એકવખત શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લિંબતરુ તળે સભા ભરીને બેઠા હતા. સભામા મોટા મોટા નંદસંતો અને કાઠી ભક્તો સન્મુખ બેઠા હતા.

Gujarati

વનવિચરણના બાવાજી અને વાસનાનું બંધન

એકવખત શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લિંબતરુ તળે સભા ભરીને બેઠા હતા. સભામા મોટા મોટા નંદસંતો, પંચાળા દરબાર ઝીણાભાઇ, સુરાખાચર, સોમલાખાચર, મોકાખાચર, જીવાખાચર ને દાદાખાચર વગેરે શ્રીહરિ સન્મુખ બેઠા હતા. એ સમે પાટ્ય ઉપર પૃાગજી પુરાણી શ્રીમદ્ ભાગવતની પંચમ સ્કંદની કથા વાંચતા હતા. જડભરત ને રાજા બહુગણ ના સંવાદની વાત કરતા શ્રીહરિ બોલ્યા કે આ ચરિત્ર બહુ અચરજકારી છે. અમને આ જડભરતની વાર્તા બહુ પિૃય છે. અમે પણ જ્યારે અગીયાર વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને વનવિચરણ કરવા નીકળ્યા, ત્યારે વનમાં ફરતા ફરતા એક મોટું સરોવર આવ્યું. સરોવર ના કાઠે એક નાની એવી મઢૂલીમાં એક વૃદ્ધ બાવાજી રહેતા હતા. અમે ત્યાં સરોવરના નિર્મળ જળથી નહાયા ને વૃક્ષ નીચે આરામ કરવા બેઠા.

પેલા બાવાજી એ અમને ભાળ્યા એટલે એ તુરંત આવ્યા ને બેઠા. અમે નમોનારાયણ કહ્યા ને આદર આપીને બેસાડ્યા ને વાતચીત કરી.

અમે એમને પુછયુ કે ‘યહા સે જનવસતી કીતની દૂર હૈ? ઔર આપકા ખાને-પીને કા કયા બંદોબસ્ત હૈ? ત્યારે બાવાજી કહે કે યહા સે એક છોટા સા ગાવ તીન-ચાર કોંસ દૂર હે..! મે વહા જાકે ભીક્ષા કર કે આતા હુ. યહા રહ કે મેરા શેષજીવન ગુજાર રહા હુ.

કંટાળીને બાવાજી બોલ્યા કે ગાંવ દૂર હોને સે કભી-કભી મે જાને આને સે થક જાતા હુ તો ઉપવાસ ભી કર લેતા હુ. શ્રીહરિ કહે કે અમને આશ્ચર્ય થયું એટલે બાવાજી ને પુછયુ કે ‘તો આપ વહા ગાવ કે નજદીક મે કયુ નહી રહ તે? યે રોજ કી તકલીફ કયો ઉઠાતે હો?’ ત્યારે બાવાજી બોલ્યા કે લડકા તુજે કયા માલૂમ..! મૈને યહા સરોવર કે કિનારે પે વડ કે પેડ બોયે હૈ, વો મેરે બેટે કે સમાન હૈ, ઉસકે છોડ કે મૈ કહા જાઉં..!

આટલી વાત કરીને શ્રીજીમહારાજ કહે કે જેમ આ જીવ મહામૂલો મનુષ્ય દેહ ધારણ કરીને સંસારમાં દેહના સંબંધીમાં બધાય છે, એમ જ ઝાડ પાન પશુ કે તુચ્છ એવા વસ્તુપદાર્થ મા પણ વાસના એ કરીને બધાય છે. જે વાસના જ જીવને જન્મ મરણ નુ બંધન નુ કારણ બને છે.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણમાંથી….

🙇🏻‍♂️🙏