ઉત્તરગુજરાતમાં વડનગર નામે પૃાચિન પૃસીદ્ધ શહેર છે. શ્રીહરિ ઘણીય વખત અહી પધારીને ભકતોને સુખરુપ એવા લીલા ચરિત્રો કર્યા છે.
Gujarati
વડનગરના જેઠીબાઇ અને અક્ષય કોઠીનો પરચો
ઉત્તરગુજરાતમાં વડનગર નામે પૃાચિન પૃસીદ્ધ શહેર છે. શ્રીહરિ ઘણીય વખત અહી પધારીને ભકતોને સુખરુપ એવા લીલા ચરિત્રો કરયા છે. વિસનગરના હરિભકતોની જેમ વડનગરના ભક્તોએ પણ ઘણા દુખો સહન કરીને સત્સંગ અડીખમ જાળવી રાખ્યો હતો. આ વડનગર ગામમાં વિધવા જેઠીબાઇને એમના પુત્ર વનમાળીભાઇ નામે અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા. પોતે છૂટક મજુરી વગેરે કરીને પોતાના ઘરનો વ્યવહાર ચલાવતા હતા. જ્યારે જ્યારે સંતો વિચરણમા ગામમાં પધારે ત્યારે પોતાની સાધારણ સ્થીતી હોવા છતા પોતાના ઘરે થી દીકરા વનમાળીભાઇને સીધુ લઇને મોકલતા ને ભાવે કરીને સૌને જમાડતા. અંતર્યામી શ્રીહરિ એમનો દિનભાવે સેવા જોઇને ઘણા રાજી થતા.
સંવત ૧૮૬૯ ઓગણોતેરાના દૂકાળ પેલા શ્રીહરિએ પોતાના આશ્રીતો ને આગમચેતીથી સમાચાર મોકલાવી મોકલાવીને ઘરેણા વેચીને પણ અનાજ વગેરે લઇ લેવાની આજ્ઞા કરી હતી.
શ્રીહરિ પોતે પણ જાતે જઇને હરિભક્તોને ચેતવીને પુરી સાર સંભાળ લેતા. આ વખતે શ્રીહરિ વડનગર પધાર્યા. જેઠીબાઇ તો ઘણા રાજી થયાને શ્રીહરિને પોતાના ઘરે પધરાવ્યા. આજ એમને તો હૈયામાં હરખ સમાતો નથી. શ્રીહરિને ઓસરીમાં પટારામાંથી નવી ધડકીઓ કાઢીને ખાટલો પાથરીને તકીયે બીરાજમાન કર્યા ને જળપાન કરાવયુ. પોતે હોંશે હોંશે બાજરાનો રોટલો ને રીંગણાનુ શાક ને પોતાની ગાયનું દુધ - માખણ વગેરેનો થાળ ધરાવ્યો. શ્રીહરિ પણ પોતાના પૃેમીભકતનો થાળ રાજી થતા થકા જમ્યા.
જમીને ચળું કરીને બેસતા થકા શ્રીહરિએ જેઠીબાઇને પુછયુ કે તમારે વ્યવહારે કેમ છે? ત્યારે જેઠીબાઇ હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ..! આ કોઠીમાં અધમણ દાણા છે હવે તો દૂકાળ કેમ કરીને કાઢીશું એ ચિંતા છે. આ વનમાળી પણ નાનો છે તો મજુરીકામ દૂષ્કાળમાં મળવું પણ અઘરું છે.
આ સાંભળીને ભક્તવત્સલ શ્રીહરિ બોલ્યા કે જેઠીબાઇ, તમે ધર્મનિયમ પાળો છોને ભજન કરો છો, તે તમારા વ્યવહારની ચિંતા તો અમે રાખી છે. આ દૂષ્કાળનુ વરહ કપરું છે તો તમે આ કોઠીને ઉપરથી ઢાંકણું બંધ કરી દ્યો ને સાણેથી અનાજ જોઇએ એટલું કાઢજો. આવી રીતે જ આખુ વરહ અનાજ વાપરજો. આમાથી અનાજ કાઢીને તેમાથી તમારા જરુરિયાતની વસ્તુ જોઇએ એ પણ લેજો. આ રીતે તમે સુખરુપ દૂષ્કાળનુ વરહ પસાર કરજયો.
આમ શ્રીહરિ વર દઇને જેઠીબાઇના ઘરે રોકાઇને ચાલ્યા.
જેઠીબાઇ તો શ્રીહરિના વચને દુષ્કાળના વરહે રોજ ગામમાં સ્ત્રીઓ મા સત્સંગની બળભરી મહીમાની વાતો કરે ને ગામમાં જે કોઇ સાઘુ સંતો અભ્યાગતો આવે એમને રોટલા કરીને હેતે કરીને જમાડે. આંખોય ઓગણોતેરા નો કાળ આ કોઠીના સાણે થી બાજરો કાઢીને જ વ્યતિત કર્યો પણ શ્રીહરિના આશીર્વાદે અનાજ ખુટયુ જ નહી. ગામમાં પણ ઘણાને આશ્ચર્ય થયું ને શ્રીહરિએ એમના ભક્તની દૂષ્કાળમા રક્ષા કરી એમ જાણીને સત્સંગ સ્વીકાર્યો.
જેઠીબાઇ પણ શ્રીહરિનુ અખંડભજન કરતા ને વારે વારે સંઘમા અમદાવાદ, જેતલપુર વગેરે શ્રીહરિ પધારે ત્યારે દર્શને જતા. સમય જતા એમનો અંતકાળ આવ્યો ત્યારે પોતાના પુત્ર વનમાળીભાઇને ભલામણ કરતા કહ્યું કે સત્સંગ દ્રઢ કરીને પાળજો ને શ્રીહરિનુ ભજન કરજયો. મને શ્રીહરિ તેડવા આવ્યા છે ને હુ એમના સાથે અક્ષરધામમા જાઉં છુ એમ કહીને સહુને ‘જય સ્વામિનારાયણ’ કહીને દેહ મુકી ગયા.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રીભકતચિંતામણિમાં એમને ચિંતવ્યા છે કે… વડનગરે વસે બહુ જન, ભક્ત પૃભુના પરમ પાવન..! બેચરાદિક દ્વિજભકતભાઇ, હરિજન જેઠી દોલીબાઇ..!!
- શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…… 🙇🏻♂️🙏