ધોળકા તાલુકામાં કૌકા નામે ગામ છે ત્યાં ગામધણી વાઘેલા દરબાર અખેરાજજી ને વિરાકુંવરબાં રહેતા હતા.

Gujarati

કૌકાના ગુમાનજી અને મીઠો લીમડો

ધોળકા તાલુકામાં કૌકા નામે ગામ છે ત્યાં ગામધણી વાઘેલા દરબાર અખેરાજજી ને વિરાકુંવરબાં રહેતા હતા. એ વખતે ગામમાં બીજા વીસ પરીવારો પણ વાઘેલા દરબારોના હતા. આ દંપતિ ઘણા મુમુક્ષુ હતા. વિરાકુંવરબાંની કૂખે સંવત ૧૮૪૪ મા શ્રીહરિના પરમ આજ્ઞાંકિત અને ચૌદ હજૂરી પાર્ષદમાંના એક એવા મુકતાત્મા ગૂમાનજી નો જન્મ થયો. જેમણે પોતાનો રાજપાટ, ઘનદોલત, માન મરતબો વગેરે તમામનો ત્યાગ કરીને શ્રીહરિની વીસ વીસ વરહ સુધી હજૂરી સેવા કરી. સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર મા એમને ચિંતવ્યા છે કે….. કૌકા કે ગૂમાનજી નામા, ક્ષત્રી ગૃાસવંત નિજ ઠામા..! સતસંગ હરિ મિલે જા દિવસે, હરિ કી સેવ મે રહે તા દિન સે…!!

શ્રીહરિએ જ્યારે જેતલપુરમા મોટો યજ્ઞ કર્યો એ વખતે કૌકા ગામના બૃહમણો દર્શને ગયેલા ને શ્રીહરિના આશ્રિત થયેલા. તેમણે આવીને દરબારગઢની ડેલીએ વાત કરી કે આ કળીયુગમા ભગવાન પૃગટ થયા છેને સતયુગ જેવો ધર્મ સ્થાપ્યો છે. અનેક ને દોયલી સમાધિઓ થાય છે ને સહુ બોલતા ચાલતા અગાઉથી કહીને અંતકાળે અક્ષરધામમાં જાય છે. આવી શ્રીહરિના અપાર મહીમાની વાતો યુવાન ગૂમાનજીને આરપાર ઉતરી ગઇ. પોતાને શ્રીહરિને પૃત્યક્ષ મળવાની તલપ જાગી. સંવત ૧૮૬૬ મા શ્રીહરિએ ડભાણમા ભવ્યાતિભવ્ય મહાયજ્ઞ કર્યો ત્યારે ગૂમાનજી ગામના સંઘ સાથે ગયાને શ્રીહરિના પૃથમ દર્શને જ જેમ સર્પ કાંચળી ઉતારે એમનું મન સંસારમાથી ઉડી ગયું અને એ માણીગર મોહનવર માવાની મૂરતમાં મન મળી ગયું ને કાયમ માટે પોતે શ્રીહરિની સેવામાં જોડાઇ ગયા. ગૂમાનજીએ ડભાણના યજ્ઞ વખતે લાડૂબા-જીવુબાએ પૃથમપુજા કરીને શ્રીહરિને રુપીયા ચોવીસસોની કિંમત ના આભૂષણ ધરાવ્યા તે સમાના દર્શન કર્યા, એ છબીનું વર્ણન આશરે સાંઇઠ વરહ પછી જ્યારે હરિચરિત્ર ચિંતામણી પદ્ય ગૃંથ લખ્યો ત્યારે ૧૦૫ મા કિરણ મા એણે વરણન કર્યું કે… તેના કડા કનકના ભારી, શોભે સુંદરવર સુખકારી..! હતા ચોવીસસોના ચિત્તચોર, પેર્યા પૃિત શુ ધર્મકિશોર…!! અલૈયાખાચર લાવ્યા હેત આણી, પેર્યા ચાંકળા સારંગપાણી..! hતા અઢારસો ના એ એહ, પેર્યા પૃભુ રાજી થઇ તેહ..!!

આવા ભક્તોના ભાવને ધારણ કરેલ છેલછબીલાની અદભૂત છબીનું અજોડ વર્ણન એમણે કર્યું છે. ડભાણ યજ્ઞના દર્શન કરીને સૌ પોતાને ગામ જાવા ચાલ્યા ત્યારે ગામલોકોએ શ્રીજી મહારાજને પૃારથના કરી કે હે મહારાજ..! ક્યારેક કૃપા કરીને અમારે ગામ પણ પધારજો ને અમારા ગૂમાનજીને સાથે લેતા આવજો એટલી કૃપા કરજો. શ્રીજીમહારાજ રાજી થયા ને હા કહી. સૌ ગામજનો પરત આવ્યા પણ ગૂમાનજી શ્રીહરિની અહર્નિશ સેવામાં રોકાઇ ગયા. એકવખત વૈશાખ મહીને શ્રીહરિ સૌ સંતો ભક્તો સાથે સંઘમા વિચરણ કરતા ને પોતાના ભકતોને દર્શન દાન દેતા દેતા વેજળકા, ઝાંખડા, ધોળી થઇને આંબલીયારા પધાર્યા. ત્યાં ગામ કૌકા અને ધોળકાના ભક્તો શ્રીહરિના દર્શને પધાર્યા. બને ગામના ભક્તોએ પોતાને ગામ પહેલા પધારવા ઝીદ કરી. ત્યારે મહારાજ કહે અમે એકસાથે બે ગામ તો કેમ આવીએ ?પણ કાલે સવારે અમારી માણકીની લગામ છૂટ્ટી મુકીશુ. જે ગામ બાજુ ચાલે ત્યાં જઇશુ ને બીજે ગામ પછી ત્યાથી આવીશું. કૌકા ગામના ભક્તોની પૃારથના માણકીએ સાંભળીને ત્યાં પહેલા પધાર્યા, ધોળકાના ભકતોને પણ સાથે લીધાને વાજતે ગાજતે શ્રીહરિનુ કૌકા ગામમાં સામૈયું કરીને પધરાવ્યા ને ગામની પશ્ચિમે લિંબના ઘેઘૂર વૃક્ષો હતા તયા સહુએ ઉતારો કરાવયો ને સહુ એ દિવ્ય દર્શન ને સેવા નો લાભ લીધો. છૂટી મુકી લગામ તે જ્યારે, ચાલી કૌકાને માર્ગે ત્યારે..! પૃભુજી તે દી કૌકે પધાર્યા, હરિજનના હરખ વધાર્યા..!! ગામ પશ્ચિમે લીંબડો સારો, કર્યો કૃષ્ણે ત્યા જઇને ઉતારો..!!

શ્રીહરિની સેવામાં એ વખતે ગૂમાનજી સાથે હતા એટલે આજે માતા વિરાકૂંવરબાં ને હૈયે વિશેષ આનંદ હતો, એમણે સહુ બાઇભકતો વતિ શ્રીહરિનુ પૂજન કરીને ચોખલિયે વધાવ્યા ને ઓવારણા લીધા. ગામધણી રાજા અખેરાજજીએ પણ એ વખતેવીસ મણ ના લાડું બનાવરાવીને શ્રીહરિ તથા સહુ ભકતોને ભાવે કરીને જમાડ્યા. શ્રીહરિ જે લિંબવૃક્ષની નીચે ઢોલીયે બીરાજયા હતા એ લીમડો પણ એ દિવસ થી મીઠો કરીને પોતાનો પૃૌઢપૃતાપ જણાવીને સૌ નવા મુમુક્ષુઓને પોતાના પુરુષોતમપણાની પૃતિત કરાવી. શ્રીહરિ બે દિવસ રોકાઇને ત્યાથી ધોળકાના ભક્તોનો ભાવ પુરો કરવા એમના સાથે ગયા હતા.

  • હરિચરિત્ર ચિંતામણી પદ્યમાંથી..

🙇🏻‍♂️🙏