જામનગર જિલ્લાના મોડા ગામના ગરાસિયા દરબાર પુંજાજી એવા અદના ભક્ત હતા કે જેમણે આખું જીવન મહારાજની આજ્ઞા મુજબ વિતાવ્યું, પણ ક્યારેય પોતાનું ધાર્યું ન કર્યું.
Gujarati
મોડાના પુંજાજી દરબારની દાસભાવે સેવા અને શ્રીહરિનું નૃસિંહ સ્વરૂપ
જામનગર જિલ્લાના મોડા ગામના ગરાસિયા દરબાર પુંજાજી એવા અનન્ય ભક્ત હતા કે જેમણે આખુંય જીવન શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ વિતાવ્યું, પણ ક્યારેય પોતાનું ધાર્યું ન કર્યું!
મોડા ગામના ગરાસિયા ભાઈઓ દાજીભાઈ અને પુંજાજી સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી સત્સંગી હતા. સદગુરુ રામાનંદ સ્વામીએ સત્સંગની ધુરા શ્રી સહજાનંદ સ્વામીને સોંપી સ્વધામ ગમન કર્યું, એટલે ગુરુની આજ્ઞા મુજબ બંને ભાઈઓએ શ્રી સહજાનંદ સ્વામીમાં પૂર્ણ ગુરુનિષ્ઠા રાખી. પ્રથમ દર્શને જ બંનેને પ્રભુનું અજબ ખેંચાણ થયું અને સંતોના સંગથી સહજાનંદ સ્વામી જ સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ નારાયણ હોવાનો દ્રઢ નિશ્ચય થયો. આથી દાજીભાઈ અને પુંજાજી બંને રાજ-ગરાસ અને સંસાર છોડી ગઢડામાં મહારાજ પાસે આવ્યા અને પોતાને સેવામાં રાખવા પ્રાર્થના કરી.
શ્રીજીમહારાજે મોટાભાઈ દાજીભાઈને સાધુ દીક્ષા આપી ‘અક્ષરાનંદ સ્વામી’ નામ આપ્યું, જેમને પાછળથી મહારાજે વડતાલ મંદિરના પ્રથમ મહંત તરીકે સ્થાપિત કર્યા. નાનાભાઈ પુંજાજી દરબારને પણ સાધુ થવાની તીવ્ર ઇચ્છા હતી, પરંતુ શ્રીહરિએ તેમને ગઢડામાં પાર્ષદ તરીકે રાખ્યા. પુંજાજી દરબારે પ્રભુની આજ્ઞા શિર સાટે સ્વીકારી લીધી. તેઓ ગઢડામાં મોટીબાના વંડામાં પાર્ષદ તરીકે રહેતા અને અત્યંત નિર્માની ભાવે નાની-મોટી તમામ શારીરિક સેવાઓ કરતા.
જ્યારે પણ સમય મળે ત્યારે પુંજાજી પ્રેમથી કીર્તનો ગાતાં ગાતાં પથ્થર પર ચંદન ઘસી શ્રીહરિની પૂજા માટે વાટકો ભરી રાખતા. એક વખત નૃસિંહ જયંતીનો પવિત્ર દિવસ હતો. પુંજાજી ભગત તૈયાર કરેલા કેસર-ચંદનનો કટોરો લઈ શ્રીજીમહારાજ પાસે આવ્યા અને પૂજા કરવાની પ્રાર્થના કરી. શ્રીહરિએ રાજી થઈ હા કહી. પુંજાજીએ મહારાજના ભાલમાં, છાતીએ અને આખા શરીરે અતિશય પ્રીતિપૂર્વક ચંદન ચર્ચ્યું અને કેસર વડે એવી કલાત્મક ભાત પાડી કે પ્રભુ સાક્ષાત્ નૃસિંહ ભગવાન જેવા શોભવા લાગ્યા!
પુંજાજીએ મહારાજને નૃસિંહ સ્વરૂપ બનાવ્યા તે જોઈ સૌ સંતો-હરિભક્તો દોડી આવ્યા. બરાબર તે જ સમયે સભામાં એક અદ્ભુત ચમત્કાર થયો—શ્રીજીમહારાજનાં દર્શન કરવા માટે વૈકુંઠમાંથી મૂર્તિમાન નૃસિંહજી ભગવાન સાક્ષાત્ પ્રગટ થયા! આખી સભાએ તે અલૌકિક દર્શન કર્યા. થોડી વારમાં તે પ્રગટ થયેલું નૃસિંહ સ્વરૂપ શ્રીજીમહારાજના દિવ્ય તેજોમય સ્વરૂપમાં લીન થઈ ગયું! પુંજાજી હાથ જોડી સામે ઊભા રહ્યા અને આ દિવ્ય છબીને પોતાના અંતરમાં કાયમ માટે ઉતારી લીધી.
આ પ્રસંગનું વર્ણન આચાર્યપ્રવર શ્રીવિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં કર્યું છે:
પુંજાજીએ કેસર ચંદનેથી, પૂજ્યા પ્રભુ પ્રેમ અતિ ઘણેથી...!
નૃસિંહનું અંગ જણાય જેવું, ચર્ચ્યું ભલું ચંદન અંગ એવું...!!
ચોફાળ અર્પ્યો વળી બોરી કેરો, નૃસિંહ આકાર બન્યો ઘણેરો..!
શ્રીજી તણું ત્યાં નરસિંહ રૂપ, સભા બધીયે નિરખ્યું અનૂપ...!!
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણિના પ્રકરણ ૧૧૨ની કડી ૫૪માં આવા અદના નિર્માની સેવકોનું સ્મરણ કર્યું છે:
જગા ગાંગા આદિ જે આહિર, સુણો ક્ષત્રિભક્ત શૂરવીર..!
સબળોજી જેસોજી પૂંજોજી, બેચર ને ગોવિંદ કાનજી..!!
- શ્રીભક્તચિંતામણિના મુક્તોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏
Hindi
मोडा के पुंजाजी दरबार की दासभाव से सेवा और श्रीहरि का नृसिंह स्वरूप
जामनगर जिले के मोडा गाँव के गिरासिया दरबार पुंजाजी ऐसे अनन्य भक्त थे, जिन्होंने अपना संपूर्ण जीवन श्रीजी महाराज की आज्ञानुसार व्यतीत किया, किंतु कभी अपनी मनमानी नहीं की!
मोडा गाँव के गिरासिया बंधु दाजीभाई और पुंजाजी सद्गुरु रामानंद स्वामी के समय से सत्संगी थे। जब रामानंद स्वामी ने धर्मधुरा श्री सहजानंद स्वामी को सौंपकर गोलोक गमन किया, तो गुरु की आज्ञानुसार दोनों भाइयों ने श्री सहजानंद स्वामी में निष्ठा स्थापित की। प्रथम दर्शन में ही दोनों को प्रभु के प्रति अलौकिक आकर्षण हुआ और संतों के संग से उन्हें निश्चय हो गया कि सहजानंद स्वामी ही साक्षात् पूर्ण पुरुषोत्तम नारायण हैं। अतः दाजीभाई और पुंजाजी दोनों अपनी जागीर और सांसारिक वैभव त्यागकर गढ़डा आ गए और प्रभु से अपनी सेवा में रखने की प्रार्थना की।
श्रीजी महाराज ने बड़े भाई दाजीभाई को भागवती दीक्षा देकर ‘अक्षरानंद स्वामी’ नाम दिया, जिन्हें बाद में वडताल मंदिर का प्रथम महंत नियुक्त किया गया। छोटे भाई पुंजाजी दरबार को भी संन्यास लेने की उत्कट अभिलाषा थी, किंतु श्रीहरि ने उन्हें गढ़डा में पार्षद के रूप में सेवा में रखा। पुंजाजी ने प्रभु की आज्ञा को सहर्ष शिरोधार्य किया। वे गढ़डा में मोटीबा के बाड़े में रहते और बिना किसी अहंकार के झाड़ू-बुहारी से लेकर सभी छोटी-बड़ी सेवाएँ करते थे।
जब भी अवकाश मिलता, पुंजाजी कीर्तन गाते हुए शिला पर चंदन घिसकर श्रीजी महाराज की पूजा हेतु कटोरी भरकर तैयार रखते थे। एक बार नृसिंह जयंती का पावन पर्व था। पुंजाजी तैयार चंदन का पात्र लेकर श्रीजी महाराज के सम्मुख उपस्थित हुए और पूजन की विनती की। प्रभु ने प्रसन्नता से स्वीकृति दी। पुंजाजी ने अत्यंत अनुराग से प्रभु के भाल, वक्ष और संपूर्ण शरीर पर चंदन का लेप किया और केसर से ऐसी दिव्य आकृतियाँ बनाईं कि प्रभु साक्षात् नृसिंह भगवान के स्वरूप में भासने लगे!
पुंजाजी द्वारा प्रभु को इस प्रकार नृसिंह रूप में सुसज्जित देखकर सभी संत-भक्त दर्शनार्थ दौड़े आए। ठीक उसी क्षण सभा में एक अलौकिक घटना घटी—श्रीजी महाराज के इस नृसिंह रूप के दर्शन करने हेतु साक्षात् नृसिंह भगवान बैकुंठ से प्रकट हो गए! संपूर्ण सभा ने उनके दर्शन किए। कुछ ही क्षणों में वे प्रकट नृसिंह भगवान श्रीजी महाराज के तेजोमय विग्रह में समाहित हो गए! पुंजाजी करबद्ध होकर यह दिव्य झाँकी अपने हृदय में संजोते रहे।
इस पावन प्रसंग का निरूपण आचार्य श्रीविहारीलालजी महाराज ने हरिलीलामृत ग्रंथ में किया है:
પુંજાજીએ કેસર ચંદનેથી, પૂજ્યા પ્રભુ પ્રેમ અતિ ઘણેથી...!
નૃસિંહનું અંગ જણાય જેવું, ચર્ચ્યું ભલું ચંદન અંગ એવું...!!
ચોફાળ અર્પ્યો વળી બોરી કેરો, નૃસિંહ આકાર બન્યો ઘણેરો..!
શ્રીજી તણું ત્યાં નરસિંહ રૂપ, સભા બધીયે નિરખ્યું અનૂપ...!!
सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि के प्रकरण 112 की कड़ी 54 में ऐसे निष्काम सेवकों का गौरवगान किया है:
જગા ગાંગા આદિ જે આહિર, સુણો ક્ષત્રિભક્ત શૂરવીર..!
સબળોજી જેસોજી પૂંજોજી, બેચર ને ગોવિંદ કાનજી..!!
- श्री भक्तचिंतामणि के मुक्तों के चिंतन से… 🙇🏻♂️🙏
English
Punjaji Darbar of Moda: Selfless Service and Shrihari’s Divine Nrusinh Manifestation
In the village of Moda in Jamnagar district lived Garasiya Darbar Punjaji, an extraordinary devotee who surrendered his entire life to the divine instructions of Shreeji Maharaj, never once acting upon his own ego.
Brothers Dajibhai and Punjaji were disciples from the era of Sadguru Ramanand Swami. When Ramanand Swami entrusted the spiritual leadership of the Satsang to Sahjanand Swami before departing for the divine realm, both brothers dedicated their devotion to Sahjanand Swami according to their Guru’s injunction. Upon their first darshan, they were captivated by Shreehari’s divine aura. Through the fellowship of the sants, they realized beyond all doubt that Sahjanand Swami is Purna Purushottam Bhagwan Himself. Consequently, both Dajibhai and Punjaji renounced their royal estates and landed privileges, arriving in Gadhada to surrender at Shreehari’s lotus feet.
Shreeji Maharaj initiated the elder brother Dajibhai as Sadguru Aksharanand Swami, later appointing him as the very first Mahant of the historic Vadtal temple. Punjaji also harbored a deep yearning for monastic renunciation, yet Maharaj directed him to remain as a humble lay attendant (parshad) in Gadhada. Without a trace of disappointment, Punjaji embraced the Lord’s mandate with utter humility. Residing in Motiba’s courtyard in Gadhpur, he performed every menial chore—sweeping, cleaning, and carrying loads—free from all trace of aristocratic pride.
Whenever he found spare moments, Punjaji would lovingly sing devotional hymns while grinding fragrant sandalwood upon a stone slab, keeping a bowl of paste ready for the Lord’s worship. On the auspicious festival of Nrusinh Jayanti, Punjaji approached Maharaj with his bowl of fragrant sandalwood paste and saffron. Pleased by his devotion, Maharaj granted him permission to perform the worship. Punjaji anointed Maharaj’s forehead, chest, and arms with thick sandalwood, decorating the sacred paste with artistic saffron stripes so that Maharaj strikingly resembled Bhagwan Nrusinh!
As all the sants rushed into the courtyard to witness this awe-inspiring sight, an astonishing miracle unfolded: to behold Shreehari adorned in this magnificent disguise, the primordial deity Bhagwan Nrusinh Himself manifested visibly in His cosmic form from Vaikunth! The entire assembly beheld both divine forms standing face to face. Moments later, the celestial form of Nrusinh merged seamlessly into the radiant divine person of Shreeji Maharaj! Folding his hands in adoration, Punjaji imprinted this breathtaking vision permanently onto his soul.
Acharya Viharilalji Maharaj immortalizes this celestial event in Harililamrut:
પુંજાજીએ કેસર ચંદનેથી, પૂજ્યા પ્રભુ પ્રેમ અતિ ઘણેથી...!
નૃસિંહનું અંગ જણાય જેવું, ચર્ચ્યું ભલું ચંદન અંગ એવું...!!
ચોફાળ અર્પ્યો વળી બોરી કેરો, નૃસિંહ આકાર બન્યો ઘણેરો..!
શ્રીજી તણું ત્યાં નરસિંહ રૂપ, સભા બધીયે નિરખ્યું અનૂપ...!!
Sadguru Nishkulanand Swami honors these valiant, humble Rajput devotees in Bhaktachintamani (Chapter 112, Verse 54):
જગા ગાંગા આદિ જે આહિર, સુણો ક્ષત્રિભક્ત શૂરવીર..!
સબળોજી જેસોજી પૂંજોજી, બેચર ને ગોવિંદ કાનજી..!!
- From the reflections on the Muktas of Shri Bhaktachintamani… 🙇🏻♂️🙏