સ્વામી રામદાસજી સદગુરુ મુકતાનંદ સ્વામીના શીષ્ય હોવાથી સ્વામી સાથે ગઢપુર જ મોટાભાગે રહેતા.
Gujarati
રામદાસ સ્વામી અને તેમનું અક્ષરધામ ગમન
સ્વામી રામદાસજી સદગુરુ મુકતાનંદ સ્વામીના શીષ્ય હોવાથી સ્વામી સાથે ગઢપુર જ મોટાભાગે રહેતા. શ્રીહરિ સ્વધામ સીધાવયા ને ટૂંકસમય મા સદગુરુ મુકતાનંદ સ્વામી પણ ધામમાં ગયા. એ પછી રામદાસ સ્વામી ને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાથે બહુ હેત હતું એટલે જુનાગઢ આવ્યા ને જીવનભર તયા જ રહ્યા. જ્યારે જ્યારે ગુણાતિતાનંદ સ્વામી વિચરણ મા પધારે ત્યારે જુનાગઢ મંદિરનો વહીવટ કુશળપણે સંભાળતા.
એકવખત રામદાસ સ્વામી મંડળ સાથે વિચરણ કરતા ઘેડ પૃદેશમા કેશોદ તાલુકા ના બામણાસા ગામ પધાર્યા. ગામમાં બહુ સત્સંગી નહી તે એક ગરીબ કૂંભાર ભગતને ઘરે ઉતારો કર્યો. કૂંભાર ભગત ને રહેવા એકજ ઓરડો હતું એટલે સંતોને પોતાના ગધેડા બાંધવા નુ છાપરું હતું તયા વાળીચોળીને સાફ-સફાઇ કરીને નીચે ખડ પાથરીને ઉપર ગોદડા પાથરીને સંતોને ઉતારો આપ્યો. સંતો ઉતરયા તો ખરા પણ એ છાપરામાં ગધેડાના પેશાબની બહુ દુર્ગંધ આવતી હતી. રામદાસ સ્વામીની સાથે એક નાના સાધુ હતા એમનાથી દુર્ગંધ સહન થઇ નહી તે ઉંબકા કરવા મંડયા ને કહેવા લાગ્યા કે કયા પાપે આ ગામમાં આજે આવ્યા, આહી તો એક રાત્ય પણ કેમ કાઢવી..! દુર્ગંધ જ એટલી આવે છે એમા પાણીય કેમ કરીને પીવું..! આમ નાના સાધુની વાત સાંભળી ને સ્વામી બોલ્યા કે હરિભક્તો પાહે તો જે સગવડ હોય એ જ આપે ને, આપડા સારુ તો રોજ નવું નવું ક્યાંથી કાઢે..! આપડા શરીર માય આમતો દુર્ગંધ જ ભરી છે ને..! તમે તો આમેય સમાધી વાળા છવ તે સમાધીમા જતા રયો ને..! અમે સાંજે જે કોઇ હરિભક્તો આવશે તો એને કથાવારતા કરીશું.
ત્યારે નાના સાધુ કહે કે આમા તો સમાધીનુ સુખ પણ કેમ કરીને આવે..! ત્યારે રામદાસ સ્વામી બોલ્યા કે ગામડાઓમાં તો જે કાય સગવડ હોય એમા જ કામ લેતા આવડવું જોઇએ..! હરિભક્તો કઠણ કાળમાં સત્સંગ રાખીને સંતોને અન્ન-વસ્ત્ર આપે છે તો આપણે પણ ગામડાઓમા ફરીને કથાવારતા કરીને હરિભક્તોને રાજી કરવા એ આપણી ફરજ છે માટે સહન કરતા શીખો..!
આમ, બામણાસા ગામે સ્વામી બે દિવસ કૂંભાર ભગત ના ગધેડા બાંધવાના છાપરામા રહીને શ્રીહરિનો મહીમાં કહીને સહુને સત્સંગની વાતો કરી.
સંવત ૧૯૧૨મા રામદાસ સ્વામી સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાથે વડતાલ ગયા. એકદિવસ થોડા બિમાર પડ્યા તે ગુણાતિતાનંદ સ્વામી એ એમની સેવા કરી ને જરુરી વૈદ વગેરેને બોલાવ્યા. રામદાસ સ્વામી કહે સ્વામી, મારે હવે આ લોક મા રહેવું નથી તો તમે રજા આપો તો હુ શ્રીહરિ પાસે અક્ષરધામમાં જાઉં..!
ગુણાતિતાનંદ સ્વામી કહે અરે તમે એ શુ બોલ્યા ? તમે જતા રહેશો તો જુનાગઢ મંદિરે સેવા કોણ કરશે..! માટે આપણે બેઉ તો જુનાગઢ સાથે જાશું.
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીની ઇચ્છા ન હોવાથી અક્ષરધામમા જવાનું મુલતવી રાખ્યું ને પોતે થોડે દિવસે સાજા થયાને વડતાલથી બને સંતો જુનાગઢ આવ્યા.
જુનાગઢ આવીને સોરઠના ગામડાઓમા વિચરણ કરવા ગયા હતા. રામદાસ સ્વામી હવે મનથી બહુ ઉદાસીન થઇને રહેવા લાગ્યા હતા. એકદિવસ માણાવદરના હરિભક્તો કહે કે સ્વામી તમે હૂતાશણીના સમૈયા સુધી આહી રોકાઓ..! ત્યારે સ્વામી કહે હવે હૂતાશણી નો સમૈયો તો અક્ષરધામમા શ્રીહરિ સાથે કરીશુ. એમ સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહીને ફરીને જુનાગઢ આવ્યા. સ્વામીને છાતીમાં નાની એવી ગાંઠ થઇ હતી તો સદગુરુ બાલમુંકુંદદાસ સ્વામી એમને દવા ચોપડવા આવ્યા ત્યારે રામદાસ સ્વામી બોલ્યા કે હવે આ લોક મા રહેવું નથીને દવા શુ લગાડવી..! હવે તો અક્ષરધામમા જ જાવુ છે. એમ કહીને દવા ન લગાડવા દીધી. આ સાંભળીને બાલમુકુંદદાસ સ્વામી દોડતા જઇને ગુણાતિતાનંદ સ્વામી ને બોલાવી લાવ્યા. સ્વામી શ્રીરાધારમણ દેવનો ધરાવેલ પ્રસાદીનો હાર લઇને આવ્યા ને બોલ્યા કે રામદાસ સ્વામી, તમે બહુ ઉતાવળ કરી..! જેવી તમારી ઇચ્છા એન કરીને પ્રસાદીનો હાર પહેરાવ્યો. રામદાસ સ્વામી હાથ જોડીને સહુને પૃણામ કરી ને ‘જય શ્રી સ્વામિનારાયણ’ કહીને અક્ષરધામમાં સીધાવયા.
- સોરઠી સંતમાંથી…
🙇🏻♂️🙏