એકવખત શ્રીહરિ વડતાલ મા બીરાજતા હતા. એ સમયે કોઇ ચેપી રોગચાળો ફેલાતા સૌ ભણનારા નાના સંતો બીમાર થયા.
Gujarati
વડતાલમાં માંદા સંતોની સેવા અને શ્રીજી મહારાજ
એકવખત શ્રીહરિ વડતાલ મા બીરાજતા હતા. એ સમયે કોઇ ચેપી રોગચાળો ફેલાતા સૌ ભણનારા નાના સંતો બીમાર થયા. શ્રીહરિને મુળજી બૃહ્મચારીજીએ સમાચાર દીધા એટલે પોતે તુરંત જ ઉતાવળે પગલે ચાલ્યાને માંદા સંતોના ઉતારે જઇને એક એક સંતના પાસે જઇને ખબર અંતર પુછયા. શ્રીહરિએ સંતોને જમવા ને સેવા અંગેની પણ માહિતી મેળવી. એ સમયે સદગુરુ ભૂમાનંદ સ્વામી પણ તયા માંદા હતા એટલે એ બે હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ..! અમે બિમાર સંતો ભીક્ષા માંગવા જઇ શકતા નથી, વધુમાં કોઇ સંતોની પંડય સેવા કરે એવું પણ કોઇ નથી તો એ સારુ કાંક વ્યવસ્થા થાય તો સારું. ભક્તવત્સલ શ્રીહરિ તો વાત સાંભળતા જ દ્રવી ઉઠ્યા અને ભૂમાનંદ સ્વામીને બોલ્યા કે તમારામાંથી કોઇ એક સંતને તમે અમારા રસોડે મોકલજો, હુ મારા થાળમાંથી તમારા બધા સારુ ભોજનની વ્યવસ્થા કરીશ. તમે સહુ હવે ભોજન સંબંધી કોઇ ચિંતા કરશો નહી. બસ એજ દિવસે સદગુરુ ભૂમાનંદ સ્વામીએ નારાયણાનંદ સ્વામીને શ્રીહરિના રસોડે મુળજી બૃહ્મતારી પાસે મોકલ્યા. એ સમે શ્રીહરિએ સહુ બિમાર સંતો માટે પોતાના થાળની પૃસાદી મોકલીને પોતાના થાળ બનાવનાર સહુ ભક્તોને કહ્યું કે આજથી સહુ બિમાર સંતોના સારુ ભોજન પણ મારા થાળની સાથો સાથ જ બનાવજો એમ કહીને ખાસ આજ્ઞા કરી. આવી રીતે શ્રીહરિની આજ્ઞાથી રસોડેથી સહુ બિમાર સંતો માટે દરરોજ મહારાજના થાળ ની પૃસાદી જમવા માટે આવતી. પંદર દિવસે સહુ સંતો સાજા થયાને નિરોગી થયા.
થોડા દિવસે ભણનારા સંતોના ગુરુ એના સદગુરુ નિત્યાનંદ સ્વામી વડતાલ આવ્યા ત્યારે એમણે આ વિગત જાણી તો મહારાજ પાસે જઇને દંડવત કર્યો. મહારાજ રાજી થયા ને બોલ્યા કે અમે તમારા ભણનારા સંતો બિમાર હતા તે થોડી દિવસ ચાકરી કરી કરાવીને સાજા કર્યા છે હવે કાય ચિંતા કરશો નહી. આમ, શ્રીહરિ બીમાર સંતોની બહુ સાર સંભાળ રાખતા.
- સદગુરુ ભૂમાનંદ સ્વામીની વાતો માંથી…..
🙇🏻♂️🙏