શ્રીહરિના હજૂરી પાર્ષદ ગૂમાનજીભાઇને દાદા ખાચર પૃત્યે બહુ અહોભાવ હતો. એ એમને પૃેમની મુર્તી માનતા.
Gujarati
વાસુદેવચરણદાસ સ્વામી (પાર્ષદ ગુમાનજી) અને હરિચરિત્ર ચિંતામણી
શ્રીહરિના હજૂરી પાર્ષદ ગૂમાનજીભાઇને દાદા ખાચર પૃત્યે બહુ અહોભાવ હતો. એ એમને પૃેમની મુર્તી માનતા. એ મહિમા લખતા તેમણે હરિચરિત્રચિંતામણી પદ્ય ગૃંથના કિરણ ૧૦૩ મા નોંધ્યું છે કે… ઉત્તમ નૃપ ભારે નિષ્કામ, જેને વહાલા ઘણા ઘનશ્યામ..! ધન ધામ ધરાદિક જેહ, તેણે અર્પ્યું શ્યામ ને કરી સ્નેહ..!!
ગૂમાનજી પોતે રાજપરિવારના સભ્ય હતા એટલે ઉત્સવ સમૈયામાં પધારેલા મોટા મહેમાનો કે કોઇ રાજવીઓ પધારતા ત્યારે તેઓને સારી રીતે સાચવવા સરભરાની સેવા તેઓ બખૂબી જાણતા. શ્રીજીમહારાજે એમને ખાસ એ સેવામાં રાખેલા. તેઓ નાજા જોગીયા અને નાન ખાચર સાથે ઘોડશાળમાં ઘોડાઓ પણ સાચવતા. શ્રીહરિને કયા ભગતે કેવા કેવા ઘોડાઓ અર્પણ કર્યા એની નોંધ તેમણે હરિચરિત્ર ચિંતામણી પદ્યના કિરણ ૧૧૦ વિગતવાર નોંધ કરી છે કે…
- સૌ પ્રથમ દાદાખાચરે બાવળી માણકી ઘોડીની જોડ્ય અર્પણ કરેલ
- બોટાદના સોમલા ખાાચરે બોરી ઘોડી અર્પણ કરેલ
- અલૈયા ખાચરે એક કેસર ઘોડી અને બે રોજા ઘોડાઓ અર્પણ કરેલ
- રોજકાના પરમભકત કાકાભાઇએ રોઝી ઘોડી અર્પણ કરેલ
- રોજકાના ગજા ગઢવી એ શ્રીહરિને રુપાળી શ્યામળી ઘોડી અર્પણ કરેલ
- જસકાના દરબાર જીવાભાઇએ ફૂલમાળ ઘોડી અર્પણ કરેલ
- ઉનાના વિપૃ જીવણભાઇએ છોગાળી ઘોડી શ્રીહરિને અર્પણ કરેલ
- કારીયાણી દરબાર વસ્તાખાચરે એક માણકી ઘોડીને એક વાંગળી ઘોડી અર્પણ કરેલ
- ગઢપુરના કારભારી હરજી ઠક્કરે હીરાળી ઘોડી અર્પણ કરેલ
- પંચાળાથી ઝીણાભાઇ ને ગગાભાઇએ એક બોદલી અને એક તાજણ ઘોડી અર્પણ કરેલ
- કરીયાણા થી દેહાખાચરે એક સીંહાળી ઘોડી અર્પણ કરેલ
- ગૂડેલના જીભાઇએ એક બોદલી ઘોડી અર્પણ કરેલ
- સંવત ૧૮૭૬-૭૭ મા મીણાપુરથી મોંઘીબા ના હસ્તે મુકતરાજ માણકી શ્રીહરિને અર્પણ થયેલ આમ કુલ ૨૧ ઘોડા-ઘોડીઓ તેમજ ભક્તો એ અર્પણ કરેલ ગાય-ભેંસ કે બળદોની જોડ્ય વગેરે ની યાદી પણ એમણે વિગતે રાખી હતી. શ્રીજીમહારાજના અંગભૂત પાર્ષદ ભગુજી, રતનજી, મીયાજી, ભીમભાઇ, વિરાભાઇ કે દેવાભાઇની સાથે તેઓ ચૌદ પૈકીના એક અજેય શુરવિર હતા. ખબડ-મતારા સાથે ધિંગાણા મા પણ એમણે અપૃતિમ શૌર્યના દર્શન કરાવેલા. આ પૃસંગે શ્રીહરિ એમના ઉપર વિશેષ રાજી થયા હતા ને દરરોજ બધા પાર્ષદો પાસે જાતે જઇને ખબર પુછતા.
સંવત ૧૮૮૬ મા જેઠ સુધી દશમીએ શ્રીહરિએ જીવનલીલા સંકેલીને સ્વઇચ્છાએ સ્વધામ સીધાવયા તયારબાદ ગૂમાનજીભાઇને બહુ વિરહ થતો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમને ધિરજ આપતા. એકદિવસ ગૂમાનજીભાઇ અને નાજા જોગીયા બને સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા ને કહ્યું કે સ્વામી, અમને બંને ને સાધુ કરો. અમારે હવે સંસારમા જવુ નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બેઉને દીક્ષા આપીને ગૂમાનજીભાઇ નુ નામ સાધુ વાસુદેવચરણદાસજી અને નાજા જોગીયા નુ નામ સાધુ ઘનશ્યામ સ્વરુપદાસ પાડયું. નાજા જોગીયા સાધુ થઇને જુનાગઢ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ને સદગુરુ કૃપાનંદ સ્વામીના મંડળ સાથે કાયમ રહેતા. વાસુદેવચરણદાસ સ્વામી એ સાધુ થયા પછી શ્રીહરિની વીસ વરહ સુધી કરેલ અંગભૂત સેવાઓની સ્મૃતિ સ્વરુપે અદભૂત હરિચરિત્ર ચિંતામણી ગદ્ય ગૃંથ લખ્યો છે. જેમા શ્રીહરિની મુરતીનું તેમજ અવનવા દિવ્ય ચરિત્રનુ સુંદર વર્ણન કરેલ જોવા મળે છે.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ પદ્યમાંથી…
🙇🏻♂️🙏