સૌરાષ્ટ્રમા ગોંડલ તાલુકામાં બંધીયા ગામ આવેલું છે. ગામના ગામધણી વાધેલા દરબારશ્રી મુળુભા, તેમના પત્નિ આછુબાં, ભાઇ જેહાજી ને બહેન લક્ષ્મીબાં વગેરે આંખોય પરિવાર સદગુરુ રામાનંદ સ્વામીના પરમકૃપાપાત્ર હતા.
Gujarati
બંધીયાના લક્ષ્મીબા અને શ્રીજી મહારાજ
સૌરાષ્ટ્રમા ગોંડલ તાલુકામાં બંધીયા ગામ આવેલું છે. ગામના ગામધણી વાધેલા દરબારશ્રી મુળુભા, તેમના પત્નિ આછુબાં, ભાઇ જેહાજી ને બહેન લક્ષ્મીબાં વગેરે આંખોય પરિવાર સદગુરુ રામાનંદ સ્વામીના પરમકૃપાપાત્ર હતા. સ્વામીના વિશે એમને અનન્ય નિષ્ઠા હતી. ગુરુદેવ વખતોવખત એમના દરબારગઢમા પધારતા. સ્વામી જ્યારે જ્યારે પધારે ત્યારે આંખોય પરિવાર સ્વામીની સેવા કરીને રાજી કરતા. સદગુરુ મુકતાનંદ સ્વામી (મુકુંદદાસ) ને પણ સદગુરુ રામાનંદ સ્વામીએ સાધુ થવા આવ્યા ત્યારે આ ‘મુળુભા’ દરબારનું સાંતી હાંકજો એમ કહીને મોકલેલા. થોડે સમયે દરબારશ્રીએ મુકુંદદાસથી ખુબ પ્રભાવિત થઇને સદગુરુ રામાનંદ સ્વામીને વિનંતી કરેલી કે આ મુકુંદદાસ ને સાધુ કરજયો. આવા મહામુકત સમા પરિવારમાં બહેન લક્ષ્મીબાં ઉત્તમકોટીના મુમુક્ષુ, જીજ્ઞાસુ, સાધક ને સેવામુર્તી હતા. જ્યારે જ્યારે દરબારગઢમા સંતો, શ્રીહરિ પધારતા ત્યારે ખૂબ જ આદરભાવ થી રસોઇ સીધા વગેરે આપીને સહુને જમાડતા ને રહેવા ઓઢવા-પાથરવા પાગરણ વગેરેની વ્યવસ્થાઓ કરતા. લક્ષ્મીબાં એ સદગુરુ રામાનંદ સ્વામી ને શ્રીહરિ ના મુખે કથાવારતા સાંભળીને પોતાના સંશયો નુ સમાધાન કરતા. આમ કરતા કરતા એમને સંસાર પૃતયે વૈરાગ્ય થયો. એકદિવસ પોતે પોતાના ભાઇ દરબારશ્રી મુળુભાઇ વગેરેને બોલ્યા કે મારે હવે આ દૂષકર સંસારમા પડવું નથી. આજીવન તપસ્વી જીવન જીવીને પૃભુ ભજવા છે. દરબારશ્રી કહે કે બહેન, તમારો વિચાર ઉત્તમ છે પણ કોઇ મહત્વનું કાર્ય કરતા પહેલા આપણા પરિવારમાં પહેલા પણ આપણે સદગુરુ રામાનંદ સ્વામીને પુછીને જ કરતા, એમ હવે આપણે તમારો વિચાર શ્રીજીમહારાજ ને પુછીશુ, તેઓ જેમ કહેશે એમ કરીએ એમા આપણું પણ ભલું રહેશે. લક્ષ્મીબાં ઘણા રાજી થયા. એકદિવસ જેમની વાટ જોતા હતા એ દિવસ આવી ચુકયો. શ્રીહરિ ગામ બંધીયા પધાર્યા ને દરબારગઢમાં ઉતારો કરીને રોકાયા. મુળુભાઇએ શ્રીહરિને બહેન લગન કરવાની ના પાડે છે ને તમે જેમ આજ્ઞા કરશો એમ કરીશ એમ વાતે રાજી થયા છે તો આપ એમને સમજાવો. શ્રીહરિએ લક્ષ્મીબાં ને ઓસરીમાં બોલાવ્યા ને કહ્યું બાં, તમે તો બહુ સમજુ છોવ, વળી ગુરુદેવના કૃપાપાત્ર છોવ તો વધુ કહેવાની કાય જરુર નથી પણ તમે સંસારમા રહીને ભગવદભકિત કરો તો વધારે સારુ. શ્રીહરિના વિશે અતિશે વચન વિશ્વાસવાળા લક્ષ્મીબાએ કહ્યું કે પૃભુ આપની આજ્ઞાએ હુ સંસાર મા રહીને આપનું ભજન કરીશ. થોડેસમયે લક્ષ્મીબાં ના લગન રાજકોટના રાજકુમાર સાથે થયાને પોતે સાસરે આવ્યા. તયા પણ સ્ત્રીઓમાં પોતે પૃભુભજન ને કથાવારતાની હેલી લગાવી. સંસારમા રહેવા છતા ત્યાગ ને તપોમય જીવન જીવતા થકા શ્રીહરિનુ અખંડ ભજન કરતા હતા. શ્રીહરિકૃપાએ તેઓ યોગસમાધિ ને પામ્યા હતા. એકવખત શ્રીહરિ ને કચ્છમાં નાનાભાઇ વિપૃએ પીપળીયા વાળા ગણેશભાઇ ને માનબાઇના સમાચાર દીધા એટલે એમને તત્કાળ દર્શન દેવા પીપળીયા ગામે આવ્યા, ત્યાથી શ્રીહરિ સીધા જ રાજકોટ લક્ષ્મીબાંને ઘરે પધાર્યા, લક્ષ્મીબાંએ શ્રીહરીની પુજા કરીને મોતીડે વધાવ્યા. શ્રીહરિને રોક્યા ને ભાવે કરીને થાળ કરીને જમાડ્યા. શ્રીહરિ વળતે દિવસ ત્યાથી સરધાર પધાર્યા. એમની શ્રીહરિના વચનને જ પોતાનું જીવન માનીને રાજીપો રળવાના ગુણ માધવદાસ સ્વામીએ સ્વરચિત હરિકૃષ્ણચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે… રાજકોટમા લખુબા છે એહ, મુળજી બંધીયાવાળાની બેન જેહ..! તેહ કર્મયોગીના વર્તમાન, પાળે છે રાજી કરવા જીવન..!
- સત્સંગીજીવન પૃકરણ-૨ અધ્યાય ૨૦માંથી…
🙇🏻♂️🙏