પંચાળા પાસેના આખા ગામના લાડુમાં દવે જે નિરાવરણ દ્રષ્ટિવાળા શ્રીહરિને વીશે અપાર હેતવાળા પૃેમીભક્ત હતા.
Gujarati
આખાના લાડુમા અને શ્રીજી મહારાજની પ્રાર્થના
પંચાળા પાસેના આખા ગામના લાડુમાં દવે જે નિરાવરણ દ્રષ્ટિવાળા શ્રીહરિને વીશે અપાર હેતવાળા પૃેમીભક્ત હતા. વનવિચરણ કરતા પૃભુ નીલકંઠ વર્ણી જ્યાં જ્યાં વિચરતા હોય તેના તેમને નિરાવરણ દ્રષ્ટિથી દર્શન થતા, શ્રીજીમહારાજે જ્યારે ગઢપુરમા સ્વધામ જવા માટે મંદવાડ ગ્રહણ કર્યો, સૌ સત્સંગીઓ ખુબ ઉદાસ થયા, લાડુમાએ નિરાવરણ દ્રષ્ટિથી આ દર્શન પોતાને ઘેર બેઠા બેઠા કર્યા, આથી લાડુમા ખુબ ઉદાસ થયા અને મહારાજના દર્શને ગઢડે જવા તૈયારી કરી. શ્રીજીમહારાજ સ્વધામ સિધાવી તો ગયા હતા, એ લાડુમાને આખબર નહોતી, આથી પોતાના ભક્તના દર્શન કરવાના કોડ પુરા કરવા દિવ્ય સ્વરૂપે શ્રીજીમહારાજ લાડુબાના ઘરે પધાર્યા અને લાડુમાએ ખુબ રાજી થઈને થાળ તૈયાર કરીને મહારાજને જમાડ્યા. મહારાજે કહ્યું કે હવે અમને હવે સાવ સારું છે, માટે તમે ગઢડે આવશો નહિ, હવે અમે સત્સંગમાં વિચરીએ છીએ, અમે તમારી દર્શનની તાણ્ય જોઈને દર્શન દેવા પધાર્યા છીએ. પછી જ્યારે સમયવિત્યે લાડુમાને જાણ થઈ કે મહારાજ તો ધામમાં સિધાવી ગયા છે પરંતુ મને દર્શન દેવા દિવ્ય સ્વરૂપે આવેલા, તેથી લાડુમા ખુબ ઉદાસ થયા હતા. લાડુમાને જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો ખુબ પુજય ભાવ હતો. એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શુકાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે બસો સંતો સાથે આચાર્ય મહારાજશ્રી રઘુવીરજી મહારાજ સાથે જૂનાગઢ પધાર્યા. સૌને સોરઠ દેશની પંચતીર્થી કરવાની ખુબ ઈચ્છા હતી. ગામ આખાથી લાડુમાએ તે સૌ સંઘને પોતાને ગામ પધારવા આમંત્રણ આપવા માટે તેમના પુત્ર કાનજી અને માધવજીને જૂનાગઢ મોકલ્યા ને ખાસ આગ્રહ કર્યો ને કહેવડાવ્યું કે સૌ સંઘને લઇને આખા ગામે લાવજો. સંઘ વંથલી આવ્યો, ત્યારે માણાવદરથી પચાસ ગાડા લઈને ભક્તો સર્વે સંઘને તેડવા આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીએ લાડુમાને કહાવી મોકલ્યું કે સંઘ માણાવદરથી તમારે ગામ આખા આવશે, પરંતુ આ જ સમયે માણાવદરમાં પંચાળાથી દરબારશ્રીનો સંદેશો આવ્યો કે પહેલા સૌ પંચાળા આવો માટે સૌ આખા જવાને બદલે પંચાળા જવા તૈયાર થયા. સૌએ આ નિર્ણયની ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, ગુણાતીતાનંદ સ્વામી બધું જાણતા હોવાથી મરકતા રહ્યા પણ કાંઈ બોલ્યા નહિ ! આ વાત લાડુમાએ પોતાની નિરાવરણ દ્રષ્ટિથી જાણી, કે સૌ ભક્તો અહીં નથી આવતા પણ પંચાળા જાય છે, આથી લાડુમા ઉદાસ થઈને શ્રીજીમહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, હે મહારાજ..! હે દિનદયાળ..! હવે અમ ગરીબ ભક્તોનું સાંભળવા વાળુ કોઈ નથી માટે આપને પ્રાર્થના કરવી પડી છે, હે નાથ..! હવે તમે તો અમારુ સાંભળજો..!
શ્રીજીમહારાજે લાડુમાને દિવ્ય દર્શન આપીને ધીરજ આપી. આ વાત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અંતરયામીપણે જાણી ગયા. જ્યારે સંઘ માણાવદરથી પંચાળા તરફ ઉપડ્યો આગળ બે રસ્તા છુટા પડતા હતા ત્યાંથી એક રસ્તો પંચાળા તરફ અને બીજો રસ્તો આખા ગામ તરફ જતો હતો, જે રસ્તો આખા ગામ તરફનો હતો તે તરફ જ બળદો ચાલ્યા, ગાડાખેડુઓના ઘણા પ્રયત્નો કરવા છતાં બળદો તો આખા ગામ જવાના રસ્તે જ ચાલે…! ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે લાડુ ડોશીએ તો છેક મહારાજને પ્રાર્થના કરી છે, માટે હવે કોઈનું કાંઈ નહિ ચાલે, સૌને આખા ગામે જ જવું પડશે, હવે બળદોને કનડો નહિ અને જેમ બળદો ચાલે તેમ ચાલવા દો’ પછે સૌ સંઘ આખા ગામે ગયો. આવા મહારાજનું જ બળ રાખવાવાળા ને નિરાવરણ દ્રષ્ટિવાળા લાડુમાને મહારાજે તેમને પોતાની તિરોધાન (દેહ છોડવાની ) લીલા ન દેખાડી, પરંતુ તેમને પોતાનું દર્શન દેવા પધાર્યા, તેમના હાથનું ભોજન પણ જમ્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણી ગૃંથના પ્રકરણ ૧૧૩ની કડી ૪૫માં એમને ચિંતવ્યા છે કે… - હરિજન જીવી મીઠીબાઇ, લાડુ વેલુની ધન્ય કમાઇ..! એહ આદિ ભક્ત બાઇ ભાઇ, ભજે હરિ આખા ગામમાંઇ..!!
- શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏