મહારાષ્ટ્રમા બૂરાનપુર પાસે સાવદા ગામ છે. સદગુરુ મંજુકેશાનંદ સ્વામી અને સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ દેશમાં વિચરણ કરીને હરિભક્તો ને દ્રઢ સત્સંગ કરાવેલો.

Gujarati

સાવદાના શ્યામદાસ કંદોઈ અને શ્રીજી મહારાજની ચોકી

મહારાષ્ટ્રમા બૂરાનપુર પાસે સાવદા ગામ છે. સદગુરુ મંજુકેશાનંદ સ્વામી અને સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ દેશમાં વિચરણ કરીને હરિભક્તો ને દ્રઢ સત્સંગ કરાવેલો. સાંવદા ગામમાં બજારમા કરીયાણા ગંધીયાણા વગેરે તથા બીજા વ્યવસાયની ઘણી દુકાનો હતી. આ દુકાનોની વચ્ચે એક પરમભકત એવા શ્યામદાસ કંદોઈની દુકાન હતી. તેઓ દિવસે પોતાની દૂકાને મીઠાઇ વેચે ને રાત્રે જરુરિયાત પૃમાણે પોતાના ઘરે બનાવતા હતા.

એક દિવસની સાંજના સાંવદા ગામ સૌ કોઇ પોતપોતાના ધંધા રોજગાર વગેરે આટોપીને પોતપોતાના ઘરે ગયા. આંખુય ગામ રાત્રીના અંધકારમાં જંપી ગયું. ગામની બજારમા ફાનસે ધીમાધીમા દીવાઓ ટગમગતા હતા. સૌ કોઇ બધા ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા. હરિભક્ત શ્યામદાસ પણ પોતાની દૂકાન વધાવીને સાંજે ઘરે ગયા. પોતાનો નિત્યકૃમ પતાવીને શ્રીહરિનુ સ્મરણ કરતા થકા પથારીએ પોઢ્યા. એ દિવસે શ્યામદાસની દૂકાન સામેના દૂકાનવાળા કંદોઈ તો મીઠાઈ બનાવવા તાવડે બેઠા. રાત્રે અધરાતનો સમય થવા આવ્યો હશે એ સમયે તેઓએ એક આશ્ચર્યકારી ઘટના જોઈ. પાડોશી દુકાનદાર મનમા વિચારે કે ‘અરે, આ શું ? શ્યામદાસની દુકાન આગળ પોલીસની ચોકી ? આવું તો ક્યારેય નથી બન્યું. હશે, શ્યામદાસની દુકાનમાં તિજોરી ઊતરી હશે તેથી પોલીસ ચોકિયાત કરતો હશે.’ તાવડા પર મીઠાઈ બનાવતાં બનાવતાં કંદોઈ વિચારતા હતા અને પ્રભાત થવા આવ્યું. પોલીસ તો કંદોઈની દુકાન તરફ આવી ને કહે કે… “કંદોઈ મહારાજ, અમે પોલીસ નથી. અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ. અમારા ભક્ત શ્યામદાસ ઉતાવળમાં દુકાનને તાળું મારવાનું ભૂલી ગયા તેથી અમે પોલીસના વેશે આખી રાત દુકાનની ચોકી કરી. અમે અમારા ભક્તની તમામ ચિંતા રાખીએ છીએ.

કંદોઈને થયું, ‘આ ભગવાન તો ખરેખરા ભક્તવત્સલ છે, પોતાના ભક્તની રક્ષામાં કેવા ખડે પગે હાજર રહે છે !! ધન્ય છે શ્યામદાસ, તને આ પૃગટ સ્વામિનારાયણ ભગવાન મળ્યા ! સ્વામિનારાયણ ભગવાનની ઘણી મહેર કહેવાય !

સવારે શ્યામદાસને સહુએ વાત કરી ત્યારે પોતે ભાવવિભોર થઇ ગયા ને કહેવા લાગ્યા કે મારી અબૂધની એક ભૂલ્ય થી મારા ભગવાનને આખી રાત મારી દુકાનનો ચોંકી પેરો કરવો પડ્યો. સહુ દુકાનદારોને ઘણો ગુણ આવ્યો ને સહુ સત્સંગી થયા.

  • શ્રીજીમહારાજ પૃગટની વાતો માંથી..

🙇🏻‍♂️🙏