સુરેન્દ્રનગર જીલ્લામાં રત્નોની ખાણ્ય સમું મહાપૃસાદીનુ શીયાણી ગામ, જયાં શ્રીહરિ અનેકોઅનેક વખત પધારેલા છે. આ ગામમાં સદગુરુ રામદાસ સ્વામીનો જન્મ થયો હતો.

Gujarati

સદગુરુ રામદાસ સ્વામી અને તેમની અથાક સેવા

સુરેન્દ્રનગર જીલ્લામાં રત્નોની ખાણ્ય સમું મહાપૃસાદીનુ શીયાણી ગામ, જયાં શ્રીહરિ અનેકોઅનેક વખત પધારેલા છે. આ ગામમાં સદગુરુ રામદાસ સ્વામીનો જન્મ થયો હતો. પોતાનો ખડતલ, મજબૂત ને કાંઠાળો શરીરનો બાંધો હતો. શ્રીહરિ ઘણીવખત ફઇબાના મછીયાવ ગામે વારંવાર પધારતા એટલે પોતે તયા જઇને સંતો ભક્તોની સેવા કરીને સૌને રાજી કરતા. સેવાની જીવંત મૂરત સમા આ મુકતાતમાએ નાનીવયથી જ શ્રીહરિનો રાજીપો રળી લીધેલો. ગામના પૃસીદ્ધ શાસ્ત્રી શીવરામ વિપૃ શ્રીહરિના આશ્રીત થતા એમણે પોતાનું ઘર ને મંદિર બનાવવા દાનમાં દીધુ, એટલે ભોળાનંદ સ્વામી ગામમાં મંદિરનુ બાંધકામ વગેરે દેખભાળ રાખતા, એ સમયે પણ મંદિરની ખુબ સેવાઓ કરી ને શ્રીહરિને તથા સંતોને ખુબ રાજી કર્યા.

ગઢપુરમાં શ્રીગોપીનાથજી મહારાજનું મંદિર નુ કામ ચાલતું હતું એ વખતે પણ પોતે મોટા મોટા પત્થરો ઉપાડીને કડીયા-મીસ્ત્રીઓને પહોંચાડી ને સેવા કરતા હતા. એકદિવસ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી મંદિરના બારણા ઉપર મોટો પત્થર કડીયાઓ સાથે મુક્તા હતા એવે વખતે સ્વામીના હાથની કોણી મોટા પત્થરની નીચે દબાઇ ગઇ ને પત્થર એકલા હાથે ફરે એમ ન હતું આ વખતે શ્રીહરિએ સાદ કર્યો. એજ વખતે સમયસૂચકતા વાપરીને તુરંત જ ફાળિયાનો ગોટો વાળીને પોતાના માથે મુકીને પત્થર અધ્ધર કરીને ગુણાતિતાનંદ સ્વામીના હાથને મોટી ઇજા થતી બચાવ્યા. તેઓ શરીરે ઉચાને ભરાવદાર હતા તે સ્વામીને લાગ્યું નહી ને મોટી ઇજા ટળી ગઇ. શ્રીહરિએ એ વખતે એમની પાસે આવીને એમનો વાહો ઠપકાર્યો અને રાજી થઇને બોલ્યા કે વાહ..! ધન્ય છે તમને અને તમને જન્મ આપનાર તમારા માત-પિતાને..! તમારી શરીરની ઉચાઇ આજ સત્સંગમાં મોટા સંતના અર્થે કામ આવીને તમારો દેહ સાર્થક થયો.

થોડે સમયે સંસારથી વૈરાગ્ય થતા પોતે વિરક્ત થઇને ગઢપુરમા સદગુરુ મુકતાનંદ સ્વામી પાસે પાર્ષદ થઇને રહ્યા. એમણે સાધુ થવા પુછયુ ત્યારે મુકતાનંદ સ્વામીએ એમને કહ્યું કે હમણાં તમે ધર્મકુળનુ ગાડુ હાંકો, સમય આવ્યે મહારાજ તમને દીક્ષા આપીને સાધુ કરશે.

છ-આઠ મહીને સાધુ દિક્ષા લેતી વખતે મુકતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું કે હે મહારાજ..! તમે નંદ સંતો બહુ કર્યા હવે દાસ પંકિતના સંત કરો. શ્રીહરિ રાજી થયા મોટા ભાઇરામદાસ સ્વામી જેવા જ ત્યાગ વૈરાગ્ય અને સેવાના ગૂણો જોઇને સ્વામીની યાદી તરીકે એમને મંત્ર આપીને જનોઇ દીધીને રામદાસ સ્વામી એવું નામ રાખ્યું.

રામદાસ સ્વામી શ્રીહરિ અને સંતો ને રાજી કરવા ચાતુર્માસ વગેરેમા આકરા નિયમો લેતા. એકવખત ઘી-દુધ વગેરે નહી જમવાનો નિયમ લીધો હતો. રામદાસ સ્વામી એવે સમયે જામનગર બાજુના ગામડાઓમા વિચરણ કરતા હતા. તયા લીલા શાકભાજી મળવા મુશ્કેલ હતા તો ચાતુર્માસ આંખોય છાશ પીઇને જ ભજન કરીને પસાર કર્યો.

ચાતુર્માસ પુરો થતા સ્વામી ગઢપુર આવ્યા એ વખતે સંતોની પંકિતએ જમવા બેઠા ત્યારે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી લાડુ પીરસવા પધાર્યા તો એમણે પત્તર અધ્ધર કરી લીધું ત્યારે સ્વામીએ કહ્યું કે રામદાસ, અમે તમને કયા વારે વારે પીરસવા નો મોકો મળે છે? તમે આજ તો તમારો નિયમ ભાંગીનેય પણ બે લાડુ તો લયો, એમ કરી ને પૃેમે કરીને સ્વામીએ પરાણે બે લાડુ આપ્યા ત્યારે જ લીધા.

આમ પોતે નિસ્વાદી વર્તમાનને જીવનભર અણીશુદ્ધપણે પાળતા.

રામદાસ સ્વામી ગઢપુરમાં માંદા સંતોની પણ ખુબ સેવા કરતા. દિવસે માંદા સંતોની ચાકરી કરેને રાતે ઘેલા નદીએથી પત્થર ઉચકીને લાવી લાવીને દિવસ સારુ તૈયાર રાખતા. એકદિવસ મધરાતે પત્થર મુક્તા અવાજ આવ્યો તે શ્રીહરિ જાગી ગયાને તુરંત જ હાકલો કર્યો કે કોણ છે? ત્યારે પોતે બોલ્યા કે મહારાજ એ તો હુ તમારો રામદાસ..! દિવસે માંદા સાધુઓની જાયગાએ રહેતા મને મંદિરની સેવા કરવાનો મોકો નથી મળતો તે અત્યારે સેવા કરતો હતો, માફ કરજયો તમારી નિદ્રામાં વિઘ્ન થયું.

શ્રીહરિ ઘણા રાજી થઇને ભેટ્યા ને માથે બે હાથ મુકી બોલ્યા કે ધન્ય છે તમારી શ્રદ્ધાને, દિવસે માંદા સંતોની સેવા કરો છો અને રાત્રે મંદિર સારુ પત્થરો લાવીને જીવન સાર્થક કરો છો. તમારી અથાક સેવાથી અમે બહુ પૃસન્ન છીએ.

  • સોરઠી સંતોમાંથી….

🙇🏻‍♂️🙏