સત્સંગમાં વિચરણ કરતા કરતા શ્રીહરિ સંતો-ભક્તો સાથે એકવખત જામકંડોરણા પધાર્યા. બાજુના ગામ ભાયાવદર ગામના હરિભક્તો શ્રીહરિના દર્શને આવ્યા.
Gujarati
ભાયાવદરના નાનાભાઇ વિપ્ર અને સત્સંગ નિષ્ઠા
સત્સંગમાં વિચરણ કરતા કરતા શ્રીહરિ સંતો-ભક્તો સાથે એકવખત જામકંડોરણા પધાર્યા. બાજુના ગામ ભાયાવદર ગામના હરિભક્તો શ્રીહરિના દર્શને આવ્યા. શ્રીહરિને ભાયાવદર પધારવાની આજીજી કરી એટલે શ્રીહરિએ બે-ચાર દિવસ પછી પધારવાની હા કહી. ગામમાં નાનાભાઇ વિપૃ અને એના માતુશ્રી લીલાબેન નામે સત્સંગી હતા. લીલાબેને એમને સત્સંગના સંસ્કારો સીંચીને ભણાવી ગણાવીને મોટા કરેલા. નાનાભાઇ વિપૃ એ વખતે ભાયાવદર અને ઉપલેટા એ બે ગામના પસાયતા તરીકે નોકરી કરતા હતા. પોતે કોઇની શેહશરમ રાખ્યા વગર શુરવિરતાથી તેઓ ન્યાય કરતા. નાનાભાઇ ચુસ્ત સત્સંગી હતા એટલે પાંચ વર્તમાનને અણિશુદ્ધ પાળતા. શ્રીહરિને ભાયાવદરમાં પધારતા જાણીને ગામના દ્વેષી બૃહમણો ને ગોઠયું નહી. એમણે આવીને જૂણાભાઇ વગેરે આગળ બળાપો કાઢ્યો ને કહ્યું કે તમે તમારા ગુરુ સ્વામિનારાયણ ને ગામમાં તેડાવો નહી ને ગામમાં ઉતારો કરાવો નહી. જો કરશો તો અમારી સાથે તમારે વેર થશે ને અંતે તમારે જ સહન કરવું પડશે, માટે અમારુ માનીને સત્સંગ મેલી દ્યો. ગામના સત્સંગીઓ વિચારવા લાગ્યા કે હવે શુ કરવું ? ગામના સાથે વેર કરવું કે સત્સંગ મુકવો. એ વખતે નાનુભાઇના બાં લીલાબાઇ બોલ્યા કે આપડો સત્સંગ તો શીરના સાટે છે, તમે ચિંતા ન કરો, શ્રીજીમહારાજનો ઉતારો તો મારા ઘરે જ રાખીશું, મને કોઇનો ભય નથી. નાનાભાઇ વિપૃને પણ ખબર પડતાજ તેઓ તાબડતોબ આવ્યા ને દ્વેષી બૃહ્મણોને મળ્યા ને કરડી આંખ્ય કરીને કીધુ કે સ્વામિનારાયણ એ મારા ને મારી માતુશ્રીના ઇષ્ટદેવ છે એટલે જો કોઇએ અપમાન કર્યું તો તમારી ખેર નથી. ગામના પસાયતા તરીકે મને સત્તા છે કે હુ કડક મા કડક સજા કરીશ. મારા ઘરે જ પધારવાના છે ને હુ એ દિવસે હથીયાર સાથે જ નીકળવાનો છુ. જો કોઇ એલફેલ બોલશો તો તમારે પણ ભગવવાની તૈયારી રાખવી જોશે. આમ પણ આપણા ગામમાં કોઇપણ સાધુ સંતો આવે તો એનું અપમાન પણ કરવાનો કોઇને અધિકાર નથી.
આમ, નાનાભાઇ વિપૃ અને એમના માતુશ્રી લીલાબાઇની શૌર્યભરી વાતે દ્રેષીઓ હિંમત દાખવી શક્યા નહી. શ્રીહરિ પધાર્યા ત્યારે લીલાબાઇ અને એમના દિકરા નાનાભાઇએ એમના ઘરે વાજતે ગાજતે પધરામણી કરી.
- સત્સંગ સ્ત્રી-રત્નમાળામાંથી…
🙇🏻♂️🙏