સદગુરુ અખંડાનંદ સ્વામી એકવખત શ્રીહરિની આજ્ઞાએ સત્સંગ વિચરણ કરતા કરતા ઉજ્જૈન ગયા.

Gujarati

ઉજ્જૈનના કેસરીસીહ શેઠ અને અખંડાનંદ સ્વામી

સદગુરુ અખંડાનંદ સ્વામી એકવખત શ્રીહરિની આજ્ઞાએ સત્સંગ વિચરણ કરતા કરતા ઉજ્જૈન ગયા. ત્યાં થોડાક દિવસ રોકાયા અને મુમુક્ષુઓને પૃગટ મૂરત પુર્ણ પુરુષોતમ નારાયણ એવા શ્રી સહજાનંદ સ્વામી ની ઓળખાણ કરાવી ને સહુને વ્યસન મુકિત અને સદાચારની વાતો કરતા. ઉજ્જૈન ગામમાં કેસરીસીહ શેઠ નામે વણિક મુમુક્ષુ હતા એ દરરોજ સ્વામીની ભાવથી સેવા કરતા એટલે સ્વામી એમના ઉપર વિશેષ રાજી થયા. સ્વામીએ ચાલતી વખતે મુમુક્ષુ એવા કેસરીસીહ ની સેવાને લીધે રાજી થઇને વર માંગવાનુ કહ્યું તો કેસરીસીહ કહે કે સ્વામી મને અમારા તિર્થંકરોના દર્શન કરવાનો સંકલ્પ છે, આપ સમર્થ સંત છો તો એ કૃપા કરો તો સારુ..!

અખંડાનંદ સ્વામીએ એમનો સંકલ્પ પુરો કરવા સમાધી કરાવીને એમને ચોવીસ તીર્થંકરો ના દર્શન કરાવ્યા. સમાધીમાંથી જાગીને કેસરીસીહ તો સ્વામીના ચરણે જ પડી ગયા ને અહોભાવ સાથે બોલ્યા કે હે સ્વામી, આ દિવ્ય દર્શન મને જાગૃત અવસ્થામાં પણ થાય કે? ત્યારે સ્વામી કહે કે હા…! જરુર થાય, અમારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ હાલ ગઢપુરમા જ બિરાજે છે, એમના દર્શને જાઓ એ આપને ચોક્કસ દર્શન કરાવશે. એમ કહી અખંડાનંદ સ્વામી તો ત્યાથી વિચરણમા ચાલી નીકળ્યા.

થોડે વરહે કેસરીસીહ ઉજ્જૈન થી યાત્રાએ જતા રસ્તામાં ફરતા ફરતા ગઢપુર પધાર્યા. પોતે સ્વામીના વચને દરબારગઢમા આવ્યા ને લિંબવૃક્ષ તળે સભામાં શ્રીહરિને સહુ સંતો-ભક્તોના દર્શન કર્યા. પોતે શ્રીહરિને ચરણે શીષ ઝુકાવીને બોલ્યા કે મારા ગુરુ અખંડાનંદ સ્વામીએ મને કહેલું કે ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તમને તિર્થકંરોના દર્શન જાગૃત અવસ્થામાં પ્રત્યક્ષ દર્શન કરાવશે. મને મારા ગુરુ અખંડાનંદ સ્વામીના દરશન કરવાની પણ ઇચ્છા છે.

શ્રીહરિ કેસરીસીહ શેઠને બોલ્યા કે અખંડાનંદ સ્વામી તો હમણાં થોડા સમય પેલા જ અક્ષરવાસી થયા છે, પણ એ દિવ્યદેહે આ સભામાં હજુ ઘણીય વખત પધારે છે. આજ તમે દિવ્યભાવથી આ સભાના દર્શન કરશો તમને સ્વામીના દર્શન જરુર થી થશે.

શ્રીહરિએ વચને કેસરીસીહ ને એમના ગુરુ અખંડાનંદ સ્વામી સદગુરુ મુકતાનંદ સ્વામી અને બૃહ્માનંદ સ્વામીની વચ્ચે સભામાં બેઠા હોય એવા દર્શન થયા. ગુરુના દર્શનથી હર્ષ પામતા એમણે સ્વામીને પૃણામ કર્યા. અખંડાનંદ સ્વામી સભામા ઉભા થઇને શેઠનો હાથ પકડીને શેઠને લઇને શ્રીહરિ પાસે લઇ ગયા અને એમનો હાથ શ્રીહરિના હાથમા સોંપીને અદ્શ્ય થઇ ગયા. આ દશ્ય જોઇને સહુ ઘણા ઘણા આશ્ચર્ય પામ્યા. શ્રીહરિના કહેવાથી કેસરીસીહ શેઠ થોડાક દિવસ ગઢપુર રોકાયા. શ્રીહરિએ એમને જાગૃત અવસ્થાએ પૃત્યક્ષ સ્વરુપે તિર્થંકરોના દર્શન કરાવ્યા.

એજ સમયે કેસરીસીહ સંતોના એશ્વર્ય પૃભાવ, કઠણ વર્તમાન નિયમો ને શ્રીહરિનુ પરિપૂર્ણપણું જાણીને શ્રીહરિના અનન્ય આશ્રિત થયા ને પોતાનું શેષજીવન વિતાવી અંતે અક્ષરધામમાં ગયા.

  • સંત સુમન સૃજમાંથી….

🙇🏻‍♂️🙏