળવીને બૃહમચારી દીક્ષા આપીને ધર્મસ્વરુપાનંદ બૃહમચારી એવું નામ પાડ્યું.
શ્રીહરિ સ્વધામ સીધાવયા પછી ધર્મસ્વરુપાનંદજી મોટાભાગે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાથે રહેતા. એમનો તિવૃ વૈરાગયભાવ તથા સેવા જોઇને સ્વામી એમને ‘ઋષિ’ એવા હુલામણા નામે બોલાવતા હતા.
એકવખત ધર્મસ્વરુપાનંદજી સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી અને આચાર્યશ્રી રઘુવિરજી મહારાજ વગેરે સહુ મોટા સંઘ સાથે ગઢપુરથી વડતાલ સમૈયે જતા હતા. વાગડ ગામના પાદરે ઝાડના છાંયડે સહુએ ટીમણ કરવા ઉતારો કર્યો હતો. સહુ ટીમણ કરી રહ્યા તે એ સમયે ધર્મસ્વરુપાનંદ બૃહ્મચારીજીએ ‘જનુની જીવો રે ગોપીચંદની…’ એ વૈરાગ્ય ના પદો ગાવવાનુ શરુ કર્યું. બે પદ ગાઇ રહ્યા ત્યારે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીએ પુછયુ કે ઋષિ..! આ તોપુ કોઇની સામે માંડી છે કે આકાશમાં ભડાકા કરો છોવ? ત્યારે ગુણાતિતાનંદ સ્વામીના મર્મ ભર્યા વચનો સાંભળીને બહ્મચારી હસીને બોલ્યા કે આ શીવલાલ શેઠ સામા બેઠા છે તો સામા એમની યોગ્યતા જોઇને તોપુ માંડી છે. ગુણાતિતાનંદ સ્વામી પણ હસી પડ્યા અને બોલ્યા કે એ બાર લાખનો આસામી ને એના બાપનો એક નો એક વારસદાર છે ને તમે એમા સામું નિશાન માંડ્યું…! પછી બૃહ્મચારીજીએ કિરતન બોલવાનું બંધ રાખ્યું.
આમ, ધર્મસ્વરુપાનંદજી ની યોગ્ય વ્યકિતના ગુણની પરખ બહુ સારી જાણીને આચાર્ય શ્રી રઘુવિરજી મહારાજ વગેરે સહુ બહુ હસ્યા.
- બૃહ્મના ઉપાસક બૃહ્મચારીઓમાંથી….
🙇🏻♂️🙏