ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને આંબરડી ગામના હાદાખૂમાણના દિકરા જોગીદાસ ખુમાણ વચ્ચે સાવર કૂંડલાના ગરાસ બાબતે તકરાર ચાલતી હતી.

Gujarati

દાદાખાચર અને જોગીદાસ ખુમાણનું બહારવટું

ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને આંબરડી ગામના હાદાખૂમાણના દિકરા જોગીદાસ ખુમાણ વચ્ચે સાવર કૂંડલાના ગરાસ બાબતે તકરાર ચાલતી હતી. ભાવનગર રાજ્ય સામે જોગીદાસ ખુમાણ બહારવટે ચડયા હતા, ભાવનગરના લશ્કરના શૂરવીર અધિકારીઓ અને અંગ્રેજ સત્તા પણ જોગીદાસ ખુમાણના બહારવટાને કાબુમાં ન લઇ શક્યા કે સમાધાન ન કરાવી શક્યા ! બે બે વરસ સુધી ભાવનગર રાજ્યના ખેડૂતો ખેતરોમાં સાંતી પણ જોડી શક્યા નહોતા ! મુળુ માણેક જેવા બહારવટિયાઓને કાબુમાં લેનાર અંગ્રેજ સત્તાએ પણ આ બાબતમાં હાથ અધ્ધર કરી દીધા હતા !

ભાવનગરના રાજા વજેસિંહજી પણ ત્રાસી જઈને જોગીદાસ ખુમાણના બહારવટાથી ભાવનગર રાજ્યને ઉગારવા માટે તે તકરારના સૂલેહ માટે શ્રીસ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. એ ગોહિલવાડના ગામડાઓમાં સંતોએ વિચરણ મા ઘણા ઘણા કષ્ટો સહન કરીને વ્યસનો છોડાવી, સત્સંગ કરાવીને પૃગટ શ્રીહરિની ઓળખાણ કરાવેલી. એ ગોહિલવાડના વિસ્તારોમાં સદગુરુ મુકતાનંદ સ્વામી તથા મોટા યોગાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે દરબારોના ગુરુ ગણાતા.

આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને સંદેશો મોકલી તત્કાલ ભાવનગર તેડાવ્યા. દાદાખાચર ભાવનગર આવ્યા અને વજેસિંહજીએ ખુમાણો સાથેનો સુખદ સુલેહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

શ્રીહરિની આજ્ઞા અને રુચિને જ જેમણે પોતાનું જીવન બનાવેલું એવા દાદાખાચરે કહ્યું, “બાપુ, આપની આજ્ઞા મારા માટે શીરોવધ છે પણ…?”

વજેસીહબાપુ ચમક્યા ને પુછયુ “પણ શું, દાદાખાચર ?”

ધીરગંભીર પૃેમની મૂરત દાદાખાચર કહે કે “બાપુ હું આપની આજ્ઞા જરૂરથી માનીશ પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિની અનુજ્ઞામાં રહીને. બાપુ, હું નાનું-મોટું કોઈ પણ કાર્ય શ્રીહરિને પૂછ્યા વિના કરતો નથી. આ કામ એમની આજ્ઞા થતાં તરત હાથ પર ધરીશ અને એમની અનુમતિ મળતાં એમની કૃપાથી જ કાર્ય પાર પડશે.”

દાદાખાચરે ગઢડે આવી ભગવાન શ્રીહરિને વજેસિંહબાપુએ સુલેહના પ્રસ્તાવની વાત કરી. ત્યારે ભગવાન શ્રીહરિએ રાજી થતાં કહ્યું કે

“દાદા, આ તો પરોપકારનું કાર્ય કહેવાય. ગોહિલવાડ રાજ્ય અને ખુમાણો વચ્ચેની તકરારમાં નિર્દોષ માણસોને રંજાડ થતી હોય તો આપણો ધર્મ છે તેમને સુખ થાય તેવું કરવું. માટે દાદા, ભાવનગર રાજ્ય અને જોગીદાસ ખુમાણ વચ્ચે સુલેહ કરાવો એમાં અમો રાજી છીએ.”

દાદાખાચર કહે “ભલે, મહારાજ.”

શ્રીહરિ કહે કે “દાદા, અમને મોટા રાજા-રજવાડાં સાથે બહુ બને નહિ, તેઓનાં કાર્ય કરવાં, કરાવવામાં અમારી બિલકુલ રુચિ નથી. પરંતુ આત્મીયતા કે સુલેહ થાય તો એ કરાવવામાં અમારો અત્યંત રાજીપો વરસે.”

શ્રીહરિનુ વચન સૂણી ને દાદાખાચર બોલ્યા કે ”મહારજ, આ કાર્ય પાર પાડવામાં આપનો રાજીપો થતો હોય તો એ કામ કેમ ન થાય ?”

બીજે જ દિવસે મહારાજની આજ્ઞા મુજબ દાદા ખાચર ભાવનગર ગયા, શ્રી વજેસિંહજી સાથે બહારવટું પાર પાડવા માટેની શરતોની ચર્ચા કરી, સાથે ભાવનગર રાજ્યના બસો જેટલા બખતરીયા અસ્વારો અને સાથે લઈને જોગીદાસ ખુમાણના બેસણા તરફ ગયા ! જોગીદાસ ખૂમાણને વિગતે વાત્ય કરી.

દરબાર વજેસીંહ બાપુ ને જોગીદાસ ખૂમાણ ને સાથે બેહારીને સમાધાન કરાવયુ ને એજ સમયે જોગીદાસ ખૂમાણના ખમીરવંતા બહારવટાનો અંત આણ્યો.

રાજપરિવારવતી જોગીદાસ ખૂમાણના ધર્મના બેન જે વજેસીંહ બાપુના રાણી હતા એમણે સહુને દરબારમા હેતે જમાડ્યા.

દાદાખાચર શ્રીહરિની અનુજ્ઞાથી સમાધાન કરાવી ગઢપુર પરત આવ્યા ત્યારે શ્રીહરિ તેમના પર અત્યંત પ્રસન્ન થયા અને સાથે આવેલા સૌ ખુમાણોને દરબારગઢમા ભોજન કરાવ્યું ને રોકયા. એ દિવસે જ્યારે બહારવટે હતા એ સમયના જોગીદાસ ખૂમાણના પરસ્ત્રી સામું નહી જોવાના નિયમ ને શ્રીહરિએ સહુ સંતો ભક્તો સામે સભા મા વખાણ્યો અને કહ્યું કે સહુ પોત પોતાના ધર્મ ને અણિશુદ્ધ પાળે તો જ ધર્મ ટકે.

જોગીદાસ ખુમાણનું બહારવટું - દાદા ખાચરે પોતાની કુશળતાથી પાર પડાવ્યું,! તે હકીકત સોરઠના ઇતિહાસમાં અંગ્રેજ સતા દ્વારા સુવર્ણ અક્ષરે લખાયેલ છે, દાદા ખાચરે ભાવનગર રાજ્યના રાજા અને જોગીદાસ ખુમાણ વચ્ચે થયેલા સમાધાનનો જે દસ્તાવેજ બનાવ્યો હતો તે દસ્તાવેજમાં વપરાયેલ ભાષા અને તેમાં વપરાયેલ શબ્દોની સ્પષ્ટતા અને જોગીદાસ ખુમાણ સાથે દાદા ખાચરે શુરવીરતા અને કુશળતાથી લીધેલ નિર્ણયો જાણીને રાજકોટ પ્રાંતના અંગ્રેજ અધિકારી પણ અચંબો પામી ગયા હતા ! આથી તે સમયના અંગ્રેજ સરકારના રાજકોટના પોલિટિકલ અધિકારીએ પણ દાદા ખાચરને ખુબ ધન્યવાદ આપ્યા હતા ! આ નોંધ કાઠિયાવાડના રાજવી ઇતિહાસમાં લખાયેલ છે.

દાદા ખાચરની વ્યવહાર કુશળતા અને શૂરવીરતાનો આ એક ભવ્ય પ્રસંગ રાજકોટની લેંગ લાઈબ્રેરીમાં અંગ્રેજ સરકારના દફતરે સંચાવાયેલ કાઠિયાવાડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે.

  • અનાદિ મુકતોમાંથી…. 🙇🏻‍♂️🙏