મૂળ રાજુલાના વતની અને સોનીકામના ધંધાર્થે ગઢપુર રહેવા આવેલા જેઠાભાઈ સોની અને ભગાભાઈ સોની બંને ભાઈઓ અતિ ઉત્તમ અને નિષ્ઠાવાન સત્સંગી હતા.
Gujarati
ગઢપુરના જેઠાભાઈ અને ભગાભાઈ સોનીની નિખાલસ ભક્તિ અને પ્રસાદીનો રોટલો
મૂળ રાજુલાના વતની અને સોનીકામના વ્યવસાયાર્થે ગઢપુર રહેવા આવેલા જેઠાભાઈ સોની અને ભગાભાઈ સોની બંને ભાઈઓ અતિ ઉત્તમ અને નિષ્ઠાવાન સત્સંગી હતા. તેઓ રાજુલા નિવાસી પરજિયા સોની ગોદડભાઈ જગડાના પુત્રો હતા. બંને ભાઈઓ સાથે રહેતા અને પ્રેમપૂર્વક સાથે જ સોનીકામનો ધંધો કરતા.
રાજુલામાં નાગદાન સોની—જેમણે રાજકવિ લાડુદાન ગઢવીને ‘મીઠાની કોથળી સાગરનો તાગ કાઢવા નીકળી’ કહીને મહેણું મારેલું—તેમના કુટુંબ સાથે સંકળાયેલા હોવાથી આ બંને ભાઈઓનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અડગ સત્સંગ હતો. ગઢપુરમાં નવો ધંધો શરૂ કર્યો હોવાથી તેમની આર્થિક સ્થિતિ ઘણી સાધારણ હતી, પરંતુ સત્સંગ અને ભક્તિનું બળ અદ્ભુત હતું. તેઓ દરરોજ દાદા ખાચરના દરબારમાં જઈ સંતોની સેવા-સમાગમ કરતા અને શ્રીહરિનાં દર્શનનો લાભ લેતા.
એક વખત કડકડતી શિયાળાની ઋતુ હતી. વહેલી સવારે બંને ભાઈઓ ઓસરીની કોરે તાપણું સળગાવીને બેઠા હતા. તાપણાના અંગારામાં તેઓ કોઠીંબાની કાચરીઓ શેકી શેકીને ખાતા હતા અને પરસ્પર વાતો કરતા હતા: “આપણે સાધારણ સ્થિતિના માણસો રહ્યા, આપણે મહારાજ અને સંતોને કઈ રીતે વિશેષ રાજી કરી શકીએ?”
હજુ તો તેઓ આવી વાતો કરતા હતા ત્યાં જ ભક્તવત્સલ શ્રીજીમહારાજ કોઈ સેવક વિના, એકલા જ તેમના ઘેર પધાર્યા! સાક્ષાત્ પરબ્રહ્મને પોતાના આંગણે આવેલા જોઈ બંને ભાઈઓ હર્ષવિભોર થઈ ગયા. તેમણે તાપણા પાસે મહારાજ માટે આસન પાથરી આદરપૂર્વક બેસાડ્યા. બંને ભાઈઓ હાથ જોડી સન્મુખ બેઠા એટલે શ્રીહરિએ મંદ હાસ્ય કરતાં કહ્યું: “જેઠાભાઈ! અમને પણ તમારી એ તાપણામાં શેકેલી કોઠીંબાની કાચરીઓ આપો ને!” બંને ભાઈઓએ અતિશય હેતથી કાચરીઓ શેકી શેકીને પ્રભુને અર્પણ કરી. શ્રીહરિ મલકાતાં મલકાતાં પ્રેમથી કાચરીઓ આરોગવા લાગ્યા! ત્યારબાદ પ્રભુએ હાથ ધોઈ આચમન કર્યું.
જેઠાભાઈએ હાથ જોડી પ્રાર્થના કરી: “હે મહારાજ! આપ અમારા પર રાજી થાઓ એવી કોઈ સેવા બતાવો! અમે તો આર્થિક રીતે સાધારણ સ્થિતિના છીએ, પણ આપ જે આજ્ઞા કરશો તે સેવા કરીશું.” અંતર્યામી શ્રીહરિ તેમની નિર્દોષ નિખાલસતા જોઈ અત્યંત રાજી થયા. મહારાજે હસીને કહ્યું: “જેઠાભાઈ! તમારા પરજિયા સોની જ્ઞાતિમાં ગ્રાહકોને આકર્ષવા માટે જે ‘મોઢાની મોળ ઉતારવાનો’ લોકરિવાજ છે, તે અમને કરી બતાવો!”
પરજિયા સોનીઓની આ એક વિશિષ્ટ કળા હતી, જેમાં બે વ્યક્તિઓ કોઈપણ અંતરના દ્વેષ વિના, માત્ર ઉપરછલ્લો ઝઘડો કરી એકબીજાને વિચિત્ર અપશબ્દો બોલી વિવાદનું નાટક કરે, અને પછી ખડખડાટ હસીને સામાન્ય થઈ જાય! શ્રીહરિની આજ્ઞા થતાં જ જેઠાભાઈ અને ભગાભાઈ ઊભા થઈ ગયા. પોતાના ઇષ્ટદેવને રાજી કરવા સારુ, લોકમર્યાદાની પરવા કર્યા વિના, બંને ભાઈઓ એકબીજા સામે હાથ લંબાવી ધડાધડ નાટકીય અપશબ્દોની ઝડી વરસાવવા લાગ્યા!
બંને ભાઈઓનું આવું નિર્દોષ, નિષ્કપટ વર્તન જોઈ શ્રીજીમહારાજ મુખ પર રૂમાલ રાખીને ખડખડાટ હસી પડ્યા! વિવાદ પૂરો થતાં જ બંને ભાઈઓએ પ્રભુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ કર્યા. તેમની આવી પરમ નિષ્કપટ ભક્તિ જોઈ શ્રીહરિએ બંને ભાઈઓને પ્રેમથી બાથમાં ઘાલીને આલિંગન આપ્યું! (શ્રીજીમહારાજે આવા ભક્તોની નિષ્કપટતાની સરાહના વચનામૃત લોયા ૩માં કરી છે).
ત્યારબાદ એક વખત શ્રીહરિ તેમના ઘેર જમવા પધાર્યા, ત્યારે જમીને બાજરાનો અડધો રોટલો પ્રસાદીરૂપે આપ્યો. પ્રભુનો આપેલો એ પવિત્ર પ્રસાદીનો રોટલો આજે પણ તેમના વંશજો દ્વારા રાજુલામાં ચાંદીની પેટીમાં અત્યંત જતનપૂર્વક સાચવી રાખવામાં આવ્યો છે, જે દર્શનાર્થીઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણિના પ્રકરણ ૧૧૨ની કડી ૪૧માં આ ભક્તોનું સ્મરણ કર્યું છે:
સવો ખીમો ને કૃષ્ણ પ્રેમજી, વાલો વસતો મેઘો મૂળજી..!
એહ આદિ છે ભક્ત સુતાર, જેઠો ભગાદિ કહીએ સોનાર..!!
- શ્રીભક્તચિંતામણિના મુક્તોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏
Hindi
गढ़पुर के जेठाभाई और भगाभाई सोनी की निष्कपट भक्ति और प्रसादी की रोटी
मूल रूप से राजुला के निवासी और स्वर्णकार (सुनार) के व्यवसाय हेतु गढ़पुर आए जेठाभाई सोनी और भगाभाई सोनी दोनों सगे भाई अत्यंत निष्ठावान सत्संगी थे। वे राजुला के परजिया सोनी गोदड़भाई झगड़ा के सुपुत्र थे। दोनों भाई साथ रहते और प्रेमपूर्वक मिलकर आभूषण बनाने का कार्य करते थे।
राजुला में नागदान सोनी—जिन्होंने राजकवि लाडूदान गढ़वी को ‘नमक की थैली समुद्र की गहराई नापने निकली’ कहकर व्यंग्य किया था—उनके परिवार से जुड़े होने के कारण इन दोनों भाइयों की भगवान स्वामीनारायण में अटल निष्ठा थी। गढ़पुर में नया व्यवसाय प्रारंभ करने के कारण उनकी आर्थिक स्थिति अत्यंत साधारण थी, किंतु उनका भक्तिबल अद्वितीय था। वे नित्य दादा खाचर के दरबार में जाकर संतों की सेवा करते और श्रीजी महाराज के दर्शन का लाभ लेते थे।
एक बार कड़कड़ाती शीत ऋतु की प्रातःकाल में दोनों भाई बरामदे के एक कोने में अलाव (तापना) जलाकर ताप रहे थे। अलाव के अंगारों में वे कचरी (जंगली ककड़ी के सूखे टुकड़े) भून-भूनकर खा रहे थे और आपस में चर्चा कर रहे थे: “हम साधनहीन निर्धन जन हैं; हम ऐसा क्या करें जिससे हमारे इष्टदेव श्रीजी महाराज और संत हम पर सर्वाधिक प्रसन्न हों?”
वे अभी यह विचार कर ही रहे थे कि भक्तवत्सल श्रीजी महाराज बिना किसी सेवक के, अकेले ही उनके द्वार पधार गए! साक्षात् परब्रह्म को अपने घर आया देखकर दोनों भाई आनंदविभोर हो गए। उन्होंने अलाव के पास सुंदर आसन बिछाकर प्रभु को आदरपूर्वक बैठाया। जब दोनों हाथ जोड़कर सम्मुख बैठे, तो श्रीहरि ने मंद मुस्कान के साथ कहा: “जेठाभाई! अलाव में भुनी हुई वह कचरी हमें भी खिलाइए!” दोनों भाइयों ने बड़े चाव से कचरी भूनकर प्रभु को अर्पित की। श्रीहरि मुस्कुराते हुए प्रेमपूर्वक वह कचरी आरोगने लगे! तत्पश्चात प्रभु ने आचमन किया।
जेठाभाई ने करबद्ध प्रार्थना की: “हे महाराज! हम पर आपकी अखंड प्रसन्नता रहे, ऐसी कोई सेवा बताइए। हम साधनहीन हैं, किंतु आपकी जो भी आज्ञा होगी, हम प्राणपण से निभाएँगे।” अंतर्यामी प्रभु उनकी निष्कपटता देखकर गद्गद हो गए। मुस्कुराते हुए प्रभु ने कहा: “जेठाभाई! आपकी परजिया सोनी जाति में ग्राहकों को आकर्षित करने हेतु जो ‘मुँह की खटास उतारने’ (दिखावे का विवाद करने) की अनूठी लोक-कला है, वह हमें करके दिखाइए!”
परजिया सुनारों की यह एक पारंपरिक कला थी, जिसमें दो व्यक्ति बिना किसी आंतरिक द्वेष के, केवल ऊपर से तीखी नोक-झोंक और गाली-गलौज का ऐसा जीवंत नाटक करते थे कि देखने वाला स्तब्ध रह जाए, और फिर तत्काल ठहाका मारकर सामान्य हो जाते थे! प्रभु की आज्ञा पाते ही जेठाभाई और भगाभाई खड़े हो गए। अपने इष्ट को रिझाने हेतु, लोकाचार की तनिक भी परवाह किए बिना, दोनों भाई एक-दूसरे की ओर हाथ हिलाकर धड़ाधड़ नाटकीय कटु शब्दों की बौछार करने लगे!
दोनों भाइयों की ऐसी अबोध और निष्कपट चेष्टा देखकर श्रीजी महाराज मुख पर रुमाल रखकर ठहाका मारकर हँसने लगे! विवाद समाप्त होते ही दोनों भाइयों ने प्रभु के चरणों में साष्टांग प्रणाम किया। उनकी ऐसी निष्कपट शरणागति देखकर श्रीहरि ने दोनों को उठाकर अपनी छाती से लगा लिया! (प्रभु ने ऐसे भक्तों की निष्कपटता की भूरि-भूरि प्रशंसा वचनामृत लोया 3 में की है)।
कालांतर में एक बार श्रीहरि उनके घर भोजन हेतु पधारे, तब भोजनोपरांत प्रभु ने बाजरे की आधी रोटी प्रसादी के रूप में प्रदान की। प्रभु द्वारा दी गई वह पावन प्रसादी की आधी रोटी आज भी राजुला में उनके वंशजों द्वारा चाँदी की मंजूषा (डिबिया) में परम श्रद्धा से सुरक्षित रखी गई है।
सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि के प्रकरण 112 की कड़ी 41 में इन भक्तों का स्मरण किया है:
સવો ખીમો ને કૃષ્ણ પ્રેમજી, વાલો વસતો મેઘો મૂળજી..!
એહ આદિ છે ભક્ત સુતાર, જેઠો ભગાદિ કહીએ સોનાર..!!
- श्री भक्तचिंतामणि के मुक्तों के चिंतन से… 🙇🏻♂️🙏
English
Jethabhai and Bhagabhai Soni of Gadhpur: Guileless Devotion and the Sanctified Bread
Originally hailing from Rajula, brothers Jethabhai and Bhagabhai Soni had relocated to Gadhada to establish their goldsmith trade. Pious sons of Godadbhai Jagda from the Parajiya Soni community, the two brothers lived together in great harmony, plying their craft with honesty and devotion.
Connected to the family of Nagdan Soni of Rajula—who famously taunted the royal bard Ladudanji with the proverb: “A bag of salt sets out to fathom the depth of the ocean!”—both brothers were firmly anchored in the faith of Bhagwan Swaminarayan. Because their enterprise in Gadhada was newly established, their financial condition was exceedingly modest, yet their spiritual wealth was immense. Daily, they visited Dada Khachar’s courtyard to serve the sants and revel in the holy sight of Shreeji Maharaj.
One freezing winter morning, the two brothers sat warming themselves beside a crackling fire on their veranda. Roasting dried wild-cucumber chips (kachari) over the glowing embers, they snacked while musing aloud: “We are men of very humble means; what service could we ever render that would truly please Maharaj and the holy sants?”
While they were immersed in this loving conversation, Bhagwan Swaminarayan walked into their home entirely alone, without attendants! Overcome with joyous wonder, the brothers spread a clean mat and seated Maharaj beside the cozy fire. Smiling delightfully, Shreehari asked: “Jethabhai! Please roast some of those delicious cucumber chips for Us as well!” Overjoyed, the brothers roasted the crisp chips over the embers and fed them to Maharaj, who savoured them with childlike delight.
Jethabhai prayed with folded hands: “O Maharaj! We possess very little wealth, yet please command us some service that would bring joy to Thy heart; whatever Thou askest, we shall gladly perform!” Knowing their guileless sincerity, Shreehari replied with an amused twinkle in His eyes: “Jethabhai! In your Parajiya Soni community, there is a traditional folk custom known as ‘modhani mol utarvi’ (feigned verbal quarreling to captivate customers); demonstrate that custom for Us!”
This was an eccentric craft among the Parajiya goldsmiths: two artisans would stage an exaggerated, theatrical quarrel hurling outrageous insults at each other without a shred of genuine enmity, only to burst into friendly laughter moments later. Hearing the Lord’s wish, Jethabhai and Bhagabhai stood up immediately. Casting aside all self-conscious decorum solely to please their beloved Lord, they began waving their arms wildly and bombarding each other with theatrical insults and curses!
Beholding their absolute guilelessness and unhesitating obedience, Shreeji Maharaj burst into uncontrollable laughter, covering His mouth with His kerchief! As soon as the mock quarrel ended, both brothers prostrated themselves at the Lord’s lotus feet. Touched by their pure, uncalculated surrender, Maharaj wrapped His arms around both brothers in a loving embrace! (Maharaj specifically praises the rare virtue of such uninhibited simplicity in Vachanamrut Loya 3).
Later, when Maharaj partook of a sanctified meal at their home, He gifted them half a loaf of pearl-millet bread (bajra rotlo) as a sacred relic. That sanctified bread is reverently preserved to this day in a silver casket by their descendants in Rajula.
Sadguru Nishkulanand Swami immortalizes these faithful artisans in Bhaktachintamani (Chapter 112, Verse 41):
સવો ખીમો ને કૃષ્ણ પ્રેમજી, વાલો વસતો મેઘો મૂળજી..!
એહ આદિ છે ભક્ત સુતાર, જેઠો ભગાદિ કહીએ સોનાર..!!
- From the reflections on the Muktas of Shri Bhaktachintamani… 🙇🏻♂️🙏