શ્રીહરિ કુશળકુંવરબાંના આમંત્રણે ધરમપુર પધાર્યા હતા. કુશળકુંવરબાં એ આગૃહ કરીને શ્રીહરિને ધરમપુરમા વસંતપંચમીનો મોટો ઉત્સવ કરવા પૃારથના કરી.

Gujarati

માધવદાસ સ્વામીની યોગશક્તિ અને શ્રીજી મહારાજ

શ્રીહરિ કુશળકુંવરબાંના આમંત્રણે ધરમપુર પધાર્યા હતા. કુશળકુંવરબાં એ આગૃહ કરીને શ્રીહરિને ધરમપુરમા વસંતપંચમીનો મોટો ઉત્સવ કરવા પૃારથના કરી. એમનો ભકિતભાવ ને પૃેમ જોઇને શ્રીહરિ ઘણા રાજી થયા ને હા કહી. એ વખતે શ્રીહરિ સાથે બહુ સંતો સાથે આવેલા નહી એટલે કુશળકુંવરબાં કહે કે હે મહારાજ..! સંતો વગર તો ઉત્સવ અધુરો રહે..! સંતો વગર તો ઉત્સવ શોભે નહી, માટે કાંઇક કૃપા કરો ને સંતો પધારે એવું કરો…! શ્રીહરિ કહે બાં..! હાલ તો બધાજ સંતો જુદા જુદા પૃદેશમા વિચરણ કરતા હશે..! બધાને તાત્કાલિક સમાચાર તો કોણ પહોંચાડે? આ સાંભળીને સભામાં શ્રીહરિની સન્મુખ બેઠેલા એવા માધવદાસ સ્વામીએ બે હાથ જોડીને કહ્યુ કે હે મહારાજ..! આપ આજ્ઞા કરો તો હું આપની કૃપા એ સમાચાર પહોંચાડી ને સહુ સંતોને જઇને જણાવું. શ્રીહરિ રાજી થયા ને બોલ્યા કે માધવદાસ અમે પૃસન્ન છીએ, તમે જાઓ ને સહુને આહી ધરમપુર આવવાના સમાચાર આપી આવો. માધવદાસ સ્વામી તુરંત સભામા થી ઉભા થયા ને શ્રીહરિને દંડવત પૃણામ કર્યા. શ્રીહરિએ રાજી થઇને સ્વામીને ચરણારવિંદને ફુલના હાર પૃસાદી તરીકે આપ્યા. માધવદાસ સ્વામી ને બીજા એક જોડયના સંત સાથે સવારે ધરમપુરથી ચાલ્યા અને બીજે દિવસ સાંજે તો બંને સંતો પરત ધરમપુ૨ આવ્યા. શ્રીહરિ સભામા બેઠા હતા તયા આવીને પૃણામ કરીને બોલ્યા જે હે મહારાજ..! દેશો દેશમાં વિચરતા તમામ સંતોને આહી આવવાના સમાચાર આપી દીધા છે. સભામાં બેઠેલા સુરાબાપુને અન્ય કાઠી દરબારો ને તો ઘણું આશ્ચર્ય થયું તે બોલ્યા કે ભણું હે મહારાજ..! આ સાધુની વાત તો માન્યામાં આવતી નથી. હજુ કાલ્ય તો ગયા હતાને એણે એક જ દિવસ મા બધેય સમાચાર કેમ પોગાડયા હશે…? અમને તો લાગતુ નથી કે આ સાઘુ આયાથી સમાચાર દેવા ગયા જ હોય..! શ્રીહરિ મધુરું હસ્યા ને કહે કે દરબારો..! હમણાં વસંતપંચમીના ઉત્સવે સંતો પધારે ત્યારે એને જ પુછજો કે આ માધવદાસ તમને સમાચાર દેવા આવ્યા તા કે નહી ? ત્યારે તમારા પૃશ્ન નુ સમાધાન થય જાહે. બે ચાર દિવસ થયા તયા તો સંતોના મંડળ ધરમપુરમાં આવવા લાગ્યા ને દરબારોએ વારાફરતી એમને પુછયુ કે તમને ઉત્સવ ના સમાચાર દેવા કોણ આવ્યું હતું ? ત્યારે સૌએ એમ જ કહ્યું કે અમને માધવદાસ સ્વામી સમાચાર દેવા આવ્યા હતા ને કહ્યું હતું કે શ્રીહરિ ધરમપુરમા વસંતપંચમી નો ઉત્સવ કરે છો તમને સહુને રુબરુ તુલ્ય સમાચાર આપવા ને સહુ ધરમપુર પધારો એમ આમંત્રણ દેવા મને મોકલ્યો છે. આમ, બધાજ મંડળોએ એમ જ વારાફરતી કહ્યું. બધા જ દરબારોતો દંગ રહી ગયા ત્યારે શ્રીહરિ તાળી વજાડીને બોલ્યા કે સાંભળો દરબારો…! તમે જેવા જાણો છો એવા આ માધવદાસ સાધુ નથી આ તો પોતાની યોગશકિતએ ધારે એ કરી શકે એવા છે. એમ કહી એ સમે શ્રીહરિ માધવદાસ સ્વામી ઉપર બહુ રાજી થયા.

સમય જતા માધવદાસ સ્વામીએ શ્રીહરિકૃષ્ણચરિત્રામૃત સાગર ગૃંથ લખ્યો ત્યારે પોતે શ્રીહરિની એ મનોહર મૂરત ના કરેલા દર્શનોની સ્મૃતિ લખતા જણાવ્યું છે કે…

  • ૭૦ વખત શ્રીહરિના સમૈયા મા દર્શન કર્યા છે.

  • ૮ વખત શ્રીહરિને સંતોભકતો સાથે રાસ રમતા દર્શન કર્યા છે.

  • ૬ વખત મૂગટ ધરાવતા મનોહર છબીના દર્શન કર્યા છે.

  • ૨૨ વખત હોળીના રંગે રંગોત્સવ કરતા દર્શન કર્યા છે.

  • ૨૨ વખત મને શ્રીહરિ બાથ ભરીને ભેટ્યા છે ને છાતીમાં ચરણારવિંદ દીધા છે.

  • ૧૦ વખત શ્રીહરિએ મને પોતાના હાથે માળા દીધી છે.

  • ૧૧ વખત મને રાજી થઇને વસ્ત્ર અલંકાર દીધા છે.

  • ૨૨૨ વખત મે આ દેહે થી શ્રીહરિને સ્પર્શ કર્યો છે.

  • ૨૫૦ જુદી જુદી જગ્યાએ શ્રીહરિના સભા કરીને બેઠેલા દર્શન કર્યા છે.

  • ૨૭૦ વખત શ્રીહરિના નહાતા દર્શન કર્યા છે.

  • ૪૦૦ વખત શ્રીહરિને થાળ જમતા દર્શન કર્યા છે.

  • ૧૧૦ વખત શ્રીહરિ ને સંતો સાથે સમુદ્રસ્નાન કરતા દઁગે દીઠા છે.

  • ૯૧૩ વખત શ્રીહરિને ઘોડે ચડીને જતા આવતા વિવિધ સ્થળોએ દર્શન કર્યા છે.

  • ૩૧૦ વખત શ્રીહરિને ભેંટ વાળીને પંગતે લાડુ પીરહતા દર્શન કર્યા છે.

  • શ્રીહરિકૃષ્ણચરિત્રામૃત સાગર માંથી…

🙇🏻‍♂️🙏