ગુજરાતના કલોલ તાલુકાના ધમાસણા ગામે એક અતિ મુમુક્ષુ ડોશીમાં રહેતા. કોઇ હરિભક્ત પાહેથી વાતો સાંભળેલી કે હાલ આ ગુજરાતની ધરા ઉપર પૃગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન બીરાજે છે.

Gujarati

ગુરુચરણરતાનંદ સ્વામી (ધમાસણા) અને શ્રીજી મહારાજ

ગુજરાતના કલોલ તાલુકાના ધમાસણા ગામે એક અતિ મુમુક્ષુ ડોશીમાં રહેતા. કોઇ હરિભક્ત પાહેથી વાતો સાંભળેલી કે હાલ આ ગુજરાતની ધરા ઉપર પૃગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન બીરાજે છે. એમ જાણીને પોતે સહુ બૈરાઓનો સંઘ લઇને જેતલપુરના યજ્ઞમાં આવેલા. મોટીબાં પાસે એમણે કંઠી બાંધી ને સત્સંગી થયા. પોતાને સત્સંગ કરાવવાનુ બહુ તાન તે ગામમાં બાયુને સત્સંગ કરાવે ને ભજનમય અહર્નિશ બૂઢાપો વ્યતિત કરે. એમના એકના એક દિકરા અને વહુને પણ સત્સંગ ના રંગે રંગી દીધા. પોતાના દીકરાની વહુને ચાર નાના-નાના દિકરાવ તે ચારેય ને પોતાની ગવઢીમાંએ નાનપણ થી જ સત્સંગના પીયૂષ ગળથૂથીમાં જ પાયેલા.

ચાર પૌત્રૌ માથી મોટા એ પુરવના કોઇ મોટા મુમુક્ષુ હતા, નાનપણ થી જ સંસ્કારથી વિરક્તિ, સત્સંગ, સેવા ને સંસ્કાર જાણે જીવ સાથે જોડાયેલ હતા. શરીરનો બાંધો તેજસ્વી, કાંઠાળો ને ભરાવદાર એટલે કોઇને જોતા જ એ ઝાંખી થતી હતી.

એકવખત ધમાસણા થી ગામનો સંઘ વડતાલ શ્રીહરિના દર્શને સહુ આવ્યા. આ સંઘમા પોતે આવયા તે દિવસે દોડી દોડીને સહુ ની સેવા કરે, રસ્તામા પાણી પાય, રાતે સહુ ની ચરણ સેવા કરે ને દિવસે સહુ પાસે શ્રીહરિના દિવ્ય ચરિત્રો સાંભળે..! આમ કરતા કરતા વડતાલ આવ્યા ને ગોમતીમા નાહ્યા. પોતે રસ્તામા ટીમણ કરવા માટલીમાં મીઠાઇ લાવેલા એ શ્રીહરિ સારુ રાખી મુકેલી તે જ્યારે દર્શને ગયા ત્યારે શ્રીહરિએ એમનો સંકલ્પ જાણીને સામેથી માંગીને જમ્યા ને બાકીની પૃસાદી પાછી આપી. બસ એ પૃગટ શ્રીહરિ તો જમતા જ એમને કાયમ એ નયનરમ્ય મુર્તિ દેખાવા લાગી. પોતે ઘરે પરત આવ્યા પણ હવે સંસારથી મન ઉડી ગયું.

થોડે સમયે ગામનો સંઘ ફરીને ગઢપુર સમેૈયે શ્રીહરિના દર્શને આવ્યો તે પોતે આવ્યા પણ પાછા ઘરે ગયા જ નહી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને મુકતાનંદ સ્વામી પાસે સમાગમ કરવા રોકાય ગયા. દરબારગઢમા મોટા મોટા સંતોની સેવા કરેને હાલતા ચાલતા ભજન કરે.

એકરાતે શ્રીહરિ અક્ષરઓરડી મા પોઢ્યા છે ને લગભગ અધરાત થવા આવી એટલે અવાજ આવતા પૃભુ જાગ્યા તો પાર્ષદ ભગૂજી ને કહ્યું કે જુઓ તો કોઇ બહાર છે? ભગૂજીએ તપાસ કરી તો પોતે દંડવત કરતા હતા. શ્રીહરિએ એમને અંદર બોલાવ્યા ને માથે હાથ મુકયો એટલે બોલ્યા કે પૃભુ મને હવે સંસાર મા રેવુ નથી, આપની સેવા મા રાખો ને સાધુ કરો..! શ્રીહરિએ ત્યારે પૃત્યુત્તર ન દીધો. એમ કરતા કરતા સાત સાત આખી રાત્રીઓ સુધી અક્ષરઓરડીની બહાર દંડવત કરતા રહ્યા ને સાતમી રાત્રીએ શ્રીહરિએ એમની પરિક્ષા લેતા હોય એમ રાજી થયા. બીજે દિવસે સવારે લીંબતરુ તળે સભામાં એમને મહાસાધુદીક્ષા દીધી ને ગુરુચરણરતાનંદ સ્વામી એવું નામ પાડ્યું.

થયા સંત પાળાને બૃહમચારી, તેની વાત ઘણી વિસ્તારી..! ગામ ધમાસણાનુ રતન, ગુરુચરણરતાનંદ પાવન..! (સત્સંગી ભૂષણ)

સભામા શ્રીહરિએ ઇડરના રાજા ગંભીરસીહ ને સત્સંગ કરાવવા ગુરુચરણરતાનંદ સ્વામી હોય તો જાય એ વાત સાંભળતા જ ગામ બારોબાર સ્વામી ત્યાથી ચાલી નીકળ્યા ને સત્સંગ કરાવેલો. એમના દિકરા જુવાનસીંહજી પણ એકાંતિક ભક્ત થયા એમણે માણસાની રાજકુંવરી સાથે લગન કર્યા ને રાજના ખર્ચે જ પોતાના રાજમહેલ સામે હાલ જે મંદિર છે એ બંધાવ્યું. શ્રીહરિ બહુ રાજી થયા અને ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ પધરાવવા જે મુર્તીઓ લીધેલી એ ઇડર મંદિર મા પધરાવેલી, જે હાલ પણ દર્શન આપે છે.

ગુરુચરણરતાનંદ સ્વામીએ શીરોહી રાજમા પણ શીવબહાદુરસીહ ને સત્સંગ કરાવેલો અને પોતે ભણેલા ન હોવા છતા પોતાની આભાથી જ શાસ્ત્રાર્થ જીતેલા. ગુરુચરણરતાનંદ સ્વામી ગઢપુર આવ્યા ને મહારાજને મળ્યા ત્યારે શ્રીહરિએ રાજી થઇને સ્વામીને પોતાની માથેથી પાઘ ઉતારીને પહેરાવેલી. સ્વામીએ શીરોહીમા પણ સરસ મંદિર બંધાવેલું.

શ્રીજીમહારાજ એકવખત સંઘ સાથે દંઢાવ્ય દેશ પધાર્યા હતા એટલે ઓળા ગામે પધાર્યા એ વખતે શ્રીહરિએ ગુરુચરણરતાનંદ સ્વામીને સાથે લીધાને પોતાના પુરવાશ્રમ ના ગામ ધમાસણા ગામે લાવ્યા ને ભાગોળે ઘોઘલા કૂવામાં પોતાના થાળની પૃસાદી પધરાવીને આશીર્વાદ દીધા કે આ કૂવાનું પાણી જે કોઇ પીશે એને જમનું તેડું નહી આવે.

સ્વામીને ગોવિંદાનંદ સ્વામી સાથે હેત એટલે એ બેઉ કાયમ જોડ્ય મા સત્સંગ વિચરણ મા ફરતા. દેશવિભાગ ના લેખ થયા પછે પોતે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી ના મંડળ મા કાયમ રહેતા.

  • માળાનાં મણકા માથી…..

🙇🏻‍♂️🙏