શ્રીજીમહારાજ એકવખત ગઢપુરથી વડતાલ જવા સહુ સંતોભકતો સાથે સંઘમા નીકળ્યા. સવારે સહુ ચાલ્યા તે બોટાદના ગામ તાજપરથી ચાલ્યા તે ઢીંકવાળી ગામે સહુ પહોંચ્યા.
Gujarati
ઢીંકવાળીના વણિક ભક્ત અને શ્રીજી મહારાજ
શ્રીજીમહારાજ એકવખત ગઢપુરથી વડતાલ જવા સહુ સંતોભકતો સાથે સંઘમા નીકળ્યા. સવારે સહુ ચાલ્યા તે બોટાદના ગામ તાજપરથી ચાલ્યા તે ઢીંકવાળી ગામે સહુ પહોંચ્યા. ગામમાં એક વણિક હરિભક્ત રહેતા હતા. વણિક ભક્ત ને ખબર પડતા તેઓ દોડતા આવ્યા ને શ્રીહરિને સહુને રસ્તે આંતર્યા ને દંડવત કરીને પૃારથના કરી કે હે મહારાજ..! તમે સહુ સાથે પધાર્યા છોવ તે મારે ઘરે રોકાવ..! શ્રીહરિ બોલ્યા કે આજ તો તડકો ચડતો જાય છે ને હજુ તો લાંબો પંથ કાપવો છે તો રોકાવુ પોહાય એમ નથી. ત્યારે વણિક ભક્ત વિનંતી કરતા આંખ્ય મા આંસુ સાથે બોલ્યા કે હે મહારાજ, આજ અમારા ઘરે થાળ કરો ને કાલે સવારે આહીથી ચાલજો..! ને તમને બહુ ઉતાવળ હોય તો બપોર પછી રોંઢો ઢળતા તડકો ઓછો થાય ત્યારે આહીથી સારંગપુર નજીક છે તો ત્યાં સુધી ચાલજો ને રાત્ય ત્યાં રહેજો પણ અમને બપોરે સહુને જમાડવા નો મોકો આપો તો સારુ ! શ્રીહરિ ભક્તના અંતરનો ભાવ જાણીને બોલ્યા કે સંઘના બીજા સંતો ને ભક્તોતો સારંગપુર પહોંચી ગયા છે, એટલે અમારે પણ ત્યાં જ પહોંચવું જરુરી છે. તમે અમને જમાડવા સારુ રોકો છો, પણ પાછળ વણિક કમળશીભકત ને એનું ઘરવાળું બેઉ ચાલતા આવે છે એમને રોકજો ને સારી પેઠે ચાકરી કરીને જમાડજો. તમે અમને પૃત્યક્ષ જમાડ્યા જેટલું જ માનીશું. અમને ચાલવા દ્યો ને તાણ્ય કરો માં..! વણિક ભક્ત શ્રીજીમહારાજની વાત્યે માન્યા અને ચાલવા દીધા. શ્રીજી મહારાજ એમના ઉપર રાજી થયા ને ત્યાથી ચાલ્યા તે સારંગપુર ગયા. મોડેકથી કમળશી શેઠને એમના ઘરવાળા બેઉ આવ્યા તે એમને રોક્યા ને કહ્યું કે શ્રીજીમહારાજે કહ્યું છે કે તમે બને અમારે ઘરે ચાલો ને રોકાઓ. કમળશી શેઠ કહે હુ બહુ થાક્યો છવ, મહારાજે મનની વાત જાણીને તમને કહ્યું. હરિભક્ત કમળશી શેઠને ઘરે લઇ ગયા ને સરભરા કરી. ઉનું પાણી કરીને નવરાવ્યા ને પૃેમે જમાડ્યા. બપોરે સુતા તે ચરણચંપી કરીને બહુ રાજી કર્યા. રોંઢો ઢળતા કમળશી શેઠ ને એમના ઘરવાળા ચાલ્યા તે સંધ્યા ટાણે ગામ સારંગપુર પહોંચ્યા. શ્રીજી મહારાજ જીવાખાચરના દરબારમાં રાતવાસો કરવા રોકાયેલા ત્યાં આવીને દર્શન કર્યા ને ઢીંકવાળી ગામે વણિક ભક્તે તમારી આજ્ઞાએ બહુ હેતે કરીને જમાડ્યા ને ચાકરી કરીને રોકયાની વિગતે વાત્ય કરી તે શ્રીજીમહારાજ બહુ રાજી થયાને મંદ મંદ હસતા થકા બોલ્યા કે એમણે અમારા ભક્તને હેતે જમાડ્યા ને ચાકરી કરી હવે એ વણિક ભક્તનું ઋણ અમારે ચુકવવુ જ રહ્યું.
- શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી…
🙇🏻♂️🙏