સંવત ૧૮૮૬ ના જ્યેષ્ઠ સુદી દશમી એ શ્રીહરિ એ લીલા સંકેલી ને યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી ને સત્સંગ ની જવાબદારી સોંપી.

Gujarati

સદગુરુ નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનું અક્ષરધામ ગમન

સંવત ૧૮૮૬ ના જ્યેષ્ઠ સુદી દશમી એ શ્રીહરિ એ લીલા સંકેલી ને યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી ને સત્સંગ ની જવાબદારી સોંપી. સંવત ૧૮૮૬ થી સંવત ૧૯૦૮ સુધી બાવીસ વરહ સુધી શ્રીહરિના વિરહ સાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બંને દેશના આચાર્ય મહારાજશ્રી સાથે સત્સંગ ધૂરા સંભાળીને વહન કર્યું. સંવત ૧૯૦૮ માં સ્વામી શરીરે માંદા થયા ને જમવાનુ છોડી દીધુ તે ૨૭ દિવસ સુધી ઉપવાસ થયા.

એ વખતે સ્વામીના શીષ્ય એવા ઉપેન્દ્રાનંદ સ્વામી સત્સંગ વિચરણમા વડોદરા પાહે ગામ રૂવાંદમા મંદિરે હતા. એકાએક અધરાતે મંદિરના દરવાજે પોકેાર થયો કે હે ઉપેન્દ્રાનંદ સ્વામી, તમે વડતાલ જાઓ, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી માંદા છે.

આમ, વારાફરતી ચાર વખત થયું એટલે સ્વામીએ દરવાજે વારાફરતી જઇને જોયું પણ કોઇને ભાળ્યા નહી એટલે થયું કે શ્રીજીમહારાજે એમને સંદેશાની જાણ કરવા સારુ આકાશવાણી કરી. બીજેદિવસે પોતે મંડળ સાથે ચાલ્યા ને તુરંત જ વડતાલ આવ્યાને સ્વામીના દર્શન કર્યા ને ખબર અંતર પુછયા. ઉપેન્દ્રાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજીમહારાજે અંતરયામીપણે જાણ કરી હોવાથી આવ્યા છે. એમ કહ્યું એ જાણીને સદગુરુ ગોપાળાનંદ સ્વામી રાજી થયા.

એ સમયે વડોદરા મંદિરે સદગુરુ નિત્યાનંદ સ્વામી બીરાજતા હતા એમણે પણ સંદેશો મોકલ્યો કે ‘સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણે દંડવત પૃણામ સાથે અમારો સંદેશો દેજયો કે ‘સ્વામી, દેહ સારુ કાંક અન્ન જરુર જમજો. બીજુ કે ભાવાનંદ સ્વામીને ધામાનંદ સ્વામી જે બેઉ રઘુવિરજી મહારાજની વાડીએ રહે છે, તેઓએ સુકાયેલા ચંદનને તુલસી ના કાષ્ઠ જે એકઠા કરી રાખ્યા છે એ મારે કામ આવશે. મારે તમારા પહેલા અક્ષરધામ જાવુ છે, એટલે એ લાકડા તો મારે કામ આવશે.’

આમ સંદેશો મળતા સંતોએ વરતાલ મા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામીનો સંદેશો જણાવ્યો. યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીનો મર્મ પામી ગયા અને તુરંત જ પોતાના શીષ્ય પુરુષાનંદ સ્વામીને કહ્યું કે થોડીક રાબ કરી લાવો, મારે પીવી છે. સંતો તુરંત રાબ લાવ્યા એટલે સ્વામી એ રાબ પીધી.

થોડે દિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામી થોડાક સાજા થયા, સદગુરુ નિત્યાનંદ સ્વામી વડોદરાથી આવ્યાને બંને સદગુરુઓ હેતે મળ્યા. ગોપાળાનંદ સ્વામીની તબિયત ધીમે ધીમે સારી થઇ.

અગાઉ મોકલેલા સંદેશા મુજબ સદગુરુ નિત્યાનંદ સ્વામી સંવત૧૯૦૮ ના માગશર સુદી ૧૧ એકાદશીના દિવસે અક્ષરધામમાં શ્રીહરિની મુકતસભામાં સીધાવયા ને ધામાનંદ સ્વામી ને ભાવાનંદ સ્વામીને અગાઉ કહ્યા મુજબ એકઠા કરેલા ચંદન-તુલસીના કાષ્ઠથી જ્ઞાનબાગ મા અગ્નિસંસ્કાર કર્યો. થોડેસમય પછી એજ વર્ષે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વૈશાખ વદ ચોથના દિવસે અક્ષરધામમાં સીધાવયા.

બંને સદગુરુ સંતોના અગ્નિસંસ્કાર કર્યો એ સ્થળે વડતાલ જ્ઞાનબાગમાં બાજુ બાજુ માં છત્રી બનાવી છે જેના દર્શન થાય છે.

  • શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી….

🙇🏻‍♂️🙏