દિવ બંદરના લાખોપતિ વણિક શેઠની મધદરીયે તોફાન થકી વહાણ સહિત રક્ષા કરતા તેમના સંકલ્પ પૃમાણે અડધું દ્રવ્ય ભગવાન દ્વારિકાધિશ ને અર્પણ કરવા જતા રસ્તા મા સદગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો.
Gujarati
પ્રભાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની રક્ષા
દિવ બંદરના લાખોપતિ વણિક શેઠની મધદરીયે તોફાન થકી વહાણ સહિત રક્ષા કરતા તેમના સંકલ્પ પૃમાણે અડધું દ્રવ્ય ભગવાન દ્વારિકાધિશ ને અર્પણ કરવા જતા રસ્તા મા સદગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો ને એમના શિષ્ય થયા. ગુરુદેવ સદગુરુ રામાનંદ સ્વામી સ્વધામ સીધાવયા છે ને કોઇ નવયુવાન વર્ણી ને એમના ગાદીએ બેઠા છે તો એ ખરાઇ કરવા મનના સંકલ્પો સાથે પોતે વૈષ્ણવાનંદ સ્વામી સાથે શ્રીહરિ પાસે આવ્યા. એ સમે સભામા શ્રીહરિએ અંતર્યામીપણે જાણીને નાના એવા લખમણ નામના છોકરા પાહે એમના મનના સંકલ્પો સહુને જણાવ્યા. પોતાને આજ પુર્ણપુરુષોતમ નારાયણ છે એનો પરિપૂર્ણ નિશ્ચય થતા સાધુ થયા ને શ્રીહરિએ એમને પછી સેવા કરતા કરતા થોડે સમયે શ્રીહરિએ એમને મહાભાગવતિ સાધુ દિક્ષા આપીને પૃભાનંદ સ્વામી એવું નામ પાડ્યું.
પૃભાનંદ સ્વામી સત્સંગ વિચરણમા ફરતા ફરતા સદગુરુ आनंदાનંદ સ્વામી સાથે એકવખત સુરત પધાર્યા. એકદિવસ બપોરે સદગુરુ આનંદાનંદ સ્વામી જળની તૂંબડી ભરીને પૃભાનંદ સ્વામીને જળપાન કરાવવા ગયા. પૃભાનંદ સ્વામીને એજ સમયે બરાબર પોતાના પુર્વજન્મની સ્મૃતિ થઇ આવી તે તુરંત જ બોલ્યા કે આનંદાનંદ, હુ તો ભારદ્વાજ ઋષી છવ તે વર્ણાશ્રમ ને નિયમે તમારી તૂંબડીનુ પાણી નહી પીઉ. આ સાંભળીને તુરતંજ આનંદાનંદ સ્વામી કહે કે અરે પૃભાનંદજી..! યહા તો સબ કોઇ ઋષી હી હૈ, સબ કા પૃભાવ હમારે પૃભુ સહજાનંદજી ને કુંઠિત કયા હૂઆ હૈ..! બાકી તો સબ કોઇ પુરવજનમ સે ઋષી ઔર યોગી હી હૈ..! પૃભાનંદ સ્વામી ને તુરતંજ પોતાની ભૂલ્ય સમજાણી ને આનંદાનંદ સ્વામી પાહે ચરણે પડીને માંફી માંગી.
પૃભાનંદ સ્વામી એકવખત વિચરણમા ફરતા મંડળ સાથે વટામણ ગામે પધાર્યા. ભીમજીભાઇ વગેરે સત્સંગીઓ એ સંતોને બે ચાર દિવસ સારુ રોક્યા. સ્વામી ગામબહાર નદીના કાંઠે ઝાડની નીચે ઉતરયા. ગામના સત્સંગીઓએ સંતોને આજીજી કરી કે આહી વાઘ નો બહુ ત્રાસ છે, વાઘ હુમલો કરીને માણસ ને મારી નાંખે છે એટલે અમારા ઘરે ગામમાં પધારો. પૃભાનંદ સ્વામી કહે તમે ચિંતા ન કરો, અમને વાઘ-દિપડાનો ભય નથી. અમને આ નદીનો કાંઠો ઉતરવા માટે વધુ અનુકુળ છે. ગામના સત્સંગીઓએ ઘણીય આજીજી કરી પણ સંતો નદીના કાઠે ઝાડ નીચે જ રહ્યા. રાત્રે સભા થઇ એટલે ભીમજીભાઇ વગેરે હરિભક્તો દસેક વાગ્યા સુધી સંતો હારે રહ્યા પણ મોડેકથી ઘરે ગયા. રાત્રે એમને ભય હતો કે વાઘ જરુર આવશે ને સંતોને ઇજા કરશે એમ વીચારી ને સુઇ શક્યા નહીને વહેલી સવારે પાંચ વાગ્યે હરિભક્તો સંતો પાસે પરત આવ્યા. સંતો તો નાહી ધોઇને નદીના પટમાં શાંતચિત્તે પુજાપાઠ ને ધ્યાન કરતા હતા. હરિભક્તો સહુ સંતોને સલામત જોઇને બોલ્યા કે સારું થયું કે આજ વાઘ આવ્યો નહી બાકી આહી તો રોજ વાઘ આવે છે. પૃભાનંદ સ્વામી કહે કે ભીમભગત, શ્રીહરિ અમ સાથે કાયમ છે, વાઘ તો રાતે આવ્યો તો પણ મહારાજે અમ સૌની રક્ષા કરી, જુઓ આજુબાજુ મા એમના સગડ(પગલા ના નિશાન) પણ હજુ છે જ..! શ્રીજી મહારાજનો પૂર્ણ આશરો રાખઇ તો ખુદ કાળ પણ વાળ વાંકો કરવાને સમર્થ નથી. ભીમજીભાઇ વગેરેએ જોયું તો ફરતા વાઘના આવ્યા ના નિશાન હતા. સૌ ઘણા આશ્ચર્ય પામ્યા. આમ પૃભાનંદ સ્વામી પોતે હિંસક પૃાણીઓના સ્વભાવને પણ ફેરવી નાંખે એવા પ્રભાવશાળી હતા.
- સંત સુમન સૃજમાંથી…. 🙇🏻♂️🙏