શ્રીહરિ એકવખત ગઢપુરમા લીંબતરુ તળે ઢોલીયે બીરાજતા થકા સભા કરીને બેઠા હતા. સભામા કહે કે વાણી બોલ્યામાં બહુ ફેર છે.
Gujarati
રાઘવાનંદ સ્વામીની વાકપટૂતા અને વાણીનો વિવેક
શ્રીહરિ એકવખત ગઢપુરમા લીંબતરુ તળે ઢોલીયે બીરાજતા થકા સભા કરીને બેઠા હતા. સર્વ નંદસંતો ને મોટા મોટા એકાંતિક ભક્તો એ ત્રણ છોગલા વાળી પાઘ ધારણ કરેલ શ્રીહરિની નયનરમ્ય મનોહર મુરતનું અમીપાન કરતા હતા. શ્રીહરિ સભામા કહે કે વાણી બોલ્યા માં બહુ ફેર છે. એક વાણી થી સન્માન મળે ને એક થી અપમાન થાય. એમ કહીને સહુ ને નીતિ ની વાત કરી કે… ‘વાક્માધુર્યે જાયતે સજજનત્વમ્, વાકકાઠિન્યે જાયતે દુર્જનત્વમ્..!’
થોડીવારે શ્રીહરિ પોતે ઢોલીયે મોટા તંકીયા ઉપર બેઠાને વાત કરી કે જુઓને અમો, સુરાખાચર, રાઘવાનંદ સ્વામી ને સહુ એકવખત સોખડા ગામેથી જાતા હતા તે રસ્તા મા સહુ ને બહુ તરસ લાગી. અમારા ઘોડાઓ પણ રસ્તે તરસ્યા થયા હતા, તે ગામના કૂવે પાણી સારુ દાદાખાચર ના કામદાર ત્રિકમ ખવાસ ને મોકલ્યો. એણે કૂવે જઇને પનિહારી બાઇઓને કહ્યું કે ‘એ મારા બાપની વહુઓ પાણી પાશો?’ પનિહારી બાઇઓ તો ખીજાઇ ને ગાળો ભાંડીને ત્રિકમ ને ભાગવુ પડ્યું. પછે અમે રાઘવાનંદ સ્વામી ને જાવા કહ્યું તો એ ગયા. એમણે કોઇ સાથે ત્યાં કૂવે કહેવડાવ્યું કે હે અન્નપૂર્ણા માવડીયુ, અમારા ભગવાન સ્વામિનારાયણ તમારા ગામમાં સહુ સાથે પધાર્યા છે, સહુ બવ તરસ્યા થયા છે તો એકાદ ધડોને સિંચણ દ્યો તો અમે કૂવેથી પાણી સીંચીને સહુ પાણી પીઇએ. તમો તો પરંદુ:ખભંજક માતાઓ છો. બાઇઓ રાજી થઇને કહે કે ઘોડાઓને આહી લાવો અમે બે-ત્રણ બાઇઓ પાણી સીંચી ને પાઇએ ને આ એક ભરેલ ઘડો લઇ જાઓ સહુને ટાઢું પાણી પાઓ. એમ સહુને પૃીય લાગે એવું વચન બોલવું એવી અમારી તમને શીખામણ છે. વળી અમે રાઘવાનંદ સ્વામી ને કહ્યું કે પાણી નો થયું હવે બપોર ટાણુ થયું છ ને ભૂખ પણ લાગી છે તો જમવાનુ પણ કાંક કરો. ત્યારે સુરાખાચર બોલ્યા કે મહારાજ ભણું, આયા ખાવાનું તો શુ આકાશથી ઉતરશે તે જમીએ..? ત્યારે રાઘવાનંદ સ્વામી ઉભા થયાને બોલ્યા કે તમે સહુ ઝાડ નીચે વિશ્રાંતિ લયો હુ હમણા જ મહારાજ ના પૃતાપે તમને સહુને આહી જ લાડવા જમાડું. એમ કહીને પોતે એકાદ ગાઉ છેટે ગરાસિયાનું ગામ હતું તે ગામમાં ગયા. ચોરે સહુ ડાયરો બેઠો હતો તે એમણે માથે ઓઢીને ત્યાં જઇને રામજી મંદિર મા જાતા જ તાણી તાણીને પોંક મૂકી, ઓલા દરબારો તો મનમા વિચારવા લાગ્યા કે સાધુ માત્માને વળી શુ દુખ પડ્યું હશે તે પુછવા લાગ્યા કે રાજગર, તમે કેમ રોવો છોવ? રાઘવાનંદ સ્વામી માથે ચાદર ઓઢી ને કેય દુવારકાની જાત્રાએ જાતા રસ્તામાં મારી માં મરી ગઇ. ઇ એની પાછળ ખાંધીયા કરવા નુ કેતા ગયા છે ને કાલે સવારે તો મારે ખાંધીયા જમાડવા છે તો એ હુ જાત્રા મા કેમ કંરુ ? મારુ કાય હાલ ઠેકાણું છે નય, તમે તો દરબારો દયાળુ છો તો કાંક મદદ કરો તો સારુ ! દરબારોએ પસાયતા ને બોલાવીને ઘી,ગોળ, લોટ વગેરેના સીધા કરાવી આપ્યા. રાઘવાનંદ સ્વામી સીધુ લઇને શ્રીજી મહારાજ ને સુરાખાચર વગેરે સહુ ઉતરયા હતા ત્યા આવ્યા. સુરાખાચર ને બોલ્યા તે સુરાબાપુ, લયો આ લાડવા આકાશમાં થી ઉતાર્યા. પછી સહુ સંતોએ લાડવા બનાવ્યા ને સહુ પૃેમે જમ્યા.
આમ, રાઘવાનંદ સ્વામી ની મધુર વાકપટૂતા થી સહુને રસ્તે જાતા કૂવેથી પાણીને લાડુનું જમણ પણ મળ્યું.
- સદગુરુ શ્રી અદભૂતાનંદ સ્વામીની વાતો માંથી…
🙇🏻♂️🙏