જેતપુરના જીવાજોષી શ્રીહરિ ને વિશે અનન્ય હેતવાળા નિષ્ઠાવાન હરિભક્ત હતા. જેતપુર ગામમાં નાત્યના બૃાહ્મણોનો દ્વેષ હોવા છતા તેઓ શારધાર સત્સંગ રાખતા હતા.
Gujarati
જેતપુરના જીવા જોષી અને સત્સંગ નિષ્ઠા
જેતપુરના જીવાજોષી શ્રીહરિ ને વિશે અનન્ય હેતવાળા નિષ્ઠાવાન હરિભક્ત હતા. જેતપુર ગામમાં નાત્યના બૃાહ્મણોનો દ્વેષ હોવા છતા તેઓ શારધાર સત્સંગ રાખતા હોવાથી એમની નાત્ય તરફથી બહુ તકલીફ હતી. પોતે ગામમાં નાનું ગોરપદું વગેરે કરીને ગુજરાન ચલાવતા હતા. જીવા જોષીની નાણાકીય આર્થિક સંકડામણ જોઇને જ ભક્તવત્સલ શ્રીજીમહારાજે ગામમાંથી ઉછીના ચારસો રુપીયા લઇને એમના દિકરાને ધામધૂમથી જનોપવિત અપાવી હતી.
જીવા જોષી પંચવર્તમાન પુરા પાળતા એટલે ડુંગળી લસણ વગેરે ખાતા નહી, એ બાબતે એમના નાતિલા બૃાહ્મણો ને રુચતુ નહોતું. સંજોગવશાત્ એકવખત જેતપુર દરબારને ત્યાં કોઇ પ્રસંગોપાત્ત બૃાહ્મણોને જમણ હતું. નાતિલાઓ ને ગામધણીને ભરમાવવાનો મોકો એ દિવસે મળી ગયો. સહુ જઇને ગામધણીને બોલ્યા કે દરબાર..! આજે તમારી ત્યાં રહોડે અમારી આખીય બૃાહ્મનાત્ય તમારે ત્યાં જમશે પણ એક બૃાહ્મણ નહી જમે..! કાચા કાનના દરબારે બૃાહ્મણોની વાતો માં આવીને તુરંત જ જીવા જોષી ને બોલાવી ને કર્યું કે જીવા તે શુ આ બધોય ટંટો આદર્યો છે તે તુ કોઇની ત્યાં જમતો નથી. જીવા જોશીએ વિનય સહિત દરબારને પુરેપુરી ધર્મમર્યાદા કહી સંભળાવી પણ દરબાર માન્યો જ નહી. જીવા જોષી કહે કે દરબાર..! ભલે બધા પૃેમે જમતા, મારા એક ના ન જમવાથી તમારે ત્યાં શુ ફેર પડશે, મને મારા ઇષ્ટદેવની મર્યાદા છે એટલે ડૂંગળી-લસણ મારાથી જમી શકાય નહી. મારા ઇષ્ટદેવની આજ્ઞા મારા શીર સાટે છે.
ગામધણી દરબાર તો વાત સાંભળતા પોતાનું વેણ જીવા જોષી એ માન્યું નહી એમ જાણી ને વધારે ખીજાયા ને કહ્યું કે જો તારે નાત્ય હારે જમવા ન બેહવુ હોય તો તુ જેતપુર ગામ મુકી ને જતો રહે.
જીવા જોષી મનમાં ઘણા મુંજાયા પણ મનમાં વિચાર્યું કે શ્રીજી મહારાજ ખુબ દયાળુ છે, એમનુ કર્યું જ બધુ થાય છે એટલે એમણે મારા સારુ ક્યાંક તો રોટલો લખ્યો જ હશે. એમ વીચારીને એજ દિવસે પોતાના દિકરા ને દીકરાની વહુ સાથે લઇને પોતે જેતપુર ગામ મુકીને જૂનાગઢ શ્રીજીમહારાજ બીરાજતા હતા ત્યાં આવ્યા.
જુનાગઢ આવીને શ્રીજીમહારાજને દંડવત કરી ને વિગતે વાત કરી, મહારાજ ઢોલીયેથી ઉભા થઇને ભેટી પડ્યા ને બોલ્યા કે તમે સત્સંગ ની આજ્ઞા પાળયા સારુ દરબારે ગામ મુકાવ્યું તો પણ ડગ્યા નહી એ વાતે અમે તમારા ઉપર બહુ રાજી છીએ.
શ્રીજીમહારાજે તુરંત જ શુકમુનિ પાસે ગામ પીઠવડીના પટેલ ભગા ને મૂળા ને કાગળ લખાવ્યો ને જીવા જોષી ને એમના પીઠવડી ગામમાં રહેવા ને આજીવિકા નો પુરતો બંદોબસ્ત કરી આપવા ભલામણ કરી. ભક્તવત્સલ શ્રીહરિએ પત્રમાં ખાસ ભલામણ કરી કે આ હરિભક્ત અમારા અતિનિષ્ઠાવાન ભકત છે માટે એમની મહીમાંથી ખાસ સારસંભાળ રાખજો.
પત્ર લઇને જીવાજોષી પોતાના પરિવાર સાથે પીઠવડી આવ્યા ને ભગા-મૂળા બેઉ ભાઇઓને મળ્યા ને શ્રીહરિનો પત્ર દીધો. બેઉ ભાઇઓ તો શ્રીહરિને વીશે અપાર હેત ધરાવતા હતા એટલે તુરતંજ ભકતરાજ જીવા જોષીને રહેવા સારુ એક મકાન ખાલી કરાવી આપ્યું ને ઘરવખરી લાવી દીધી. એમના પુત્ર અને પુત્રવધુને આવશ્યક વસ્તુઓ આપી ને ગામમાં ગોરપદું કરવા સારુ રાખ્યા.
- આદર્શ ભકતગાથામાંથી….
🙇🏻♂️🙏