ગામ બરવાળાના સુંદરજી ને કાનજી શેઠ એ બે ભાઇઓ એ વેળા દરબારનો દેંદરડા ગામનો કારભાર સંભાળતા.
Gujarati
બરવાળાના સુંદરજી અને કાનજી શેઠની નિશ્ચયબળ
ગામ બરવાળાના સુંદરજી ને કાનજી શેઠ એ બે ભાઇઓ એ વેળા દરબારનો દેંદરડા ગામનો કારભાર સંભાળતા. એકવખત તેઓ ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના દર્શને આવ્યા. આદિ આચાર્યશ્રી રઘુવિરજીમહારાજ એ વખતે ગઢપુર બીરાજતા હતા એટલે કોઠારી ભકિતવલ્લભ સ્વામીએ બેઉ ભાઇઓને એમના પણ દર્શન કરાવ્યા. બંને ને આચાર્ય મહારાજશ્રીની સરળતા, સંત મહિમા અને મૃદુતા જોઇને બહુ ગુણ આવ્યો ને એમના પાસે વર્તમાનધારણ કરીને સત્સંગી થયા. કોઠારી સ્વામીએ દિવસે વચનામૃતની કથા કરતા કહેલું કે ચાર પૃકાર ના કુસંગીઓથી બચવું. એ વાત બેઉ ભાઇઓને બહુ ગમી ને અંતર મા ઉતારી લીધી. બેઉ પોતાના ઘરે ગયા ને રોજબરોજનુ કામકાજ કરતા હતા. બંને ભાઇઓ ના કપાળમાં તિલક-ચાંદલો ને સત્સંગ ની રીત્ય ભાત્ય જોઇને ઘણાય કુસંગીઓ ને ગમ્યું નહી. બાજુના પચ્છેગામના બ્રાહ્મણોએ એમને સત્સંગ મુકી દેવા ઘણાય ધમપછાડા કર્યા, પણ તેઓ દ્રઢ નિશ્ચય સાથે બોલ્યા કે એ વાત હવે નય બને..! સમયજતા કોઇક કારણોસર એમણે બૃાહમણોને રસોઇ દીધી. એ સમયે સહુ આવ્યા પણ ખરા. સુંદરજી અને કાનજી શેઠે બૃાહમણો ને મેડી ઉપર ઉતારા કરાવ્યા ને સીધુ આપીને લાડુની રસોઇ કરાવી. બપોરે સહુ જમવા પંકિતએ બેઠા એટલે બૃાહ્મણો બોલ્યા કે તમે સત્સંગ મુકી દ્યો તો જ અમે જમીએ..! ત્યારે બેઉ ભાઇઓ નિડર થઇને બોલ્ય કે તમારે જમવું કે ન જમવું એ તમારા ઉપર છે બાકી અમે તો સત્સંગ ને શીર સાટે કર્યો છે. ગઢપુર કોઠારી ભકિતવલ્લભ સ્વામીએ અમને કુસંગીઓ સમજાવતા કહેલું કે માંખી, કાગડા ને કીડી જેવા કુસંગીઓથી ડરવું નહી. તેમાં તમો માંખી જેવા છો, ને મનુષ્ય ને સાચા માર્ગે થી પાડો એવા છો પણ અમારી સામે તમારી કારી ફાવશે નહી, તમને જમવું હોય તો જમો નીકર તમારી મરજી..! બૃાહ્મણો એ જાણ્યું જે આ બને ભાઇઓને સત્સંગ દ્રઢ નિશ્ચય છે એટલે તેઓ ઉઠી ચાલ્યા. સુંદરજી અને કાનજી શેઠે તમામ રસોઇ ગામના તમામ સત્સંગીઓ, સાધુ-અભ્યાગતોને જમાડી પણ કુસંગીઓ સામે ડગ્યા નહી ને સત્સંગ શીરને સાટે રાખ્યો.
- શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી…
🙇🏻♂️🙏