એક સમયે શ્રીહરિ સુજાનસિંહ અને મનુભા દરબારના પ્રેમને વશ થઈ સોરઠમાં ધોરાજીથી એકાદ ગાઉ આઘેરા ગામ જમનાવડ પધાર્યા.
Gujarati
જમનાવડના અંબારામ વિપ્ર અને શ્રીજી મહારાજની સમાધિ
એક સમયે શ્રીહરિ સુજાનસિંહ અને મનુભા દરબારના પ્રેમને વશ થઈ સોરઠમાં ધોરાજીથી એકાદ ગાઉ આઘેરા ગામ જમનાવડ પધાર્યા. ગામમાં પૃગટપૃભુ પધારતા સૌ સત્સંગીના હૈયે હેતની હેલી વરહી. ગામમાં ધામધૂમથી સામૈયું કરીને શ્રીહરિને પધરાવ્યા. શ્રીહરિના થાળ કરવા ગામના અંબારામ વિપ્ર ખડે પગે સેવા કરતા. પોતે પૃેમાળ હૃદયના ભક્ત હતા ને વળી તેમનામાં કોઈ પ્રકારે મિથ્યાભિમાન ન હતું. અંબારામ વિપૃ પોતે ‘દયા પ્રભુની’ એટલે કે એક ભીક્ષા કરીને જીવન વ્યતીત કરતા અંબારામનો ભોળોભાવ અને અનન્ય સેવાભક્તિ જોઈ શ્રીહરિ તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા.
શ્રીહરિની પ્રસન્ન મુખમુદ્રા જોઈ અંબારામે મુમુક્ષુભાવે શ્રીહરિને પૂછ્યું, “હે મહારાજ… હે કૃપાનિધાન…! હે પતિતજનપાવન… ! અમે તો જીવ છીએ અને તમે જગદીશ છો. આપણા વચ્ચે એટલું છેટું છે કે કેમે કરીને અમારી નજર તમારા તરફ પહોંચે તેવી નથી, તમે તો અમારા ઉપર કૃપા કરીને નયનગોચર વર્તો છો ને અમારા અનેક ગુનાઓ માફ કરીને અમને અપૃતિમ હેતે અપનાવો છો. આમ, અંબારામ વિપૃે ઘણી ઘણી પૃારથના કરી. શ્રીહરિ પોતાના ભક્તના સાચા હૃદય નો ભાવ જોઇને મંદહાસ્ય કરતાં બોલ્યા જે, “અંબારામ ! આપણી વચ્ચે કાંઈ છેટું નથી. જો જીવની દૃષ્ટિ ફરી જાય તો સાવ ઢૂંકડું જ છે. જીવ અને જગદીશને જરાય છેટું નથી. આટલું કહેતાં ચપટી વગાડતા અંબારામ વિપૃ પર શ્રીહરિની કૃપા વહી અને તેઓને સમાધિ કરાવી. ધામોધામના દર્શન કરાવ્યા.
અંબારામને સમાધી થતા એમનો દેહ જમીન પર પડતા જોઈ સુજાનસિંહ મૂંઝાઈ ગયા ને બોલ્યા, “હે મહારાજ ! આ ભામણને શું થયું ? આને જીવતો કરો નહિ તો અમને વળી ક્યાંક બ્રહ્મહત્યાનું પાપ લાગશે.”
શ્રીહરિ આ સાંભળી હસ્યા ને કહ્યું, “બાપુ ! અંબારામ તો જીવતો જીવ છે ને એને અમારા સ્વરુપની સાચી ઓળખાણ છે. પણ જેને આ સ્વરૂપની ઓળખાણ નથી તે બધા જ જીવતા છતાં મરેલા છે. જેમ લુહારની ધમણ હાંફે છે તેમ તે બધા કેવળ હાંફે છે. પણ તેમનામાં જીવ નથી.” આમ, એ સમે શ્રીહરિએ એ સમે જીવ અને જગદીશ વચ્ચે છેટું ન રાખ્યું. થોડીવારે શ્રીહરિએ ફરીને ચપટી વગાડતા અંબારામ વિપૃ સમાધિમાંથી જાગ્યા ને સહુને પોતાને સમાધીમા થયેલા અક્ષરધામ ના સુખના અનુભૂતિ કહી સંભળાવી. ગામના ઘણાય મુુમુક્ષુઓને પણ અચરજ થયું ને સૌ વર્તમાન ધારણ કરી સત્સંગી થયા.
- અનાદિ મુક્તો માથી….
🙇🏻♂️🙏