એકવખત ગઢપુર શ્રીહરિને તેડવા ગામ કૂંડળથી રાઇબાઇબાં ના દિકરા અમરા પટગર આવ્યા. શ્રીજીમહારાજને વિનંતી કરી કે હે મહારાજ..! અમારા ઘરે સૌ પધારો.

Gujarati

કૂંડળની ઉતાવળી નદી અને ભક્તિનો ઉપદેશ

એકવખત ગઢપુર શ્રીહરિને તેડવા ગામ કૂંડળથી રાઇબાઇબાં ના દિકરા અમરા પટગર આવ્યા. શ્રીજીમહારાજને વિનંતી કરી કે હે મહારાજ..! અમારા ઘરે સૌ પધારો, મારા માતુશ્રીએ મને તમને સહુને તેડવા મોકલ્યો છે. શ્રીહરિ રાજી થયા અને સૌ સંતો ભક્તો સાથે કૂંડળ પધાર્યા. દરબારગઢમા શ્રીહરિનો અને સંતો ભકતોને ઉતારો કરાવયો. સૌ સંતોને રાઇબાઇબાં રોજ દૂધપાક-લાડુ વગેરે વગેરેની રસોઇઓ આપીને જમાડતા. શ્રીહરિ રોજ સંતો ભક્તોની પંગતે પીરસીને સૌને હેતે જમાડતાને રોજ બપોર પછે રોંઢો થતા સૌ સાથે ઉતાવળી નદીના આરે નાવા પધારતા. એકદિવસ શ્રીહરિને કોઇએ સમાચાર દીધા કે બરવાળા ગામના રસ્તે ઉત્તરદિશામા નદીમાં પાણીનો ધરો છે ત્યાં નહાવાની મજા પડે એવું છે તો ત્યાં પધારો. શ્રીહરિ બપોર પછે સૌ સાથે ત્યાં જવા તૈયાર થયા. મહારાજ ઘોડે ચડીને સૌ કાઠી દરબારો ને સંતો સાથે તયા નહાવા ચાલ્યા. નદીએ પહોંચી સૌ નિર્મળ ધરામાં કૂદકા મારી મારીને ખુબ નહાયા ને ઘણી ગમ્મત કરી. સુરાખાચર અને બ્રહ્માનંદ સ્વામીએ ઘણી ઘણી યુકિતઓ કરીને શ્રીહરિને રાજી કર્યા. નાહીને કોરા વસ્ત્રો પહેરીને મહારાજે સૌ સંતોને પાસે બોલાવીને નદીના રેતીના પટમાં ઉચ્ચા પત્થરે બેસી ને સભા કરી. સૌ મોટા મોટા સંતો સન્મુખ બેઠા. થોડીવાર એ વખતે સૌ કાઠી દરબારો પણ વસ્ત્રો બદલાવીને સભામા આવ્યા ને શ્રીહરિને પગે લાગીને બેસવા ગયા એ વખતે શ્રીહરિના ચરણે હાથ અડાવવા લાંબો કર્યો પણ મહારાજે ચરણો પાછો ખેંચી લીધા. દરબારો બોલ્યા કે ભણુ મહારાજ..! એમ કાણું કરતા છોવ..! ત્યારે મહારાજ કહે કે તમે બધા અશુદ્ધ છોવ..! એ સાંભળીને દરબારો કહે કે મહારાજ તમારી સાથે તો અટાણ લગણ નહાયા ને તમે હજુ કયો છો કે અમે બધાય અશુદ્ધ છઇ. ઇ માળું કાય સમજાતુ નથી. ત્યારે શ્રીહરિ કહે કે તમે ધરામાં કુદકા માર્યા, કે પાણી મા તર્યા પણ અમારી સાથે કિરતન ભકિત કરતા કરતા નાયા નહોતા, એટલે અશુદ્ધ ગણાઓ. જયા ભગવાન ની સ્મૃતિ ન હોય એ જળ રુધિર સમાન છે. ધ્યાન માનસીપુજા કે ઠાકોરજીને થાળ કરતા હોવ ને મન બીજે ભમતું હોય તો એ બધીજ કૃીયા અશુદ્ધ જ કેવાય. એમ એ સમે તયાં સભા મા પુરાણની દ્રષ્ટાંત વાત્ય કરીને શ્રીહરિએ સૌ કાઠી ભક્તો અને સંતોને હરેક કૃીયામાં ભગવાનનુ અનુસંધાન રાખવું એવો ઘણો ઉપદેશ દીધો.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી…

🙇🏻‍♂️🙏