સંવત ૧૮૬૯ અઢારસો ઓગણોતેરાના ભીષણ કાળ સમયે રાજસ્થાનથી મારવાડી પરિવાર ગુજરાત ના ગોધરા પાસેના રઘવાણ ગામે રહેવા આવેલા.
Gujarati
પ્રભૂતાનંદ સ્વામી અને દ્વેષીનો દ્રોહ
સંવત ૧૮૬૯ અઢારસો ઓગણોતેરાના ભીષણ કાળ સમયે રાજસ્થાનથી મારવાડી પરિવાર ગુજરાત ના ગોધરા પાસેના રઘવાણ ગામે રહેવા આવેલા. એ વખતે એમના સાથે એક આઠ વરહના માતા પિતા વગરના નિરાધાર બાળક ને સાથે લાવેલા. આંખુય ભયંકર દૂકાળનુ વરહ ખેત મજુરીકામ વગેરે કરીને ગુજરાન કરીને સૌએ વ્યતિત કર્યું. દૂકાળનુ વરહ પસાર થતા સૌ પોતાના ગામે જવા નિકળયા ત્યારે એ નિરાધાર બાળકને ગામના પટેલ રામદાસને સોંપીને ચાલ્યા. આ રામદાસ પટેલ એ સંતોના યોગે સત્સંગી થયેલા. તેઓએ આ નિરાધાર બાળકને પોતાની વાડીએ સાથી તરીકે રાખ્યો. આ બાળકને પોતાના ઘરના સભ્યની જેમ રામદાસ પટેલે સંસ્કાર ને સત્સંગમા રાખીને ઉછેર કર્યો.
એકવખત રામદાસ પટેલ રઘવાણ ગામેથી સંઘમાં ગઢપુર જવા નીકળ્યા ત્યારે એમની સાથે આ મારવાડી નિરાધાર બાળક જે હવે યુવાનવયે પહોંચેલા એમને પણ સાથે દર્શને લાવ્યા. સૌએ ગઢપુર આવતા દરબારગઢમા શ્રીહરિ અને સહુ મુક્તોના દર્શન કર્યા. આ નવયુવાન નુ તો શ્રીહરિની માધુરી મુરતીના દર્શન થતા જ પોતાનું ચિત્ત ચોંટી ગયું. પુરવના કોઇ મુકતાત્મા હોય એમ એ સમે જ તયા શ્રીહરિ પાસે જ કાયમ માટે ગઢપુર રહેવાની રામદાસ પટેલ વિનંતી કરી. રામદાસ પટેલ પણ ખરેખરા સત્સંગી ને સંતોના અતિ હેત વાળા હતા એટલે એમણે તુરંત જ સંમતિ આપી. થોડોસમય શ્રીહરિ પાસે રહેતા થકા દરબારગઢ ને લક્ષ્મીવાડીએ દોડી દોડીને સેવા કરીને શ્રીહરિને સહુ મોટા મોટા સંતો ભકતોનો રાજીપો મેળવ્યો. એકદિવસ પોતાને વૈરાગ્ય થતા શ્રીહરિ પાસે આવ્યા ને કહ્યું કે હે મહારાજ..! મને આપની સાધુ કરો ને આપની સેવામાં જ કાયમી કરો, શ્રીહરિએ એમને મહાભાગવતિ સાધુ દિક્ષા આપીને એમનુ પૃભૂતાનંદ સ્વામી એવુ નામ રાખ્યું.
એકસમયે સ્વામી તારાપુર પાસેના ખડા કલોદરા ગામે પોતાના મંડળ સાથે સત્સંગ વિચરણ માં પધાર્યા. સૌ હરિભક્તોએ સ્વામીને હેત કરીને રોક્યા. સ્વામી કહે ગામમાં મંદિર બાંધો તો સહુ સંતો રોકાઇએ..! સહુ હરિભક્તો રાજી થયા ને હોંશે હોંશે મંદિરના પાયાનું ખોદકામ વગેરેનુ કામકાજ શરુ કર્યું. હજુ તો એકાદ બે દિવસ કામ ચાલ્યું હશે તયા બાજુ મા રહેતો એક વ્યકિત આવ્યોને દ્વેષથી મંદિરનું કામકાજ અટકાવયું. ગામલોકોએ એને સમજાવ્યો પણ માન્યો નહી ને મંદિરના પાયાના ખોદકામમાં જ જઇને બેઠો. ગામલોકોએ એને બે ત્રણ વખત તયાથી ઉભો કર્યો પણ એ ફરી ફરીને મંદિરના પાયાના ખાડામાં જઇને બેઠો. પૃભુતાનંદ સ્વામીએ આવીને પણ એને સમજાવ્યો ને ઉભો કરવા પૃયતન કર્યો તે ખીજાઇને સ્વામીને હાથે કાંડા ઉપર બટકું ભરી લીધું તે લોહીની ધાર વછૂટી ને હાથમાંથી માંસનો લોચો બહાર આવી ગયો. ક્ષમાની મુર્તિને શ્રીહરિના વચને એકમેક એવા સ્વામી બોલી ઉઠ્યા કે ભલા માણહ..! આમ મનુષ્ય ના દેહે કરીને હડકાયા કૂતરાંની જેમ બચકા કેમ ભરે છે. ભગવાનનુ મંદિર બને છે તો આડો ન હાલ્ય નહીતર ભગવાન તને માફ નહી કરે..! એમ કહીને પોતે પાછા આઘેરા જઇને ઝાડના છાંયે મહારાજની મુર્તી ધારીને ભજન કરવા બેસી ગયા. બીજા સંતો ને હરિભક્તોએ પૃભૂતાનંદ સ્વામીનો હાથ સાફ કર્યો ને પાટો બાંધી દીધો. સ્વામી તો હજુય ‘સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ..!’ એમ એકધારું ભજન કરતા હતા. પૃભૂતાનંદ સ્વામી તો સ્થિતપૃજ્ઞ ની જેમ વર્તતા થકા અખંડ શ્રીહરિનુ ભજન કરતા હતા.
જેના હૃદય મા શ્રીહરિનો વાસ છે એવા સંતનો દ્રોહ કરતા જ એ માણસ બે ચાર દિવસ માંજ માંદો પડ્યો ને હડકવાનો જ રોગ લાગુ પડ્યો ને કૂતરાંની જેમ જ ડાચીયા નાંખી નાંખી ને દુખ પામીને છેવટે મૃત્યુ પામ્યો. સૌ ગામલોકોએ જાણ્યું જે ભગવાનનુ મંદિર ને ભગવાનના એકાંતિક સાધુનો દ્રોહ કરવા થી જ એ માણસ દુખને પામ્યો ને મોતને ભેટ્યો.
- સંત સુમન સૃજમાંથી…
🙇🏻♂️🙏