એકવખત રોંઢા ટાણે સદગુરુ રાઘવાનંદ સ્વામી ઝાલાવાડના લીંબડી તાલુકાના શિયાણી ગામેથી હરિભક્તોને કથાવારતા કરી ને બીજે બાજુના ગામે જતા હતા.
Gujarati
શિયાણીના હરિસિંહજી દરબાર અને શિવરામ વિપ્રનો નિશ્ચય
એકવખત રોંઢા ટાણે સદગુરુ રાઘવાનંદ સ્વામી ઝાલાવાડના લીંબડી તાલુકાના શિયાણી ગામેથી હરિભક્તોને કથાવારતા કરી ને બીજે બાજુના ગામે જતા હતા. ગામના ચોરે થી નીસર્યા તે ત્યાં દરબારોનો મોટો ડાયરો બેઠો હતો. સૌ કોઇ મોટા મોટા પાઘડા વાળા ને હોકાની ગૂડગૂડાટી બોલાવતા પોતાના માથે બાંધવા ના ફાળીયેથી ગોંઠણ બાંધી બાંધીને બેઠા હતા. એક ગોરમહારાજ કથા વાંચે ને સૌ સાંભળે ને વચાળે વચાળે ‘હરે.. હરે..!’ ના નાદ કરતા જાય.
સદગુરુ રાઘવાનંદ સ્વામી ત્યાથી શ્રીહરિને સંભારતા સંભારતા નીસર્યા એટલે એમણે દરબારો ને રામ…. રામ કર્યા. દરબારોએ સ્વામીને રામરામ કીધા ને પધારો સાધુ મહારાજ એમ કહીને ઉભા રાખ્યા. સ્વામી બજાર વચાળે ઉભા થકા દરબારોને પુછયુ કે શુ કથા વંચાય છે? ત્યારે દરબારો કહે કે અમારા ગોર મારાજ ‘માળ’ વાંચે છે.
રાઘવાનંદ સ્વામી કહે કે કઇ માળ વંચાય છે? માળ તો ઘંટમાળ, ઘૂઘરમાળ, તોરણમાળ, રેંટમાળ, દિપમાળ, ફૂલમાળ, વરમાળ, કંઠમાળ, વિરમાળ, સંતમાળ, ભકતમાળ ને સાલેમાળ થઇને કુલ ૧૨ છે.
દરબારો તો વિસ્મય પામ્યા ને રાજી થઇને બોલ્યા કે અમે તો ભકતમાળ એક જ જાણતા તા, સ્વામી..! તમે તો ભારે જ્ઞાની છોવ, એ ગામમાં રોકાઇને તમે કથા કરો.
એમ કહીને સ્વામીને ચોરે રોક્યા ને કથા કરાવી. સદગુરુ રાઘવાનંદ સ્વામી એ પોતાની ચોટંદાર વાણીથી ક્ષત્રિયોના આખ્યાનો કહ્યા ને કથામા ઉપદેશ દેતા કહ્યું કે આંખ્ય ના પલકારા મા આ જીવન પુરુ થય જાહે ને જ્યારે હિસાબ દેવાનું ટાણુ આવશે ત્યારે કાય હરિભજન નય કર્યું હોય તો બવ છેટું પડી જાહે..!
હાલ તો પૃગટ ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર હાજરાહજૂર છે, દર્શન કરતા હજારોના અંતર પવિત્ર કરે છે ને અંતકાળે ધામમાં તેડી જાય છે. અમે એના સાધુ છઇ ને તમે તમારી આંખ્યે જ અનુભવી ને ભરોસો કરી શકો છો. આમ, રાઘવાનંદ સ્વામી એ ઘણી-ઘણી ઉપદેશ ને પૃગટભગવાનના મહીમાની વાતો કરી. સૌને ભારે ગુણ આવ્યો ને સૌ રાજી થયા. ઘણાય મુમુક્ષુઓ વ્યસન મુકીને સત્સંગી થયા.
ગામધણી દરબાર હરિસીંહજી ત્યાં બેઠા હતા એમને મનમાં થોડો સંશય થયો એટલે પોતે પોતાના ગામના શાસ્ત્રી શીવરામ વિપૃને ખરાઇ કરવા ગઢપુર મોકલ્યા.
શિવરામ વિપૃ શીયાણી ગામધણી હરિસીંહજીના આદેશે એમના મનનો સંશય ટાળવાને ભગવાનપણા ની ખરાઇ કરવા શાસ્ત્ર ને સંમત એવા દેશ અને જન્મ ભૂમી, વૈષ્ણવી દીક્ષા ને સેવારીતી, ઇષ્ટદેવ ની ઓળખ, ભગવાનપણા ના ચિહ્નો, પરમહંસ દીક્ષા, તિલક નો પૃકાર જેવા ૧૮ જેટલા પૃશ્નો લઇને ગઢપુર આવ્યા. શ્રીહરિએ એમને યથાયોગ્ય માન-સન્માન આપીને આવકાર્યા ને માનભેર રોક્યા.
વળતે દિવસ ફાગણ સુદી એકાદશીના દિવસે સવારમાં લીંબતરુ તળે એભલખાચરના દરબારમા શ્રીજીમહારાજે પોતે એ ૧૮ પૃશ્નોના જવાબ દીધા ને એમનો સંશય ટાળ્યો ને અલૌકિક દર્શન દીધુ. પોતાને સમાધીમા થઇ ને દિવ્ય સિંહાસન ઉપર પોતાના ઇષ્ટદેવ શ્રીકૃષ્ણભગવાન અને રાધિકાજીનુ દર્શન થતા ભાવવિભોર થયા ને પોતાને પરિપૂર્ણ નિશ્ચય થયો. સમાધી માથી બહાર આવીને પોતે શ્રીહરિના આશ્રીત થયા ને પોતાને ગામ શીયાણી આવ્યા.
ગામધણી દરબાર હરિસીંહજીને પોતાના પરિપૂર્ણપણાની વાત કરી એટલે એ પણ પોતાના કારભારીઓ સહિત શ્રીહરિના દ્રઢ આશ્રિત થયા ને આખુયે શીયાણી ગામ સતસંગ ના રંગે રંગાયું. ગામમાંથી ઘણા મુક્તો સત્સંગના ઇતિહાસે અમર થયા.
- બ્રહ્મનિષ્ઠ સંતો તથા સતસંગી જીવન પૃકરણ-૨ અધ્યાય ૩૭ માંથી… 🙇🏻♂️🙏