લૂણાવાડા પાસેના હરિપર ગામે માવજી સુથાર નાનપણથી જંતર-મંતર જાણતા હતા. કોઇને વીંછી કે સર્પદંશ થાય તો પોતે ઉતારતા તેમજ બીજી મેલી વિદ્યા પણ પોતે શીખેલી.
Gujarati
ધ્યાનદાસજી સ્વામી (માવજી સુથાર) અને સમાધિનું સુખ
લૂણાવાડા પાસેના હરિપર ગામે માવજી સુથાર નાનપણથી જંતર-મંતર જાણતા હતા. કોઇને વીંછી કે સર્પદંશ થાય તો પોતે ઉતારતા તેમજ બીજી મેલી વિદ્યા પણ પોતે શીખેલી તે તાંત્રિકવિધીઓ કરતા. એના પાડોશમાં મુમુક્ષુ મોરારજી વિપૃ રેતા હતા એ સંતોના યોગે સત્સંગી થયેલા. મોરારજી વિપૃને પૃગટ શ્રીહરિનો પાકકો નિશ્ચય હતો એટલે એ માવજી સુથારની મેલી વિદ્યા વગેરે ને બહુ ગણકારતા નહી. એકદિવસ મોરારજી વિપૃ માવજી સુથાર ને કહે કે તમે આ જંતર-મંતર વગેરે કરો છોવ, પણ એનાથી કાય તમારા આત્માનું ભલું થાહે નય. પૃગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન બીરાજે છે તો એમના શરણે થાઓ ને આ બધીય જંજાળ છોડો, નહીતર લખ-ચોરાશીમાં ધોકા ખાઇ ખાઇને કોઇ કાળે છુટકો નય થાય. માવજી સુથારને બહુ ધમંડ તે બોલ્યા કે હુ મારા જંતર મંતર સ્વામિનારાયણ ઉપર અજમાવું અને જો એને કાય ન થાય તો જ હુ એના શરણે થાઉં.
આ સાંભળીને મોરારજી વિપૃ કહે કે એ પૃગટ પૃભુ ઉપર તો તમારું કાય ઉપજે જ નય, પણ જો તમે મારા ઉપર જંતર મંતર કરશો તોય તમારું કાય ઉપજે નય. માવજી સુથારનું સ્વમાન ઘવાતા એમણે એકદિવસ મોરારજી વિપૃ ઉપર જંતર-મંતર વગેરે તાંત્રિક વિધીઓ અજમાવી જોઇ પણ કાય થયું જ નહી. મોરારજી વિપૃ નો વાળ વાંકો ન થયો. માવજી સુથારે બહુ પૃયત્નો કરયા પણ કોઇ કાંરી ફાવી નહી એટલે બહુ આશ્ચર્ય થયું તે મોરારજી વિપૃને કહે કે મને તમારા સાધુ પાહે લઇ જાઓ.
થોડેસમયે મહાપૃસાદાનંદ સ્વામી હરિપર ગામમાં પધાર્યા એટલે એમના દર્શન કરીને વર્તમાન ધારણ કરીને માવજી સુથાર સત્સંગી થયા. મહાપૃસાદાનંદ સ્વામી કહે એ પંચ વર્તમાન પાળજો ને ભગવાનનુ ભજન કરજયો. મોરારજી વિપૃ જેવા સારા સત્સંગી મળ્યા છે તો એમનો સંગ રાખજો. એમ કહી સ્વામી બે દિવસ રોકાઇને બીજે ગામ સત્સંગ વિચરણમા ગયા.
માવજી સુથાર તો હવે કોઇનીય શેહ-શરમ રાખ્યા વગર જ ઉચ્ચ સ્વરે ‘સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ..!’ એમ અહર્નિશ ભજન કરવા લાગ્યા. ઘરના સભ્યો ને અજુગતુ લાગતા તેઓ એમને ઘરમાં પુરી દેવા મંડયા.
એકદિવસ ઉચ્ચસ્વરે ભજન કરતા જાણીને એમના ઘરના સભ્યોએ એમને ઓરડામા પુરી દીધા હતા. તે સમે ડોઢ-બે દિવસ ના ઉપવાસ થયા તે સમે ભક્તવત્સલ શ્રીહરિએ એમને ઓરડા મા દર્શન દીધા ને છતે દેહે ત્યાથી ઉઠાવીને ગઢપુર લક્ષ્મીવાડીમાં લાવી દીધા.
એમણે લક્ષ્મીવાડીએ એક આખી રાત્ય ભજન કર્યું તો શ્રીહરિની મુર્તી દેખાવા લાગી. માવજી સુથાર ત્યાથી ચાલી ને તેઓ અમદાવાદ આવ્યા ને ગુરુ મહાપૃસાદાનંદ સ્વામી પાસે રહ્યા. પોતે અખંડ ભજન કરતા એટલે ભજનમય થય ગયા હતા. થોડેસમયે તેઓ મહાપૃસાદાનંદ સ્વામી ને કહે કે મને સાધુ કરો એટલે સ્વામીએ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે દીક્ષા અપાવીને ધ્યાનદાસજી નામ પાડ્યું. તેઓને શરૂઆતમાં જ ચાર દિવસની સમાધી થતી. એકવખત તો અઢાર દિવસ સુધી સમાધી મા જતા રહેલા.
એમના ગુરુ મહાપૃસાદાનંદ સ્વામીના મંડળમા તેઓ કાયમ રહેતા એટલે લાંબો સમય સમાધી મા રહે તો મંડળના સંતોને સત્સંગ વિચરણમા બહુ અગવડતા પડતી.
એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી મળ્યા એટલે મહાપૃસાદાનંદ સ્વામીએ એમને આ વાત જણાવી ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે ધ્યાનદાસજી બીજા કશાય બંધનમાં તો બંધાય એવા નથી પણ જ્યારે સમાધીમા ન હોય ત્યારે એમને રસાસ્વાદ ની પૃીતી છે એમને સારા સારા ભોજન જમાડજો એટલે એ કારણે એમને બહુ સમાધી નહી રહે.
આમ સ્વામીના વચને એમને પછી ચાર દિવસની સમાધી રહેતી.
પુરવના જંતર મંતર કે તાંત્રિક વિદ્યા કરનારા માવજી સુથાર અખંડ ભજનનાં પૃતાપે ને સદગુરુ સંતોના આશીર્વાદે સમાધીનુ સુખ લેતા થઇ ગયા.
- શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી….
🙇🏻♂️🙏