સત્સંગની માં એવા સદગુરુ મુકતાનંદ સ્વામી એટલે દાસત્વની મુર્તી, સદગુરુ રામાનંદ સ્વામીના દિક્ષિત.

Gujarati

સદગુરુ મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિ

સત્સંગની માં એવા સદગુરુ મુકતાનંદ સ્વામી એટલે દાસત્વની મુર્તી, સદગુરુ રામાનંદ સ્વામીના દિક્ષિત અને શ્રીહરિ કરતા ત્રેવીસ વરહ મોટા હોવા છતા પણ કાયમ શ્રીહરિની આજ્ઞા શિરોમાન્ય કરીને આખુંયે જીવન જીવ્યા. નિલકંઠ વર્ણી લોજ આવ્યા ને ધ્યાન કરતા તૂંબડી સાંભરી ને એ સમયે વર્ણી એ ટોક્યા, બસ એ જ દિવસથી સ્વામી પણ કાયમ શ્રીહરિ કહે એમ આજ્ઞા અક્ષરસ: અચૂક પાળતા. શ્રીહરિ પણ ક્યારેક બૃહ્મમુનિ, સુરાખાચર, મોકાખાચર વગેરે સાથે હાસ્યવિનોદ કરતા હોય તો સદગુરુ મુકતાનંદ સ્વામીને આવતા જાણી ને શાંત થઇ જતા ને એમની મર્યાદા કાયમ જાળવતા.

ગઢપુરમાં મુકતાનંદ સ્વામી એકવખત વહેલી સવારે સ્નાન કરતા હતા, એ વખતે ગંગા, જમુના, સરસ્વતિ વગેરે નદીઓના નામ બોલતા હતા. આ સાંભળી શાંતાનંદ સ્વામીએ મોડેક થી પરવાર્યા બાદ મળ્યા ત્યારે સ્વામી ને કહ્યું સ્વામી..! તમે તો કિરતન મા કહ્યું છેકે ‘પૃગટને ભજી ભજી પાર પામ્યા ઘણા..!’ ને વળી આરતિ મા પણ કહ્યું છે કે ‘અધસઠ તિરથ ચરણે કોટી ગયા કાશી..!’ એમ શ્રીજીમહારાજ પૃગટ મળ્યા એમના સંબંધે તો બધા તિરથ થયા છે. હવે પરોક્ષ પણ પૃગટને પામીને ધન્ય થયા છે તો પૃગટ નો જ મહિમા ગાઇએ ને..! ત્યારે સદગુરુ મુકતાનંદ સ્વામી કહે શાંતાનંદ મુનિ, તમારી વાત સાચી છે ને ઠીક કહો છો, મારી ભૂલ છે. બીજે દિવસે સવારે સ્વામી શ્રીહરિ ના દર્શન કરવા અક્ષરઓરડીએ ગયા ત્યારે અંતર્યામીપણે જાણીને શ્રીહરિ કહે કે સ્વામી કાલે તમને શાંતાનંદે ઠપકો આપ્યો. ત્યારે સ્વામી બે હાથ જોડી ને બોલ્યા કે હે મહારાજ, શાંતાનંદ મુનિએ જેમ છે એમ કહ્યું ને એમનો ગુણ ગૃહણ કર્યો.

એકવખત ગઢપુરમાં મુકતાનંદ સ્વામી પુજા કરતા હતા. એ સમયે પરમ ચૈતન્યાનંદ સ્વામી દર્શન કરવા આવ્યા. બંને ગુરુભાઇઓમા પરસ્પર બહુ હેત તે મુકતાનંદ સ્વામીએ પરમ ચૈતન્યાનંદ સ્વામીને ગુરુદેવ રામાનંદ સ્વામીનો કોપીનનો આડબંધ જે પોતે રાખતા એ દર્શન કરવા દીધો. એ સમયે પરમચૈતન્યાનંદ સ્વામી પોતાની આંખો બંધ કરી ગયા ને બોલ્યા કે મારે તો पतिવ્રતા ની ભકિત છે, વૈશ્યાના જેવી નથી..! આ સાંભળતા જ મુકતાનંદ સ્વામી તુરંત જ મર્મને પામી ગયા ને હાથ લાંબો કરીને પડખે તાપવા સારુ મુકેલ સગડીમાં નાંખીને બાળી મેલ્યો ને એજ વખતે સભામા ચાર પદનું કિરતન ગાયું કે…

મુકતાનંદ કહે મોયે ઔર કી પૃતિત હોયે..! જાનીયો અધિક નીચ, સ્વપચ લબાડ સે..! છાંડી કે શ્રીકૃષ્ણ દેવ, ઔર કી જો કંરુ સેવ…

એકવખત સદગુરુ મુકતાનંદ સ્વામી સુરતથી ગઢપુર આવતા હતા. તયાના પૃેમીભકત એ રુપીયા ત્રણસો રોકડા શ્રીહરિએ ધરવા સારુ પાર્ષદ હમીરજીને દીધા. મુક્તાનંદ સ્વામી ગઢપુર પધાર્યા એ સમે શ્રીહરિ લિંબતરુતળે સભા કરીને બેઠા હતા. સ્વામીને આવ્યા જાણીને શ્રીજી મહારાજ રસ્તે સામા ગયા ને બાથમાં ધાલીને મળ્યા. સ્વામીએ દંડવત પૃણામ કર્યા ને સભામાં બેઠા. સભામાં સ્વામીને હમીરજીને ઇશારો કર્યો કે હરિભકતોની ભેટ મહારાજને આપી દ્યો. શ્રીજીમહારાજ આ જાણી ગયા તે તુરંત બોલ્યા કે સ્વામી તમે અમારી મુર્તી કરતા રુપીયા વિશેષ જાણો છો? સ્વામી એ બે હાથ જોડ્યા ને કહ્યું હા મહારાજ..! તમે ઠીક કહો છો. એમ કહી ને સહુ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી. ઊભા થઇને દંડવત કર્યો.

એકવખત શ્રીહરિ કારિયાણી વસ્તાખાચરના દરબારમા બીરાજતા હતા. એ સમયે મુકતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરીને પોતાના મંડળ સાથે આવ્યા. આવીને સહુ એ શ્રીહરિના દર્શન કર્યા. સ્વામી ઉભા થઇને લઘુ કરવા ગયા એ વખતે શ્રીહરિએ નાના સંતોને પુછયુ કે મુકતાનંદ સ્વામી વૃતાંત કરીને કેવા આકરા જણાય છે? ત્યારે મંડળમાં ના એક હિન્દુસ્તાની સંત બોલ્યા કે હે મહારાજ..! હમકું મુક્તાનંદ સ્વામી કી ઐસી બીક લાગત હૈ જૈસે કોઇ વાઘ ઔર સર્પ કે સાથ હમ ખુદ રહત હૈ..! થોડીવારે મુકતાનંદ સ્વામી પરત સભામા આવ્યા એટલે શ્રીહરિએ એમને કહ્યુ કે સ્વામી, તમે સંતોને વૃતાંતે તો વાઘ જેવા અણસારે જણાઓ છો. ત્યારે સ્વામી કહે કે હે મહારાજ, સંતોના સારા આચરણ સારુ હુ એમના સાથે બવ આકરો રહેતો. એમ કહીને પોતાની ભૂલ્ય સ્વીકારી અને કહ્યું કે હવે થી તમારી આજ્ઞાએ સર્વસંતો જેમ વર્તશે એમ જ વર્તીશ. શ્રીહરિ રાજી થયા અને પોતાન કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને સ્વામીને તુરંત પહેરાવ્યો.

  • સદગુરુ અક્ષરાનંદ સ્વામી ની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏