ગઢડા ગામે રહેતા પરમભકત મુકતરાજ ઘેલા ધાધલ એવા ભક્ત કેજેમને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભકતચિંતામણિમાં અતિ નિર્મળ અને શુદ્ધ અંતઃકરણવાળા ભક્ત કહયા છે !
Gujarati
પરમ ભક્ત ઘેલા ધાધલનું જીવન પરિવર્તન
ગઢડા ગામે રહેતા પરમભકત મુકતરાજ ઘેલા ધાધલ એવા ભક્ત કેજેમને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભકતચિંતામણિમાં અતિ નિર્મળ અને શુદ્ધ અંતઃકરણવાળા ભક્ત કહયા છે ! ઘેલા ધાધલ દાદા ખાચરના ફુવા એટલે કે એભલબાપુંના બનેવી હતા, તે મુળ બોટાદના વતની હતા, પરંતુ એભલ ખાચરની વિનંતીથી તેઓ ગઢડામાં વસીને એભલ ખાચરના સમયથી ગઢડા રાજની જવાબદારી સંભાળતા.
સંવત ૧૮૭૬માં ગઢડા પ્રથમ પ્રકરણના ૨૯મા વચનામૃતમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે “હે મહારાજ ! કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય, અને પછી તે અતિશય શુદ્ધ થઇ જાય છે, તે એને પૂર્વનો સંસ્કાર કે ભગવાનની કૃપાએ કરીને કે પુરુષપ્રયત્ને કરીને એમ થયું ? તેના ઉત્તરમાં મહારાજે એવું કહ્યું કે ભરતજીનુ પૃારબ્ધ વૃતાંત તેમજ શ્રીહરિએ પોતાના વન વિચરણમા કઠણ કાળમાં પણ દેહ રહ્યો એને પૃારબ્ધ ફળ અને ભગવાન ના વરદાને કરીને અથવા અતિ શુદ્ધભાવે પૃસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુના વરદાને થાય તો તેને ભગવાનની કૃપા જાણવી તેમજ રુડા સાધુનો સંગ કરે ને પોતે પોતાના વિચારે કરીને સારો થાય એને પુરુષ પૃયત્ન કહીએ. સદગુરુ મુક્તાનંદ સ્વામી એ આ પ્રશ્ન જેના માટે પુછયો છે તે ઘેલા ધાધલ પોતે દાદા ખાચરના સંબંધી અને સન્માનિત વડીલ હતા, તેથી તેમની આમન્યા જાળવવી જરૂરી હોવાથી તેના નામનો કે તેને લગતી કોઈ બાબતનો ઉલ્લેખ કર્યા વિના જ શ્રીજીમહારાજે ઉત્તર પણ કર્યો, એ સભામા સદગુરુ મુક્તાનંદ સ્વામી સમજી ગયા ને સભામાંથી મહારાજ હસતા હસતા જતા રહયા !.
લોકના અન્ય મનુષ્ય માં હોય તેવા કોઈ ગુણો-દુર્ગુણો ઘેલા ધાધલમાં પણ હોઇ શકે, પરંતુ અનેક જન્મોના સુકૃતોના જોગથી તેમને એભલ ખાચરના કુટુંબ સાથે સંબંધ થયો, જે તેમના પૂર્વના સંસ્કારની વાત હતી, આમ મહારાજે આ ઉત્તરમાં મભમ રીતે કહ્યું ! શ્રીજીમહારાજે કરિયાણામાં રંગોત્સવ કર્યો, જે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ ૬૨ની પંક્તિ ૧૪-૧૫ માં વર્ણવ્યો, આ રંગોત્સવ સમયે ભક્તોએ મહારાજની પૂજા કરીને કિંમતી વસ્ત્રો ધરાવ્યા, તે બહુમૂલ્ય વસ્ત્રો મહારાજે અલૈયા ખાચરને શિરપાવ આપીને પહેરાવ્યા, જે વરણન કરતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે :- કરી ઉત્સવ ને પછી માવ, આપ્યો અલૈયાને શિરપાવ…! કહ્યું રાખજો આવો જ વેશ, ફરી આવજ્યો વળાક દેશ…! સંગે સખા લઇ દશ વીશ, કરજ્યો પ્રભુની વાતો હંમેશ…! આમ કહીને તેમને વળાંક દેશ મા સૌરાષ્ટ્રના ગઢડા, જેતપુર, બોટાદ, જસદણ એ તરફના પ્રદેશમાં મુમુક્ષુ લોકોને સત્સંગ કરાવવા અલૈયા ખાચરને આજ્ઞા કરી, શરૂઆતમાં તો કેટલાક ભક્તો પણ અલૈયા ખાચર સાથે ગયા, પરંતુ તે ભક્તો સત્સંગ પ્રચાર માટે ગામડાઓમાં પડતી મુશ્કેલીઓ સહન કરી શક્યા નહી આથી ગયેલા લગભગ બધા સાથીદારો કોઈ ને કોઈ બહાના કાઢીને થોડા દિવસોમાં જતા રહયા, પરંતુ એક માત્ર ઘેલા ધાધલ મહારાજની આજ્ઞા મુજબ આ સર્વે મુશ્કેલીઓ સહન કરીને અલૈયા ખાચર સાથે ગામડાઓમાં સત્સંગ પ્રવર્તનમાં અલૈયા ખાચર સાથે રહયા. આથી શ્રીજીમહારાજ અને સૌ સંતોનો ઘેલા ધાધલ ઉપર અઢળક રાજીપો થયો આ પ્રમાણે અનેક જન્મોના સુકૃતોના જોગ, પોતાનો પુરુષ પ્રયત્ન અને ભગવાન અને સંતોનો રાજીપો એ ત્રણે ભેગા થવાથી જેમનું ગોબરૂ અંતઃકરણ હોય, તેવા ઘેલા ધાધલ તો અતિશય શુદ્ધ થઇ ગયા ! જેના માટે નિષ્કુળાનંદ સ્વામીએ તેમને “અતિ નિર્મળ અને નહિ મન મેલો” તેવા ભક્ત કહયા.
શ્રીજીમહારાજે સંવત ૧૮૮૬ના પોષ સુદ બીજથી મંદવાડ ગ્રહણ કર્યો છે તે વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી પ્રકરણની ૧૬૧ કડી ૨૮માં કહી છે, તેમજ પ્રકરણ ૧૦૦ની કડી ૬૩-૬૪માં પણ આ જ વાત કહી છે માટે આ ભક્ત ચિંતામણીનું પ્રકરણ ૧૧૨ની પંકિત ૪૭માં પણ સંવત ૧૮૮૬માં લખાયુ હોય, તે વખતે ભક્તચિંતામણીમાં ઘેલા ધાધલની “ અતિ નિર્મળ નહિ મન મેલો “ એ વાત લખાઈ. જયારે સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન તો દસ વરસ પહેલાનો સંવત ૧૮૭૬નો છે ! છતાં આટલા લાંબા સમય પછી પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એમના એ ગુણોને જ યાદ કર્યા.
ગઢડાના આવા પરમભકત ઘેલા ધાધલના મકાન ગઢડામાં સ્વામિનારાયણ મંદિર નજીક ‘ઘેલા ધાધલના વંડા’ તરીકે ઓળખાતી જગ્યામાં હતા, તે જગ્યાએ શ્રીજીમહારાજે ઘણી લીલાઓ કરેલ છે, તે મકાનોની જગ્યાએ હાલ સત્સંગ દ્વારા દર્શનાર્થી ભક્તો માટે ઉતારાના ભવ્ય મોટા મોટા મકાનો બનાવ્યા છે.
- શ્રી ભકતચિતામણિના મુકતોના ચિંતનમાંથી….
🙇🏻♂️🙏