એકવખત સદગુરુ દેવાનંદ સ્વામી સત્સંગ વિચરણ મા ફરતા ફરતા ઝાલાવાડના એક ગામમાં ગયા.

Gujarati

ઝલાવાડનો યુવાન અને દેવાનંદ સ્વામીનું તેડું

એકવખત સદગુરુ દેવાનંદ સ્વામી સત્સંગ વિચરણ મા ફરતા ફરતા ઝાલાવાડના એક ગામમાં ગયા. ગામના ચોરે પોતે ઉતારો કર્યો ને સાંજે રામજી મંદિરે આરતિ થઇ એટલે સ્વામીએ કથાવારતા ને ઉપદેશ ની વાતો કરી. ગામના મુમુક્ષુ લોકોને ગુણ આવ્યો એટલે રોક્યા. સ્વામી એકવખત જમે ને પોતે વૈરાગ્ય ને ઉપદેશ કિરતનો ની આહલેક જગાવે. ગામમાં દરરોજ સાંજે કથામાં સંખ્યા વધવા લાગી. ઘણા લોકોએ વ્યસન મુકીને વર્તમાન ધારણ કર્યા ને ઘણા સત્સંગી થયા. પંદર વીંહ દિવસ સ્વામી ત્યાં ગામમાં રોકાયા.

થોડાક દિવસ વિત્યે સ્વામી ત્યાંથી બીજે ગામ ચાલ્યા. એવામાં એક હરિભગતનો જુવાનજોધ છોકરો બીમાર પડ્યો ને એનો અંતકાળ નજીક આવ્યો. એ છોકરો પથારીમાં સુતો સુતો એની માંને બોલાવી ને કહે કે માં..! હુ અક્ષરધામમાં જાઉં છુ, મને શ્રીજી મહારાજની મુક્તિના દર્શન થાય છે ને આપડા ગુરુ દેવાનંદ સ્વામી પણ સાથે છે ને મને કેય છે કે ધામમાં આવવા સારુ થઇ જા તૈયાર, તને અમે મહારાજ સાથે ધામમાં તેડી જાવા આવ્યા છીએ. છોકરાની માં મમતાવશ થઇને બોલી કે તુ ગુરુદેવ દેવાનંદ સ્વામી કહે કે સ્વામી મારે હમણાં ધામમાં નથી આવવું. ત્યારે છોકરો કહે માં, આ સંસાર મા સુખ નથી, સર્વ સુખ તો મહારાજની મુર્તિ મા છે એટલે મારે તો હાલ જ ધામમાં જવુ છે. છોકરાની મા કહે કે ભલે બેટા, તને શ્રીજીમહારાજ તેડવા આવ્યા છે તો સુખેથી એમની સાથે ધામમાં જા, પણ આપણા ગુરુ દેવાનંદ સ્વામી હવે પાછા ગામમાં આવે ત્યારે તેની વાત છે કે મારા એકના એક દિકરાને ધામમાં તેડી જાતા શ્રીજીમહારાજને ના પણ પાડતા નથી.

છોકરો સહુ ને જય શ્રી સ્વામિનારાયણ કહીને શ્રીજી મહારાજ અને દેવાનંદ સ્વામી સાથે અક્ષરધામમા ગયો.

  • શ્રીહરિચરિત્રચિંતામણી માંથી…

🙇🏻‍♂️🙏